જામનગરના હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા 5 જવાનોને ચૂંટણી ફરજમાં બેદરકારી બદલ બરતરફ કરાયા

image : SocialmediaJamnagar Home Guard Jawan Suspended : જામનગરના હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા પાંચ હોમગાર્ડના જવાનો કે જેઓ પરેડ તેમજ ચૂંટણી ફરજમાં ગેરહાજર રહી બેદરકારી દાખવી હોવાથી પાંચેય સામે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા બરતરફીનું પગલું ભરવામાં આવ્યું છે. જેને લઈને હોમગાર્ડ દળમાં ભારે હલચલ મચી ગઈ છે. જામનગર તાલુકા હોમગાર્ડ યુનિટના જવાન એજાજ રફિકભાઈ માકડીયા, સિક્કા યુનિટના જવાન જીતેન્દ્ર જે.રાઠવા, સિટી એ.યુનિટના જવાન મુકેશ રતિલાલ વડગામા અને હાર્દિક શૈલેષભાઈ મકવાણા, તથા સીટી બી.યુનિટના સુનીલ જી.દાઉદીયા કે જે પાંચેયને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એડવોકેટ ગીરીશ એલ.સરવૈયા દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. જેઓને મળેલા હોમગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6-(બ), (1) મુજબ પાંચેય સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 ના અંત સુધી દરમિયાન જે હોમગાર્ડના જવાનોની પરેડની તાલીમ 50 ટકા થઇ છે, તેઓની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી બરતરફી સુધી શિક્ષા કરવામાં આવશે તેમ જણાવાયું છે.

જામનગરના હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા 5 જવાનોને ચૂંટણી ફરજમાં બેદરકારી બદલ બરતરફ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Socialmedia

Jamnagar Home Guard Jawan Suspended : જામનગરના હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા પાંચ હોમગાર્ડના જવાનો કે જેઓ પરેડ તેમજ ચૂંટણી ફરજમાં ગેરહાજર રહી બેદરકારી દાખવી હોવાથી પાંચેય સામે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા બરતરફીનું પગલું ભરવામાં આવ્યું છે. જેને લઈને હોમગાર્ડ દળમાં ભારે હલચલ મચી ગઈ છે.

 જામનગર તાલુકા હોમગાર્ડ યુનિટના જવાન એજાજ રફિકભાઈ માકડીયા, સિક્કા યુનિટના જવાન જીતેન્દ્ર જે.રાઠવા, સિટી એ.યુનિટના જવાન મુકેશ રતિલાલ વડગામા અને હાર્દિક શૈલેષભાઈ મકવાણા, તથા સીટી બી.યુનિટના સુનીલ જી.દાઉદીયા કે જે પાંચેયને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એડવોકેટ ગીરીશ એલ.સરવૈયા દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે.

 જેઓને મળેલા હોમગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6-(બ), (1) મુજબ પાંચેય સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 ના અંત સુધી દરમિયાન જે હોમગાર્ડના જવાનોની પરેડની તાલીમ 50 ટકા થઇ છે, તેઓની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી બરતરફી સુધી શિક્ષા કરવામાં આવશે તેમ જણાવાયું છે.