Bhavnagar News: ઓફલાઇન કામ કરતાં અધિકારીઓને કમિશનરે મોકલ્યો સણસણતો પરિપત્ર

કરદાતાઓ ટેકનોસેવી થયા પરંતુ મ્યુનિસિપલ તંત્ર ન થયુંઅધિકારીઓ ઓનલાઈન ફાઈલ મૂકવાનો આદેશ ઘોળીને પી ગયા હવેથી ફરજિયાત ઈ-સરકાર એપ્લિકેશનમાં જ ફાઈલ મૂકવી પડશે ભાવનગર મહાનગરપાલિકા ડિજિટલ બની ગઈ છે પરંતુ અધિકારીઓ હજી 18મી સદીમાં હોય તેમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી થયા. જે મામલે સૂચના આપવા છતાં ગોળીને પી ગયા છે. ત્યારે, વધુ એક વખત પરિપત્ર કરીને આદેશ આપવામાં આવ્યો છે કે, હવેથી ફરજિયાત ઈ-સરકાર સોફ્ટવેરમાં જ ફાઈલ મૂકવાની રહેશે. ભાવનગર મહાનગરપાલિકાએ લોકોને ઓનલાઇન ટેક્સ ભરતા કર્યા છે, જન્મ-મરણના દાખલા ઓનલાઈન થયા છે, આ સિવાય અમુક સુવિધા ઓનલાઇન થઇ છે. પરંતુ, ટેકનોલોજી માત્ર કરદાતાઓ માટે હોય તેમ અધિકારીઓ હજુ ઓફલાઈન જ કામ કરી રહ્યા છે, ત્યારે કમિશનરે પરિપત્ર કરીને અધિકારીઓને ફરી વખત ટપારવા પડ્યા છે. ફરી વખત પરિપત્ર કરીને જણાવાયું છે કે, ભાવનગર મહાનગરપાલિકાનાં તમામ અધિકારો માટે ઈ–સરકાર એપ્લીકેશનનાં ઉપયોગ અંગે હુકમ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ પુનઃસુચના આપવામાં આવી હતી. પરંતુ "ઈ-સરકાર" એપ્લીકેશનનો બિલકુલ ઉપયોગ થતો નથી, તથા તમામ ફાઈલો મંજુરી / સહી અર્થે ઓફ લાઈન મોકલવામાં આવે છે. આથી તમામ શાખાધિકારીઓને હુકમ કરવામાં આવ્યો હતો કે, હવે પછી તમામ ફાઈલો મંજુરી/ સહી અર્થે રજુ માત્ર ને માત્ર " ઈ-સરકાર " મારફતે જ મોકલવાની રાખશો. તે સિવાયની ફાઈલો સ્વિકારવામાં આવશે નહી.

Bhavnagar News: ઓફલાઇન કામ કરતાં અધિકારીઓને કમિશનરે મોકલ્યો સણસણતો પરિપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કરદાતાઓ ટેકનોસેવી થયા પરંતુ મ્યુનિસિપલ તંત્ર ન થયું
  • અધિકારીઓ ઓનલાઈન ફાઈલ મૂકવાનો આદેશ ઘોળીને પી ગયા
  • હવેથી ફરજિયાત ઈ-સરકાર એપ્લિકેશનમાં જ ફાઈલ મૂકવી પડશે

ભાવનગર મહાનગરપાલિકા ડિજિટલ બની ગઈ છે પરંતુ અધિકારીઓ હજી 18મી સદીમાં હોય તેમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી થયા. જે મામલે સૂચના આપવા છતાં ગોળીને પી ગયા છે. ત્યારે, વધુ એક વખત પરિપત્ર કરીને આદેશ આપવામાં આવ્યો છે કે, હવેથી ફરજિયાત ઈ-સરકાર સોફ્ટવેરમાં જ ફાઈલ મૂકવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકાએ લોકોને ઓનલાઇન ટેક્સ ભરતા કર્યા છે, જન્મ-મરણના દાખલા ઓનલાઈન થયા છે, આ સિવાય અમુક સુવિધા ઓનલાઇન થઇ છે. પરંતુ, ટેકનોલોજી માત્ર કરદાતાઓ માટે હોય તેમ અધિકારીઓ હજુ ઓફલાઈન જ કામ કરી રહ્યા છે, ત્યારે કમિશનરે પરિપત્ર કરીને અધિકારીઓને ફરી વખત ટપારવા પડ્યા છે.

ફરી વખત પરિપત્ર કરીને જણાવાયું છે કે, ભાવનગર મહાનગરપાલિકાનાં તમામ અધિકારો માટે ઈ–સરકાર એપ્લીકેશનનાં ઉપયોગ અંગે હુકમ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ પુનઃસુચના આપવામાં આવી હતી. પરંતુ "ઈ-સરકાર" એપ્લીકેશનનો બિલકુલ ઉપયોગ થતો નથી, તથા તમામ ફાઈલો મંજુરી / સહી અર્થે ઓફ લાઈન મોકલવામાં આવે છે. આથી તમામ શાખાધિકારીઓને હુકમ કરવામાં આવ્યો હતો કે, હવે પછી તમામ ફાઈલો મંજુરી/ સહી અર્થે રજુ માત્ર ને માત્ર " ઈ-સરકાર " મારફતે જ મોકલવાની રાખશો. તે સિવાયની ફાઈલો સ્વિકારવામાં આવશે નહી.