સુરત પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાણાકીય વર્ષ 2023-24 માં કેપિટલ કામની બજેટમાં 100 ટકા સિદ્ધિ

Surat Corporation Tax : સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ચૂંટણીની આચાર સંહિતા પહેલા કેપિટલ કામોમાં એક રેકોર્ડ કરી દીધો છે. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર નાણાંકિય વર્ષ 2023-24માં કેપિટલ બજેટમાં 100 ટકા સિધ્ધી હાંસલ કરવામાં આવી છે. જેમાં પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરીના પગલે આ રેકર્ડ થયો છે. આ વર્ષે આ રેકર્ડ થતાં પાલિકાએ સુરતના વિકાસને વધુ ઝડપ આપવા માટે વર્ષ 2024-25 ના બજેટમાં કેપીટલ કામોનો અંદાજ 4212 કરોડ કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2023-24 ના રીવાઈઝ બજેટમાં વિકાસના કામો માટે 3710 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો અને રિવાઈઝ બજેટમાં અંદાજને 3203 કરોડ કરવામાં આવ્યો હતો. આજે નાણાકીય વર્ષ પુરુ થાય તેની પૂર્વ સંઘ્યાએ જ સુરત પાલિકાએ સુધારેલ બજેટનો 100 ટકા ખર્ચ કરી દીધો છે. કમિશનર શાલિની અગ્રવાલ અને તેમની ટીમે વિકાસ કામો પાછળ 3203 કરોડનો ખર્ચ કરીને પાલિકામાં ઈતિહાસ બનાવી દીધો છે. જ્યારે મૂળ બજેટના 86.34 ટકા ખર્ચ કર્યો તે પણ એક રેકર્ડ જ છે. સુરત પાલિકા કમિશનર દ્વારા બજેટમાં વાસ્તવિક પ્રોજેક્ટને જ મહત્વ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બજેટમાં રજૂ કરાયેલા પ્રોજેક્ટ માટે રિવ્યુ બેઠક પણ સતત કરવામાં આવતી હતી જેના કારણે આ વાસ્તવિક સિદ્ધિ હાંસલ કરી છે. પાલિકા કમિશનરે બજેટ જાહેર કર્યું હતું તેના બીજા દિવસથી જ સંકલન બેઠક શરુ કરી દીધી હતી અને તમામ પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન આપીને કામગીરીનો સાપ્તાહિક હિસાબ લેવામાં આવતો હતો. આ ઉપરાંત ભાજપ શાસકો સાથે સંકલન કરીને કરવામાં આવેલી કામગીરીના પગલે સુરત પાલિકાએ નાણાકીય વર્ષમાં રેકર્ડ બ્રેક વિકાસના કામો કર્યા છે. સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બે નાણાકીય વર્ષમાં કેપીટલ કામ પાછળ ભૂતકાળના વર્ષની સરખામણીમાં દર વર્ષે  600 કરોડથી વધુનો ખર્ચ વિકાસના કામો પાછળ કરવામાં આવ્યો છે. સુરત પાલિકાના કેપીટલ કામના રેકર્ડ બ્રેક ખર્ચ પાછળ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું તેનો ફાળો મોટો છે. સુરત પાલિકામાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, લાઇટ અને રસ્તાને લગતી કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં સૌ પ્રથમવાર સને 2019-20, 2020-21 અને 2021-22માં સ્વર્ણિમ યોજના તેમજ આઉટરગ્રોથની ગ્રાન્ટ100 ટકા મળી હોવાથી સુરત શહેરનો વિકાસ ઝડપી બન્યો છે. સુરત પાલિકાના વિકાસ પાછળ ખર્ચવર્ષ             ઓરિજનલ બજેટ        રિવાઈઝ બજેટ               ખર્ચ        ટકાવારી2023-24          3710                            3203                     3203          100

સુરત પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાણાકીય વર્ષ 2023-24 માં કેપિટલ કામની બજેટમાં 100 ટકા સિદ્ધિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



Surat Corporation Tax : સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ચૂંટણીની આચાર સંહિતા પહેલા કેપિટલ કામોમાં એક રેકોર્ડ કરી દીધો છે. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર નાણાંકિય વર્ષ 2023-24માં કેપિટલ બજેટમાં 100 ટકા સિધ્ધી હાંસલ કરવામાં આવી છે. જેમાં પાલિકાના વિવિધ વિભાગો અને ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરીના પગલે આ રેકર્ડ થયો છે. આ વર્ષે આ રેકર્ડ થતાં પાલિકાએ સુરતના વિકાસને વધુ ઝડપ આપવા માટે વર્ષ 2024-25 ના બજેટમાં કેપીટલ કામોનો અંદાજ 4212 કરોડ કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2023-24 ના રીવાઈઝ બજેટમાં વિકાસના કામો માટે 3710 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો અને રિવાઈઝ બજેટમાં અંદાજને 3203 કરોડ કરવામાં આવ્યો હતો. આજે નાણાકીય વર્ષ પુરુ થાય તેની પૂર્વ સંઘ્યાએ જ સુરત પાલિકાએ સુધારેલ બજેટનો 100 ટકા ખર્ચ કરી દીધો છે. કમિશનર શાલિની અગ્રવાલ અને તેમની ટીમે વિકાસ કામો પાછળ 3203 કરોડનો ખર્ચ કરીને પાલિકામાં ઈતિહાસ બનાવી દીધો છે. જ્યારે મૂળ બજેટના 86.34 ટકા ખર્ચ કર્યો તે પણ એક રેકર્ડ જ છે. 

સુરત પાલિકા કમિશનર દ્વારા બજેટમાં વાસ્તવિક પ્રોજેક્ટને જ મહત્વ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બજેટમાં રજૂ કરાયેલા પ્રોજેક્ટ માટે રિવ્યુ બેઠક પણ સતત કરવામાં આવતી હતી જેના કારણે આ વાસ્તવિક સિદ્ધિ હાંસલ કરી છે. પાલિકા કમિશનરે બજેટ જાહેર કર્યું હતું તેના બીજા દિવસથી જ સંકલન બેઠક શરુ કરી દીધી હતી અને તમામ પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન આપીને કામગીરીનો સાપ્તાહિક હિસાબ લેવામાં આવતો હતો. આ ઉપરાંત ભાજપ શાસકો સાથે સંકલન કરીને કરવામાં આવેલી કામગીરીના પગલે સુરત પાલિકાએ નાણાકીય વર્ષમાં રેકર્ડ બ્રેક વિકાસના કામો કર્યા છે. સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બે નાણાકીય વર્ષમાં કેપીટલ કામ પાછળ ભૂતકાળના વર્ષની સરખામણીમાં દર વર્ષે  600 કરોડથી વધુનો ખર્ચ વિકાસના કામો પાછળ કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના કેપીટલ કામના રેકર્ડ બ્રેક ખર્ચ પાછળ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું તેનો ફાળો મોટો છે. સુરત પાલિકામાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, લાઇટ અને રસ્તાને લગતી કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. 

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં સૌ પ્રથમવાર સને 2019-20, 2020-21 અને 2021-22માં સ્વર્ણિમ યોજના તેમજ આઉટરગ્રોથની ગ્રાન્ટ100 ટકા મળી હોવાથી સુરત શહેરનો વિકાસ ઝડપી બન્યો છે. 

સુરત પાલિકાના વિકાસ પાછળ ખર્ચ

વર્ષ             ઓરિજનલ બજેટ        રિવાઈઝ બજેટ               ખર્ચ        ટકાવારી

2023-24          3710                            3203                     3203          100