Rajkot અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો,TP રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈ નોટીસનો ઉલ્લેખ

રાજકોટ TP શાખાનો સૌથી મોટો પુરાવા સંદેશ ન્યૂઝ પર સંદેશ ન્યૂઝને હાથ લાગ્યું TP શાખાનું રજિસ્ટર બાંધકામને તોડી નાખવા ફાઇનલ નોટિસનો ઉલ્લેખ રાજકોટ અગ્નિકાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે,સંદેશ ન્યૂઝ પાસે જે માહિતી સામે આવી છે તેમાં સામે આવ્યું છે કે,11-04-2023ના રોજ ગેમઝોનના બાંધકામને તોડવાની મંજૂરી અપાઈ હતી તેમ છત્તા બાંધકામ તોડાયુ ન હતુ.TPO અને ATPOની રહેમ નજર હેઠળ આ ગેમઝોન ચાલી રહ્યો હતો.બીજી તરફ રજિસ્ટરમાં ગેરકાયદેસર બાંધકામને લઈ નોટિસનો ઉલ્લેખ પણ કરાયો છે.TRP ગેમઝોનને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યાના પુરાવા સંદેશ ન્યૂઝ સામે આવ્યા છે. સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે ફરમાવાયો મનાઈ હુકમ એપ્રિલ 2023માં ગેમઝોન તોડી નાખવાનો આદેશ અપાયો હતો ,મહત્વની વાત તો એ છે કે કોણે ખેલ કર્યો? કોણે રૂપિયા લીધા? અને ગેમઝોન ધમધમતો રહ્યો,સરકારી નોટીસ હોવા છતાં TP શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી.તો બાંધકામની ફાઈલ અંતિમ મહોર માટે મ્યુનિસિપલ કમિશનર પાસે જતી હોય છે.તો મ્યુનિસિપલ કમિશનરે પણ આ વાતનું ધ્યાન નહી આપ્યું હોય તે પણ એક સવાલ છે.રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર કેસમાં એસઆઈટીની નિમણુંક રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમમાં વડા સુભાષ ત્રિવેદી, કમિશનર ટેક્નિકલ એજ્યુકેશન બંછાનિધી પાની, એફએસએલ ડાયરેક્ટર એચ.પી. સંઘવી, અમદાવાદ ચીફ ફાયર ઓફિસર જે.એન. ખાડિયા અને સુપરિટેન્ડિંગ એન્જિનિયર રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એમ.બી. દેસાઈનો સમાવેશ થાય છે. સુભાષ ત્રિવેદી અને એચ.પી. સંધવી ગાંધીનગર આવી ગયા છે અને ડીજી ઓફિસમાં લાગતા વળગાં અધિકારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદ પણ થઈ છે કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પ્રજ્ઞેશ બી. ત્રાજીયાએ ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 6 શખસ અને તપાસમાં ખૂલે એ શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે IPC કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી કલમો જોતા આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.

Rajkot અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો,TP રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈ નોટીસનો ઉલ્લેખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TP શાખાનો સૌથી મોટો પુરાવા સંદેશ ન્યૂઝ પર
  • સંદેશ ન્યૂઝને હાથ લાગ્યું TP શાખાનું રજિસ્ટર
  • બાંધકામને તોડી નાખવા ફાઇનલ નોટિસનો ઉલ્લેખ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે,સંદેશ ન્યૂઝ પાસે જે માહિતી સામે આવી છે તેમાં સામે આવ્યું છે કે,11-04-2023ના રોજ ગેમઝોનના બાંધકામને તોડવાની મંજૂરી અપાઈ હતી તેમ છત્તા બાંધકામ તોડાયુ ન હતુ.TPO અને ATPOની રહેમ નજર હેઠળ આ ગેમઝોન ચાલી રહ્યો હતો.બીજી તરફ રજિસ્ટરમાં ગેરકાયદેસર બાંધકામને લઈ નોટિસનો ઉલ્લેખ પણ કરાયો છે.TRP ગેમઝોનને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યાના પુરાવા સંદેશ ન્યૂઝ સામે આવ્યા છે.

સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે ફરમાવાયો મનાઈ હુકમ

એપ્રિલ 2023માં ગેમઝોન તોડી નાખવાનો આદેશ અપાયો હતો ,મહત્વની વાત તો એ છે કે કોણે ખેલ કર્યો? કોણે રૂપિયા લીધા? અને ગેમઝોન ધમધમતો રહ્યો,સરકારી નોટીસ હોવા છતાં TP શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી.તો બાંધકામની ફાઈલ અંતિમ મહોર માટે મ્યુનિસિપલ કમિશનર પાસે જતી હોય છે.તો મ્યુનિસિપલ કમિશનરે પણ આ વાતનું ધ્યાન નહી આપ્યું હોય તે પણ એક સવાલ છે.રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ કરાયો છે.


સમગ્ર કેસમાં એસઆઈટીની નિમણુંક

રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમમાં વડા સુભાષ ત્રિવેદી, કમિશનર ટેક્નિકલ એજ્યુકેશન બંછાનિધી પાની, એફએસએલ ડાયરેક્ટર એચ.પી. સંઘવી, અમદાવાદ ચીફ ફાયર ઓફિસર જે.એન. ખાડિયા અને સુપરિટેન્ડિંગ એન્જિનિયર રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એમ.બી. દેસાઈનો સમાવેશ થાય છે. સુભાષ ત્રિવેદી અને એચ.પી. સંધવી ગાંધીનગર આવી ગયા છે અને ડીજી ઓફિસમાં લાગતા વળગાં અધિકારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદ પણ થઈ છે

કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પ્રજ્ઞેશ બી. ત્રાજીયાએ ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 6 શખસ અને તપાસમાં ખૂલે એ શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે IPC કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી કલમો જોતા આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.