Gujaratના આ વિસ્તારમાં 3 વર્ષથી ઘરે ઘરે નળ છે પણ પાણી નહિ

વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળતો ફિટ કરાયા પણ પાણી આપ્યું નથી ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે મેઘરજના રામગઢી ભૂતિયાકુડી વિસ્તારમાં પાણીનો પોકાર જોવા મળ્યો છે. જેમાં રહીશો એક કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવા મજબુર બન્યા છે. તેમજ પશુઓને તરસે મરવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે કુવા, તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણી સમસ્યા સામે આવી છે. ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે. મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામપંચાયત વિસ્તારમા આવેલ ભૂતિયા કુડી ગામમાં કુલ 130 મકાનો આવેલા છે. ગામમાં પાણીએ મુખ્ય પ્રશ્ન છે. વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળતો ફિટ કરાયા છે પણ આ નળમાં ગ્રામપંચાયત અને પા.પૂ વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી. કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એક વાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું. ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી. જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી તેમજ ગામથી એક કિલોમીટર દૂર એક સદગ્રહસ્તના બોરમાં થોડું ઘણું પાણી આવે છે તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબુર બન્યા છે. મહિલાઓ, વૃદ્ધો પરાણે એક બે બેડા પાણી લાવી શકે છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માગ કરી રહ્યા છે. 

Gujaratના આ વિસ્તારમાં 3 વર્ષથી ઘરે ઘરે નળ છે પણ પાણી નહિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળતો ફિટ કરાયા પણ પાણી આપ્યું નથી
  • ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી
  • જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે

મેઘરજના રામગઢી ભૂતિયાકુડી વિસ્તારમાં પાણીનો પોકાર જોવા મળ્યો છે. જેમાં રહીશો એક કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવા મજબુર બન્યા છે. તેમજ પશુઓને તરસે મરવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે કુવા, તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણી સમસ્યા સામે આવી છે.

ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી

મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે. મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામપંચાયત વિસ્તારમા આવેલ ભૂતિયા કુડી ગામમાં કુલ 130 મકાનો આવેલા છે. ગામમાં પાણીએ મુખ્ય પ્રશ્ન છે. વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળતો ફિટ કરાયા છે પણ આ નળમાં ગ્રામપંચાયત અને પા.પૂ વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી. કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એક વાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું. ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી.

જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે

હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી તેમજ ગામથી એક કિલોમીટર દૂર એક સદગ્રહસ્તના બોરમાં થોડું ઘણું પાણી આવે છે તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબુર બન્યા છે. મહિલાઓ, વૃદ્ધો પરાણે એક બે બેડા પાણી લાવી શકે છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ત્યારે મૂંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માગ કરી રહ્યા છે.