Gir Somnath News: ઉનામાં ACBની ટ્રેપમાં PSIનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો

ગીર સોમનાથના ઉનામાં ACB ની સફળ ટ્રેપઉના PSI એચ. કે. વરુનો વચેટીયો લાંચ લેતાં ઝડપાયો પ્રોહીબિશન કેસમાં આરોપીને ન મારવા માટે માંગી લાંચ એક તરફ સરકારી તંત્રને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે અને સરકારી અધિકારીઓ તેમાં પણ પોલીસ અધિકારીઓ પોતે લાંચના કીચડમાં ધકેલાયેલા જોવા મળતા હોય છે. ત્યારે આવા તત્વોની શાન ઠેકાણે લાવવાનું કામ કરે છે એન્ટિ કરપ્શન બ્યૂરો. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લા ACB દ્વારા ફરી એકવાર સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા પોલીસ કર્મચારીના વચેટિયાને ઝડપી પાડ્યો છે અને ખાખી પાછળના ભ્રષ્ટ અધિકારીનો ચહેરો સમાજની સામે મૂક્યો છે. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉનાની જ્યાં જિલ્લા ACB દ્વારા ટ્રેપ ગોઠવીને ઉના પોલીસ સ્ટેશનના PSI એચ. કે. વરુના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે, ટ્રેપ માંથી PSI ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કેસની વિગતો એવી છે કે પ્રોહીબિશન કેસમાં આરોપીને માર ન મારવા માટે PSI એચ. કે. વરુ દ્વારા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં, લાંબી રકઝક બાદ લાંચની રકમ 5 લાખથી ઘટાડીને 1 લાખ નક્કી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા જિલ્લા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા ACB દ્વારા ઉનામાં ટ્રેપ ગઠવીને PSIનો વચેટીયો વિજય જેઠવા લાંચની રકમ લેતાં ઝડપાયો હતો જ્યારે PSI એચ. કે. વરુ નાસી છૂટવામાં સફળ થયો હતો.

Gir Somnath News: ઉનામાં ACBની ટ્રેપમાં PSIનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર સોમનાથના ઉનામાં ACB ની સફળ ટ્રેપ
  • ઉના PSI એચ. કે. વરુનો વચેટીયો લાંચ લેતાં ઝડપાયો
  • પ્રોહીબિશન કેસમાં આરોપીને ન મારવા માટે માંગી લાંચ

એક તરફ સરકારી તંત્રને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે અને સરકારી અધિકારીઓ તેમાં પણ પોલીસ અધિકારીઓ પોતે લાંચના કીચડમાં ધકેલાયેલા જોવા મળતા હોય છે. ત્યારે આવા તત્વોની શાન ઠેકાણે લાવવાનું કામ કરે છે એન્ટિ કરપ્શન બ્યૂરો. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લા ACB દ્વારા ફરી એકવાર સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા પોલીસ કર્મચારીના વચેટિયાને ઝડપી પાડ્યો છે અને ખાખી પાછળના ભ્રષ્ટ અધિકારીનો ચહેરો સમાજની સામે મૂક્યો છે.

વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉનાની જ્યાં જિલ્લા ACB દ્વારા ટ્રેપ ગોઠવીને ઉના પોલીસ સ્ટેશનના PSI એચ. કે. વરુના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે, ટ્રેપ માંથી PSI ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

કેસની વિગતો એવી છે કે પ્રોહીબિશન કેસમાં આરોપીને માર ન મારવા માટે PSI એચ. કે. વરુ દ્વારા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં, લાંબી રકઝક બાદ લાંચની રકમ 5 લાખથી ઘટાડીને 1 લાખ નક્કી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા જિલ્લા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા ACB દ્વારા ઉનામાં ટ્રેપ ગઠવીને PSIનો વચેટીયો વિજય જેઠવા લાંચની રકમ લેતાં ઝડપાયો હતો જ્યારે PSI એચ. કે. વરુ નાસી છૂટવામાં સફળ થયો હતો.