Surendranagar: શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે CM સરોડીના અતિથિ બનશે

તા. 28મીએ સવારે 8થી 1-30 સુધી મુખ્યમંત્રી શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરાવશેસુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા.26થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થનાર છેથાન તાલુકા ગ્રામ્યમાં મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાતી તડામાર તૈયારીઓ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આજે તા.26મીથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે પ્રવેશોત્સવના અંતીમ દિવસે તા. 28મીએ મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. થાન તાલુકાના સરોડી ગામની 3500 આસપાસ વસ્તી છે. ગામની પ્રાથમીક શાળામાં વર્ષ 2004માં દંપતી આચાર્ય તરીકે કેતન ગદાણી અને શિક્ષક તરીકે દીપ્તીબેન ગદાણી શાળામાં જોડાયા હતા. ત્યારથી શાળાના કાયાપલટની શરૂઆત કરાઈ હતી. શાળાના બાળકોને નિયમિત અભ્યાસ, રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં શાળાના બાળકોનો સારો દેખાવ રહ્યો હતો. દીપ્તીબેન ગદાણીએ શાળામાં 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વીતરણ કર્યુ હતુ. જયારે શાળામાં કીચન ગાર્ડન, ઔષધીય રોપાના વાવેતરના લીધે વિશ્વ પર્યારવણ દિવસે રાજયની ટોપ-પ સ્કૂલમાં સરોડી શાળાનો સમાવેશ થયો હતો અને એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત શિક્ષક દિને કેતન ગદાણીને શ્રોષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાયો હતો. આજથી ત્રિદિવસીય પ્રવેશોત્સવની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા.26થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થનાર છે. જેમાં આજે બુધવારે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય સવારે 8 થી 9-30 દરમીયાન વઢવાણના મોટા મઢાદ, 10 થી 11-30 દરમીયાન રામપરા પ્રાથમીક શાળા અને બપોરે 12થી 1-30 દરમીયાન રામપરા હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવશે. વીડિયો કોન્ફરન્સ યોજાઈ સમગ્ર રાજયમાં પ્રવેશોત્સવને લઈને રાજયના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના અધીકારીઓની એક વીડીયો કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં યોજાયેલ બેઠકમાં કલેકટર કે.સી.સંપત, ડીએસપી ડો. ગીરીશ પંડયા, અધીક કલેકટર આર.કે.ઓઝા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surendranagar: શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે CM સરોડીના અતિથિ બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તા. 28મીએ સવારે 8થી 1-30 સુધી મુખ્યમંત્રી શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરાવશે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા.26થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થનાર છે
  • થાન તાલુકા ગ્રામ્યમાં મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાતી તડામાર તૈયારીઓ

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આજે તા.26મીથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે પ્રવેશોત્સવના અંતીમ દિવસે તા. 28મીએ મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવી રહ્યા છે.

જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે.

થાન તાલુકાના સરોડી ગામની 3500 આસપાસ વસ્તી છે. ગામની પ્રાથમીક શાળામાં વર્ષ 2004માં દંપતી આચાર્ય તરીકે કેતન ગદાણી અને શિક્ષક તરીકે દીપ્તીબેન ગદાણી શાળામાં જોડાયા હતા. ત્યારથી શાળાના કાયાપલટની શરૂઆત કરાઈ હતી. શાળાના બાળકોને નિયમિત અભ્યાસ, રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં શાળાના બાળકોનો સારો દેખાવ રહ્યો હતો. દીપ્તીબેન ગદાણીએ શાળામાં 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વીતરણ કર્યુ હતુ. જયારે શાળામાં કીચન ગાર્ડન, ઔષધીય રોપાના વાવેતરના લીધે વિશ્વ પર્યારવણ દિવસે રાજયની ટોપ-પ સ્કૂલમાં સરોડી શાળાનો સમાવેશ થયો હતો અને એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત શિક્ષક દિને કેતન ગદાણીને શ્રોષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાયો હતો.

આજથી ત્રિદિવસીય પ્રવેશોત્સવની શરૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા.26થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થનાર છે. જેમાં આજે બુધવારે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય સવારે 8 થી 9-30 દરમીયાન વઢવાણના મોટા મઢાદ, 10 થી 11-30 દરમીયાન રામપરા પ્રાથમીક શાળા અને બપોરે 12થી 1-30 દરમીયાન રામપરા હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવશે.

વીડિયો કોન્ફરન્સ યોજાઈ

સમગ્ર રાજયમાં પ્રવેશોત્સવને લઈને રાજયના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના અધીકારીઓની એક વીડીયો કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં યોજાયેલ બેઠકમાં કલેકટર કે.સી.સંપત, ડીએસપી ડો. ગીરીશ પંડયા, અધીક કલેકટર આર.કે.ઓઝા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.