Ahmedabadમાં ગરમી વચ્ચે AMCના સ્પ્રીંકલર પ્રોજેક્ટનું થયું સૂરસૂરિયું

ચાર રસ્તાઓ પર મૂકાયેલી સ્પ્રીંકલર સિસ્ટમ બંધ અમદાવાદમાં સ્પ્રીંકલર પ્રોજેક્ટ ફેલ થતા લોકોમાં રોષ પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થયા અમદાવાદમાં AMCનો હિટ એક્શન પ્લાન ફરી ફેલ કે શું ? અમદાવાદના ચાર રસ્તાઓ પર મૂકવામાં આવેલ સ્પ્રીંકલર સિસ્ટમ બંધ થતા પાયલોટ પ્રોજેક્ટ ફેલ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.અમદાવાદના ચાર ચાર રસ્તાઓ પર મૂકવામાં આવી હતી સ્પ્રીંકલર સિસ્ટમ,તો સ્પ્રીંકલર સિસ્ટમનો પ્લાન ફેલ થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.સ્પ્રીંકલર સિસ્ટમમાં પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ જતા અધિકારીઓ પણ ચિંતામાં મૂકયા છે,હાલ અમદાવાદીઓને આ સિસ્ટમનો નહી મળી શકે લાભ.કયા લગાવ્યા હતા સ્પ્રીંકલર અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં 44 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત બીટ ધ હીટ હેઠળ નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે શહેરમાં આવેલા ચાર રસ્તા ઉપર વોટર સ્પ્રીંકલર લગાવ્યા હતા. કાંકરિયા, પુષ્પકુંજ ચાર રસ્તા, શાહલમ ચાર રસ્તા અને મણીનગર આવકાર હોલ ચાર રસ્તા એમ ત્રણ જગ્યાએ લગાવેલા વોટર સ્પ્રીંકલર બંધ હાલતમાં છે. ટ્રાફિક સિગ્નલ બંધ થતા વોટર સ્પ્રીંકલર બંધ કરાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરનું કહેવું છે કે,મણિનગર આવકાર હોલ, પુષ્પકુંજ ચાર રસ્તા અને શાહઆલમ ચાર રસ્તા પાસે જે વોટર સ્પ્રીંકલર લગાવવામાં આવ્યા હતા તેમાં મણીનગર અને પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર બપોરના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પ્રીંકલર બંધ કરવામાં આવ્યા છે.જ્યારે શાહઆલમ વિસ્તારમાં વોટર સ્પ્રીંકલર માટે જે મોટર લગાવવામાં આવી હતી જે બેથી ત્રણ વખત ચોરાય જવાની ઘટના બની હતી. વોટર સ્પ્રીંકલર શરૂ હોત તો નાગરિકોને રાહત મળી શકત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ દરમિયાન નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે ખૂબ જ સારો આ ઉપાય શરૂ તો કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીરતાથી જો સારી સુવિધા ઉપલબ્ધ કરાવી હોત તો નાગરિકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી શકી હોત. જે રીતે મોટર ચોરાવવાની ઘટના અને બપોર કરતાં સવારે અને મોડી સાંજે પણ જો સ્પ્રીંકલર શરૂ હોત તો નાગરિકોને ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે.

Ahmedabadમાં ગરમી વચ્ચે AMCના સ્પ્રીંકલર પ્રોજેક્ટનું થયું સૂરસૂરિયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાર રસ્તાઓ પર મૂકાયેલી સ્પ્રીંકલર સિસ્ટમ બંધ
  • અમદાવાદમાં સ્પ્રીંકલર પ્રોજેક્ટ ફેલ થતા લોકોમાં રોષ
  • પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થયા

અમદાવાદમાં AMCનો હિટ એક્શન પ્લાન ફરી ફેલ કે શું ? અમદાવાદના ચાર રસ્તાઓ પર મૂકવામાં આવેલ સ્પ્રીંકલર સિસ્ટમ બંધ થતા પાયલોટ પ્રોજેક્ટ ફેલ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.અમદાવાદના ચાર ચાર રસ્તાઓ પર મૂકવામાં આવી હતી સ્પ્રીંકલર સિસ્ટમ,તો સ્પ્રીંકલર સિસ્ટમનો પ્લાન ફેલ થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.સ્પ્રીંકલર સિસ્ટમમાં પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ જતા અધિકારીઓ પણ ચિંતામાં મૂકયા છે,હાલ અમદાવાદીઓને આ સિસ્ટમનો નહી મળી શકે લાભ.

કયા લગાવ્યા હતા સ્પ્રીંકલર

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં 44 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત બીટ ધ હીટ હેઠળ નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે શહેરમાં આવેલા ચાર રસ્તા ઉપર વોટર સ્પ્રીંકલર લગાવ્યા હતા. કાંકરિયા, પુષ્પકુંજ ચાર રસ્તા, શાહલમ ચાર રસ્તા અને મણીનગર આવકાર હોલ ચાર રસ્તા એમ ત્રણ જગ્યાએ લગાવેલા વોટર સ્પ્રીંકલર બંધ હાલતમાં છે.

ટ્રાફિક સિગ્નલ બંધ થતા વોટર સ્પ્રીંકલર બંધ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરનું કહેવું છે કે,મણિનગર આવકાર હોલ, પુષ્પકુંજ ચાર રસ્તા અને શાહઆલમ ચાર રસ્તા પાસે જે વોટર સ્પ્રીંકલર લગાવવામાં આવ્યા હતા તેમાં મણીનગર અને પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર બપોરના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પ્રીંકલર બંધ કરવામાં આવ્યા છે.જ્યારે શાહઆલમ વિસ્તારમાં વોટર સ્પ્રીંકલર માટે જે મોટર લગાવવામાં આવી હતી જે બેથી ત્રણ વખત ચોરાય જવાની ઘટના બની હતી.

વોટર સ્પ્રીંકલર શરૂ હોત તો નાગરિકોને રાહત મળી શકત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ દરમિયાન નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે ખૂબ જ સારો આ ઉપાય શરૂ તો કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીરતાથી જો સારી સુવિધા ઉપલબ્ધ કરાવી હોત તો નાગરિકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળી શકી હોત. જે રીતે મોટર ચોરાવવાની ઘટના અને બપોર કરતાં સવારે અને મોડી સાંજે પણ જો સ્પ્રીંકલર શરૂ હોત તો નાગરિકોને ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે.