Dwarkaના દરિયામાં પવન સાથે 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા,સહેલાણીઓ ઉમટયા

ભડકેશ્રવર મહાદેવ મંદિર પાછળ દરીયામાં કરંટ સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે પોલીસે દરિયા કિનારેથી દુર રહેવા આપી સૂચના દ્વારકા જિલ્લામાં ઠંડા તેજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે.દરિયામાં કરંટ સાથે 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે.દ્વારકાનાં ભડકેશ્રવર મહાદેવ મંદિર પાછળ દરીયામાં ભારે કરંટ હોવા છત્તા સહેલાણીઓ જીવનાં જોખમે સ્નાન કરી રહ્યા છે.દરીયા કિનારે ભારે કરંટને લઈ પોલીસ તંત્ર દ્વારા દરીયા કિનારેથી દુર રહેવા સૂચના આપવામાં આવી છતા સહેલાણીઓ સેલ્ફીની મજા લઈ રહ્યાં છે.તંત્રની સૂચનાનું નથી થતુ પાલન રાજ્યમાં ચોમાસું વિધિવત બેસી જતાં ઋતુ અનુસાર અરબી સમુદ્રના પાણીમાં વરસાદી ભારે પવન અને ધ્રાબડીયા વાતાવરણમાં જબરદસ્ત કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે 15થી 20 ફૂટ ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા હોય આમ છતાં સહેલાણીઓ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાઓમાં નહાતા જોવા મળ્યા હતા. અરબી સમુદ્રના પાણીના ખતરનાક કરન્ટથી અજાણ સહેલાણીઓ ગોમતી ઘાટે ઘાટ ઉપરથી જ નહાતા અને મોજાની મોજ માણતા તેમજ ફોટોસેશન સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા. ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા દ્વારકાનાં અરબી સમુદ્રમાં કરંટને લઇ ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. ભારે કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાને ઉછળતા મોજાનો સહેલાણીઓ ઘાટ પર આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર દસથી પંદર ફૂટ ઊંચા મોજામાં સહેલાણીઓ જોખમી રીતે આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મી સહેલાણીઓને ઘાટ પરથી દુર કરે છે છતાં પણ સહેલાણીઓ પોતાની મનમાની ચલવતા જોવા મળ્યા છે. જેમાં કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન બન્યો છે. ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમા, પંચમહાલ, દાહોદ, તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાને લઈ દરિયામાં કરંટ ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહયો હોય જેને કારણે સમુદ્રના પાણીમાં ભારે કરન્ટ જોવા મળી રહયો છે. અસહય ઉકળાટભર્યા વાતાવરણમાં બહારગામથી આવેલ સહેલાણીઓ વર્તમાન જોખમી બનેલા અરબી સમુદ્રના પાણી અંગે વાકેફ ન હોય ગરમીથી બચવા દ્વારકાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મોજાઓ વચ્ચે પણ નહાતા જોવા મળ્યા હતા.

Dwarkaના દરિયામાં પવન સાથે 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા,સહેલાણીઓ ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભડકેશ્રવર મહાદેવ મંદિર પાછળ દરીયામાં કરંટ
  • સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે
  • પોલીસે દરિયા કિનારેથી દુર રહેવા આપી સૂચના

દ્વારકા જિલ્લામાં ઠંડા તેજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે.દરિયામાં કરંટ સાથે 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે.દ્વારકાનાં ભડકેશ્રવર મહાદેવ મંદિર પાછળ દરીયામાં ભારે કરંટ હોવા છત્તા સહેલાણીઓ જીવનાં જોખમે સ્નાન કરી રહ્યા છે.દરીયા કિનારે ભારે કરંટને લઈ પોલીસ તંત્ર દ્વારા દરીયા કિનારેથી દુર રહેવા સૂચના આપવામાં આવી છતા સહેલાણીઓ સેલ્ફીની મજા લઈ રહ્યાં છે.

તંત્રની સૂચનાનું નથી થતુ પાલન

રાજ્યમાં ચોમાસું વિધિવત બેસી જતાં ઋતુ અનુસાર અરબી સમુદ્રના પાણીમાં વરસાદી ભારે પવન અને ધ્રાબડીયા વાતાવરણમાં જબરદસ્ત કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે 15થી 20 ફૂટ ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા હોય આમ છતાં સહેલાણીઓ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાઓમાં નહાતા જોવા મળ્યા હતા. અરબી સમુદ્રના પાણીના ખતરનાક કરન્ટથી અજાણ સહેલાણીઓ ગોમતી ઘાટે ઘાટ ઉપરથી જ નહાતા અને મોજાની મોજ માણતા તેમજ ફોટોસેશન સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા.


ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા

દ્વારકાનાં અરબી સમુદ્રમાં કરંટને લઇ ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. ભારે કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાને ઉછળતા મોજાનો સહેલાણીઓ ઘાટ પર આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર દસથી પંદર ફૂટ ઊંચા મોજામાં સહેલાણીઓ જોખમી રીતે આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મી સહેલાણીઓને ઘાટ પરથી દુર કરે છે છતાં પણ સહેલાણીઓ પોતાની મનમાની ચલવતા જોવા મળ્યા છે. જેમાં કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન બન્યો છે.

ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમા, પંચમહાલ, દાહોદ, તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.


ચોમાસાને લઈ દરિયામાં કરંટ

ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહયો હોય જેને કારણે સમુદ્રના પાણીમાં ભારે કરન્ટ જોવા મળી રહયો છે. અસહય ઉકળાટભર્યા વાતાવરણમાં બહારગામથી આવેલ સહેલાણીઓ વર્તમાન જોખમી બનેલા અરબી સમુદ્રના પાણી અંગે વાકેફ ન હોય ગરમીથી બચવા દ્વારકાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મોજાઓ વચ્ચે પણ નહાતા જોવા મળ્યા હતા.