Lok Sabha Election 2024: શિક્ષણમંત્રી ડૉ કુબેર ડિંડોરે બોટમાં બેસીને કર્યો પ્રચાર

મતદારોની પુલની માંગને લઈને આપ્યું આશ્વાસનદાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે કર્યો પ્રચાર કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે માંગ્યા મત આગામી 7 મેના રોજ યોજાનાર ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે ભાજપે પ્રચંડ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે, ભાજપ દ્વારા ઉમેદવારો તો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ સાથે સાથે ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના ઉમેદવારો માટે જનતા વચ્ચે જઈને જનતાને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોર પણ મહીસાગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. અહી તેમણે અનોખી સ્ટાઈલમાં પ્રચાર કર્યો હતો અને દાહોદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે વોટ માંગ્યા હતા. મહીસાગર આવેલ રાજ્યના શિક્ષણમંત્રી ડૉ કુબેર ડિંડોરે પાણીમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. શિક્ષણ મંત્રીએ પ્રતીકાત્મક ‘ભાજપના વિકાસની નાવ’માં વિકાસના નામે પ્રચાર કર્યો હતો. મહત્વનું છે કે, શિક્ષણ મંત્રીએ દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તો સાથે સાથે, શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોરે કડાણા ના રાઠડા બેડ ખાતે જન સંપર્ક કાર્યક્રમનું પણ આયોજન કર્યો હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શિક્ષણ મંત્રીએ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈ પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમણે, કડાણા તાલુકાના રાઠડા, રાયનીયા અને મોટીરાઠ જેવા બેટ વિસ્તારમાં હોડી પર બેસીને પ્રચાર કર્યો હતો. શિક્ષણ મંત્રીએ હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઇ હોળીમાં બેસી કાર્યકરો સાથે અને મોદી પરિવારના રથ સાથે ‘અબકી બાર, 400 કે પાર’ સૂત્રોચ્ચાર સાથે મતદારો સાથે બેઠક કરી હતી અને બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈ વોટ માંગ્યા હતા. તો સાથે સાથે, શિક્ષણ મંત્રીએ છેલ્લા ઘણા સમયથી હોડી ખેંચી પરિવહન કરતા બેટ વિસ્તારના લોકો માટે પૂલની માંગણી પણ મંજૂર કરાવી હતી. લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી પૂલની કામગીરી શરૂ કરવાનું મતદારોને આશ્વાસન પણ આપ્યું હતું.

Lok Sabha Election 2024: શિક્ષણમંત્રી ડૉ કુબેર ડિંડોરે બોટમાં બેસીને કર્યો પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મતદારોની પુલની માંગને લઈને આપ્યું આશ્વાસન
  • દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે કર્યો પ્રચાર
  • કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે માંગ્યા મત

આગામી 7 મેના રોજ યોજાનાર ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે ભાજપે પ્રચંડ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે, ભાજપ દ્વારા ઉમેદવારો તો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ સાથે સાથે ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના ઉમેદવારો માટે જનતા વચ્ચે જઈને જનતાને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોર પણ મહીસાગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. અહી તેમણે અનોખી સ્ટાઈલમાં પ્રચાર કર્યો હતો અને દાહોદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે વોટ માંગ્યા હતા.


મહીસાગર આવેલ રાજ્યના શિક્ષણમંત્રી ડૉ કુબેર ડિંડોરે પાણીમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. શિક્ષણ મંત્રીએ પ્રતીકાત્મક ‘ભાજપના વિકાસની નાવ’માં વિકાસના નામે પ્રચાર કર્યો હતો. મહત્વનું છે કે, શિક્ષણ મંત્રીએ દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.


તો સાથે સાથે, શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોરે કડાણા ના રાઠડા બેડ ખાતે જન સંપર્ક કાર્યક્રમનું પણ આયોજન કર્યો હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શિક્ષણ મંત્રીએ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈ પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમણે, કડાણા તાલુકાના રાઠડા, રાયનીયા અને મોટીરાઠ જેવા બેટ વિસ્તારમાં હોડી પર બેસીને પ્રચાર કર્યો હતો. શિક્ષણ મંત્રીએ હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઇ હોળીમાં બેસી કાર્યકરો સાથે અને મોદી પરિવારના રથ સાથે ‘અબકી બાર, 400 કે પાર’ સૂત્રોચ્ચાર સાથે મતદારો સાથે બેઠક કરી હતી અને બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈ વોટ માંગ્યા હતા.

તો સાથે સાથે, શિક્ષણ મંત્રીએ છેલ્લા ઘણા સમયથી હોડી ખેંચી પરિવહન કરતા બેટ વિસ્તારના લોકો માટે પૂલની માંગણી પણ મંજૂર કરાવી હતી. લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી પૂલની કામગીરી શરૂ કરવાનું મતદારોને આશ્વાસન પણ આપ્યું હતું.