Rajkot TRP Game Zone :DEOનો કડક આદેશ,તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાશો

દરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણીના આદેશ શિક્ષક અને આચાર્યોને વિશેષ તાલીમ આપવા સૂચના ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી મોકડ્રીલ યોજવા સૂચનારાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દોષ જિંદગીઓ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજકોટ આગકાંડ બાદ DEOએ આદેશ આપ્યો છે. દરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષક અને આચાર્યોને વિશેષ તાલીમ આપવા સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયુ છે અને ડીઈઓ દ્વારા શહેરની દરેક શાળાઓને પરિપત્ર કરી ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા નિર્દેશ કરાયો છે. DEOની ટીમ દરેક શાળામાં ચેકિંગ કરશે જિલ્લાની દરેક શાળાઓને પરિપત્ર કરી જણાવવામાં આવ્યુ છે કે હાલ વેકેશન ચાલી રહ્યુ છે અને નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી લે અને નવા સાધનો વસાવવાની જરૂર હોય તો એ નવા વસાવી લે. ફાયર સેફ્ટીની ગંભીરતા સમજી ઉપકરણોને કાર્યરત રાખવા અને ફાયર એનઓસી રિન્યુ કરવા અંગે પણ તમામ શાળાઓના આચાર્યને સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને અચાનક વિઝિટ કરશે અને ફાયર સેફ્ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે. આ દરમિયાન શાળાામાં ફાયર સેફ્ટીને લગતી કોઈ ખામી જણાશે તો ડીઈઓને રિપોર્ટ કરશે. આ મામલાને ગંભીર રીતે લેવાની શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે.  મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી દરેક શાળા પાસે કાર્યરત હાલતમાં ફાયર સેફ્ટીના ઉપકરણો અને ફાયર NOC હોવુ જરૂરી છે. આ જ સંદર્ભે શાળાઓમાં નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના ઉપકરણોનું ચેકિંગ કરી લેવામાં આવે, તેમજ શાળા શરૂ થાય ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની તાલીમ સંબંધે એક મોકડ્રીલ આયોજિત કરવાનુ પણ જણાવવામાં આવ્યુ છે. શાળાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટીના ઉપકરણોની તાલીમ મળી રહે તે હેતુથી મોકડ્રીલ આયોજિત કરાશે. આ દરમિયાન બાળકો અને શાળાના કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની જાણકારી આપવામાં આવશે. તમામ શાળાઓએ ફરજીયાત આ મોકડ્રીલ કરી તમામ સ્ટાફને ફાયર સેફ્ટી અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટનો તથા ફાયર એનઓસીની વિગતો આપવાની રહેશેરાજકોટની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા.એટલેકે,શહેરની સ્કૂલોમાં પણ મોટી દુર્ઘટાનાની તેઓ રાહ જોઈ રહ્યા હતા..? તેઓ શહેરની તમામ શાળાના આચાર્યને કડક સૂચના શાળામાં લગાવામાં આવેલા ફાયરના સાધનોની ચકાસણી કરવી. શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટનો તથા ફાયર એનઓસીની વિગતો આપવાની રહેશે. તમામ શાળાઓએ સ્કૂલ સેફટી પોલીસી 2016ના અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે

Rajkot TRP Game Zone :DEOનો કડક આદેશ,તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણીના આદેશ
  • શિક્ષક અને આચાર્યોને વિશેષ તાલીમ આપવા સૂચના 
  • ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી મોકડ્રીલ યોજવા સૂચના


રાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દોષ જિંદગીઓ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજકોટ આગકાંડ બાદ DEOએ આદેશ આપ્યો છે. દરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષક અને આચાર્યોને વિશેષ તાલીમ આપવા સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયુ છે અને ડીઈઓ દ્વારા શહેરની દરેક શાળાઓને પરિપત્ર કરી ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા નિર્દેશ કરાયો છે.

DEOની ટીમ દરેક શાળામાં ચેકિંગ કરશે

જિલ્લાની દરેક શાળાઓને પરિપત્ર કરી જણાવવામાં આવ્યુ છે કે હાલ વેકેશન ચાલી રહ્યુ છે અને નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી લે અને નવા સાધનો વસાવવાની જરૂર હોય તો એ નવા વસાવી લે. ફાયર સેફ્ટીની ગંભીરતા સમજી ઉપકરણોને કાર્યરત રાખવા અને ફાયર એનઓસી રિન્યુ કરવા અંગે પણ તમામ શાળાઓના આચાર્યને સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને અચાનક વિઝિટ કરશે અને ફાયર સેફ્ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે. આ દરમિયાન શાળાામાં ફાયર સેફ્ટીને લગતી કોઈ ખામી જણાશે તો ડીઈઓને રિપોર્ટ કરશે. આ મામલાને ગંભીર રીતે લેવાની શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે.


 મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી

દરેક શાળા પાસે કાર્યરત હાલતમાં ફાયર સેફ્ટીના ઉપકરણો અને ફાયર NOC હોવુ જરૂરી છે. આ જ સંદર્ભે શાળાઓમાં નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્ટીના ઉપકરણોનું ચેકિંગ કરી લેવામાં આવે, તેમજ શાળા શરૂ થાય ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની તાલીમ સંબંધે એક મોકડ્રીલ આયોજિત કરવાનુ પણ જણાવવામાં આવ્યુ છે. શાળાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટીના ઉપકરણોની તાલીમ મળી રહે તે હેતુથી મોકડ્રીલ આયોજિત કરાશે. આ દરમિયાન બાળકો અને શાળાના કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની જાણકારી આપવામાં આવશે. તમામ શાળાઓએ ફરજીયાત આ મોકડ્રીલ કરી તમામ સ્ટાફને ફાયર સેફ્ટી અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. 


શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટનો તથા ફાયર એનઓસીની વિગતો આપવાની રહેશે

રાજકોટની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા.એટલેકે,શહેરની સ્કૂલોમાં પણ મોટી દુર્ઘટાનાની તેઓ રાહ જોઈ રહ્યા હતા..? તેઓ શહેરની તમામ શાળાના આચાર્યને કડક સૂચના શાળામાં લગાવામાં આવેલા ફાયરના સાધનોની ચકાસણી કરવી. શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટનો તથા ફાયર એનઓસીની વિગતો આપવાની રહેશે. તમામ શાળાઓએ સ્કૂલ સેફટી પોલીસી 2016ના અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે