ભાજપ સામે વધુ એક વિરોધ, ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવા ખેડૂતોની માંગ

ખેડૂતોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની ચીમકી ખેડૂતો કોબા કમલમ પહોંચી સુત્રોચ્ચાર કર્યા જમીનમાં પાકી નોંધ પડી જતા લોન પણ નથી મળી શકતી રાજ્ય સરકાર માટે મહત્વના એવા ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે વધુ એક વખત ખેડૂતોએ આજે કમલમ ખાતે ધામા નાખ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતો અચાનક ધસી આવતા પોલીસ પણ દોડી આવી હતી. ખેડૂતોએ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે સાતબારમાં પડેલી પાકી નોંધ પણ રદ્દ કરવાની માંગ કરી હતી. તેઓએ આ મામલે નજીકના સમયમાં કોઇ પ્રશ્નનો નિવેડો નહી આવે તો ઉગ્ર આંદોલનની સાથેસાથે અસરગ્રસ્ત ગામડાઓમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છેકે, થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ રદ્દ કરવાની ખેડૂતોની પ્રથમથી જ માંગ છે. આ પુર્વે પણ ખેડૂતો દ્વારા અનેક આંદોલનો અને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશ્નનો કોઇ નિવેડો આવ્યો નહતો. દરમિયાન આજે વધુ એક વખત ખેડૂતો કમલમ ખાતે ધસી ગયા હતા. તેઓએ જીવ આપીશુ પરંતુ જમીન નહીં સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ખેડૂતોએ જણાવ્યુ હતુકે, પોતાની જમીનમાં પાકી નોંધ પડી જતા ખેડૂતોને બેંકોમાંથી લોન મળવાની બંધ થઇ ગઇ છે. કેટલાક ખેડૂતોએ લોન રિન્યુ થવાની આશા સાથે બહારથી ઉછીતા પાછીતા કરીને લોનની રકમ બેંકમાં ભરપાઇ કરી હતી. જોકે, હવે તેમના માટે લોનના તમામ રસ્તા બંધ થઇ ગયા છે. જેથી ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતોએ આ પ્રોજેક્ટને તાત્કાલીક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરવાની માંગ કરી છે. આ મામલે ખેડૂતોએ 490 ખેડૂતોની સહિ સાથેનું આવેદનપત્ર પણ આપ્યુ હતું. આવેદનપત્ર બાદ તેઓને રાબેતામુજબની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતીકે, પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગનો ટુંક સમયમાં સ્વિકાર નહી કરાય તો આગામી દિવસોમાં ભારતમાલા પ્રોજેક્ટમાં આવતા અસરગ્રસ્ત ગામોમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવશે.

ભાજપ સામે વધુ એક વિરોધ, ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવા ખેડૂતોની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડૂતોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની ચીમકી
  • ખેડૂતો કોબા કમલમ પહોંચી સુત્રોચ્ચાર કર્યા
  • જમીનમાં પાકી નોંધ પડી જતા લોન પણ નથી મળી શકતી

રાજ્ય સરકાર માટે મહત્વના એવા ભારતમાલા પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે વધુ એક વખત ખેડૂતોએ આજે કમલમ ખાતે ધામા નાખ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતો અચાનક ધસી આવતા પોલીસ પણ દોડી આવી હતી. ખેડૂતોએ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગ સાથે સાતબારમાં પડેલી પાકી નોંધ પણ રદ્દ કરવાની માંગ કરી હતી. તેઓએ આ મામલે નજીકના સમયમાં કોઇ પ્રશ્નનો નિવેડો નહી આવે તો ઉગ્ર આંદોલનની સાથેસાથે અસરગ્રસ્ત ગામડાઓમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છેકે, થરાદ અમદાવાદ વચ્ચેના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ગાંધીનગરના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ રદ્દ કરવાની ખેડૂતોની પ્રથમથી જ માંગ છે. આ પુર્વે પણ ખેડૂતો દ્વારા અનેક આંદોલનો અને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. પરંતુ પ્રશ્નનો કોઇ નિવેડો આવ્યો નહતો. દરમિયાન આજે વધુ એક વખત ખેડૂતો કમલમ ખાતે ધસી ગયા હતા. તેઓએ જીવ આપીશુ પરંતુ જમીન નહીં સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.


તેમજ ખેડૂતોએ જણાવ્યુ હતુકે, પોતાની જમીનમાં પાકી નોંધ પડી જતા ખેડૂતોને બેંકોમાંથી લોન મળવાની બંધ થઇ ગઇ છે. કેટલાક ખેડૂતોએ લોન રિન્યુ થવાની આશા સાથે બહારથી ઉછીતા પાછીતા કરીને લોનની રકમ બેંકમાં ભરપાઇ કરી હતી. જોકે, હવે તેમના માટે લોનના તમામ રસ્તા બંધ થઇ ગયા છે. જેથી ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતોએ આ પ્રોજેક્ટને તાત્કાલીક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરવાની માંગ કરી છે.

આ મામલે ખેડૂતોએ 490 ખેડૂતોની સહિ સાથેનું આવેદનપત્ર પણ આપ્યુ હતું. આવેદનપત્ર બાદ તેઓને રાબેતામુજબની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતીકે, પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગનો ટુંક સમયમાં સ્વિકાર નહી કરાય તો આગામી દિવસોમાં ભારતમાલા પ્રોજેક્ટમાં આવતા અસરગ્રસ્ત ગામોમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવશે.