Rajkot TRP Game Zone : કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ

કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ કુલ 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાયારાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દોષ જિંદગીઓ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજ્યના 8 મહાનગરોમાં ગેમઝોનનો રીપોર્ટ રાજ્ય સરકારને સોપાયો છે. તમામ મહાનગરોમા આવેલ ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ ચુકી છે. કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ કરવામાં આવી છે. કુલ 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમા 34 એકમો પૈકી પાંચ સીલ કરી દેવાયા, 29 એકમ બંધ કરાયા છે. રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા તો 4 હંગામી ધોરણે બંધ કર્યા છે.ગાંધીનગરમાં કુલ 21 ગેમિંગ ઝોન ધમધમી રહ્યા છે, ચાર લાંબા સમયથી બંધ હાલતમાં છે કોર્પોરેશન દ્વારા 12થી વધુ ગેમિંગ ઝોન સીલ કરાયા છે. ગેમિંગ ઝોનમાં મ્યુનિ તંત્રની ટીમો દ્વારા તપાસ શરૂ. NOCના હોવા ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને મિકેનીકલ ખામી જણાતા કાર્યવાહી રાજકોટમાં ગેમીંગ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે તમામની આંખો ખોલી દીધી છે. ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિ કમિશનરે પણ ગઈકાલે રાતોરાત ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 21 જેટલા ગેમીંગ ઝોન આવેલા છે, તે તમામમાં સઘન ચેકીંગની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ચેકીંગ દરમિયાન જોખમી જણાતા 12 ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. હજુપણ તપાસ ચાલુ છે.સ્પાર્ક ગેમઝોન સહિત કુલ 12 ગેમઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યાનાના ચિલોડા પાસે આવેલ વર્લ્ડ ઓફ ફન, સરિતા ઉદ્યાનની બાજુમાં આવેલ ફાઈવ ઈલેવન ગો કાર્ટ તથા કુડાસણ ખાતે સ્પાયસી સ્ટ્રીટમાં આવેલ સ્પાર્ક ગેમઝોન સહિત કુલ 12 ગેમઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં ક્યાંક એનઓસી નથી લીધી, તો ક્યાંક ઈલેક્ટ્રીકલ કે મિકેનિકલ ખામીઓ સામે આવી છે. આવા લોકો માટે જોખમી જણાતા ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનુ મ્યુનિ કમિશનર જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું. કોર્પોરેશનની ટીમ પહોંચે તે પહેલા જ ગેમઝોનના સંચાલકો બંધ કરીને રવાના થઈ ગયા  ગઈ રાતથી જ તપાસ શરૂ કરાઈ હતી ત્યારે ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે, કોર્પોરેશનની ટીમ પહોંચે તે પહેલા જ ગેમઝોનના સંચાલકો બંધ કરીને રવાના થઈ ગયા છે. જોકે આ બાબતે કોર્પોરેશને સતર્ક રહેવું પડશે. કારણ અત્યારે જે લોકોએ આપમેળે ગેમઝોન બંધ કરી દીધા હોવાનુ સામે આવ્યું છે. તે લોકો પાછળથી શરૂ કરી દેશે તો પણ નાગરિકો માટે જોખમી બની શકે છે. કમિશરના જણાવ્યાનુસાર હાલમાં મોટાભાગે ગેમિંગ ઝોનને સીલ કરવું સલામત છે. નાગરિકોની સલામતીથી વિશેષ કંઈ ના હોઈ શકે. ચારેક ગેમઝોન લાંબા સમયથી જ બંધ છે.

Rajkot TRP Game Zone : કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ
  • કુલ 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા
  • 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાયા

રાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દોષ જિંદગીઓ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. રાજ્યના 8 મહાનગરોમાં ગેમઝોનનો રીપોર્ટ રાજ્ય સરકારને સોપાયો છે. તમામ મહાનગરોમા આવેલ ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ ચુકી છે. કુલ 101 ગેમઝોન તપાસને અંતે હાલ બંધ કરવામાં આવી છે. કુલ 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમા 34 એકમો પૈકી પાંચ સીલ કરી દેવાયા, 29 એકમ બંધ કરાયા છે. રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા તો 4 હંગામી ધોરણે બંધ કર્યા છે.

ગાંધીનગરમાં કુલ 21 ગેમિંગ ઝોન ધમધમી રહ્યા છે, ચાર લાંબા સમયથી બંધ હાલતમાં છે

કોર્પોરેશન દ્વારા 12થી વધુ ગેમિંગ ઝોન સીલ કરાયા છે. ગેમિંગ ઝોનમાં મ્યુનિ તંત્રની ટીમો દ્વારા તપાસ શરૂ. NOCના હોવા ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને મિકેનીકલ ખામી જણાતા કાર્યવાહી રાજકોટમાં ગેમીંગ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે તમામની આંખો ખોલી દીધી છે. ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિ કમિશનરે પણ ગઈકાલે રાતોરાત ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 21 જેટલા ગેમીંગ ઝોન આવેલા છે, તે તમામમાં સઘન ચેકીંગની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ચેકીંગ દરમિયાન જોખમી જણાતા 12 ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. હજુપણ તપાસ ચાલુ છે.

સ્પાર્ક ગેમઝોન સહિત કુલ 12 ગેમઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા

નાના ચિલોડા પાસે આવેલ વર્લ્ડ ઓફ ફન, સરિતા ઉદ્યાનની બાજુમાં આવેલ ફાઈવ ઈલેવન ગો કાર્ટ તથા કુડાસણ ખાતે સ્પાયસી સ્ટ્રીટમાં આવેલ સ્પાર્ક ગેમઝોન સહિત કુલ 12 ગેમઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં ક્યાંક એનઓસી નથી લીધી, તો ક્યાંક ઈલેક્ટ્રીકલ કે મિકેનિકલ ખામીઓ સામે આવી છે. આવા લોકો માટે જોખમી જણાતા ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનુ મ્યુનિ કમિશનર જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું.

 કોર્પોરેશનની ટીમ પહોંચે તે પહેલા જ ગેમઝોનના સંચાલકો બંધ કરીને રવાના થઈ ગયા 

ગઈ રાતથી જ તપાસ શરૂ કરાઈ હતી ત્યારે ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે, કોર્પોરેશનની ટીમ પહોંચે તે પહેલા જ ગેમઝોનના સંચાલકો બંધ કરીને રવાના થઈ ગયા છે. જોકે આ બાબતે કોર્પોરેશને સતર્ક રહેવું પડશે. કારણ અત્યારે જે લોકોએ આપમેળે ગેમઝોન બંધ કરી દીધા હોવાનુ સામે આવ્યું છે. તે લોકો પાછળથી શરૂ કરી દેશે તો પણ નાગરિકો માટે જોખમી બની શકે છે. કમિશરના જણાવ્યાનુસાર હાલમાં મોટાભાગે ગેમિંગ ઝોનને સીલ કરવું સલામત છે. નાગરિકોની સલામતીથી વિશેષ કંઈ ના હોઈ શકે. ચારેક ગેમઝોન લાંબા સમયથી જ બંધ છે.