ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સાતમી મેના રોજ મતદાનના દિવસે જાહેર રજા, પરિપત્ર બહાર પાડ્યો

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. તે દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે. એટલે કે, સાતમી મેનાં રોજ જાહેર રજા રહેશે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન સાત તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન થઈ જશે. જ્યારે પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ ત્રીજા તબક્કામાં ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે. 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સાતમી મેના રોજ મતદાનના દિવસે જાહેર રજા, પરિપત્ર બહાર પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. તે દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે. એટલે કે, સાતમી મેનાં રોજ જાહેર રજા રહેશે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.


સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી 

આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન સાત તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન થઈ જશે. જ્યારે પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ ત્રીજા તબક્કામાં 

ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.