Weather News:કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી,લોકોને ગરમીમાંથી રાહત

રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાન ઘટ્યું ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીએ જોર પકડયુ છે,તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે,આજે આણંદ,દાહોદ,વડોદરામાં વરસાદની આગાહી કરાઈ છે,આવતીકાલે વલસાડ ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,બીજી તરફ રાજયમાં 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન રાજયમાં છેલ્લા 24 કલાકના તાપમાન મુજબ વાત કરીએ તો 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે.સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.3 ડિગ્રી નોંધાયું છે,અમદાવાદ 38.4 ડિગ્રી,ગાંધીનગર 38.0 ડિગ્રી,વડોદરા 37.4 ડિગ્રી ,સુરત 35.0 ડિગ્રી,ભુજ 39.4 ડિગ્રી,કંડલા 37.1 ડિગ્રી,ભાવનગર 37.2 ડિગ્રી ,રાજકોટ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે,ગરમીથી શહેરીજનોને આશિંક રાહત મળે તેવુ હાલના તબક્કે લાગી રહ્યું છે.ગુજરાતમાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લામાં ભારે પવનની સાથે ગાજવીજ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, નવસારી, વલસાડ, અમરેલી ,ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ આવતીકાલે વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોની ચિંતામાં વધારો બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયું છે. જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. આ વચ્ચે દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના વચ્ચે છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે. હીટવેવથી બચવા શું કરવું 1-હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ 2-બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન 3-પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન 4-તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો હાઈડ્રેટેડ રહો ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો. જયુસ અને નારિયેળ પાણીનું સેવન કરો ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો. વિટામીન C યુક્ત ફળનું સેવન કરો ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે. મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.

Weather News:કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી,લોકોને ગરમીમાંથી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી
  • વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાન ઘટ્યું

ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીએ જોર પકડયુ છે,તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે,આજે આણંદ,દાહોદ,વડોદરામાં વરસાદની આગાહી કરાઈ છે,આવતીકાલે વલસાડ ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,બીજી તરફ રાજયમાં 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન

રાજયમાં છેલ્લા 24 કલાકના તાપમાન મુજબ વાત કરીએ તો 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે.સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.3 ડિગ્રી નોંધાયું છે,અમદાવાદ 38.4 ડિગ્રી,ગાંધીનગર 38.0 ડિગ્રી,વડોદરા 37.4 ડિગ્રી ,સુરત 35.0 ડિગ્રી,ભુજ 39.4 ડિગ્રી,કંડલા 37.1 ડિગ્રી,ભાવનગર 37.2 ડિગ્રી ,રાજકોટ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે,ગરમીથી શહેરીજનોને આશિંક રાહત મળે તેવુ હાલના તબક્કે લાગી રહ્યું છે.

ગુજરાતમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લામાં ભારે પવનની સાથે ગાજવીજ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, નવસારી, વલસાડ, અમરેલી ,ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ આવતીકાલે વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી

હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયું છે. જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. આ વચ્ચે દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના વચ્ચે છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.

હીટવેવથી બચવા શું કરવું

1-હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ

2-બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન

3-પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન

4-તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

હાઈડ્રેટેડ રહો

ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો.

જયુસ અને નારિયેળ પાણીનું સેવન કરો

ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.

વિટામીન C યુક્ત ફળનું સેવન કરો

ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે.

મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું

ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.