Ahmedabad:વૃક્ષારોપણ કરવા ગયેલા BJPના કોર્પોરેટરોને લોકોએ ભગાડ્યા,કહ્યું ચૂંટણી સમયે જ દેખાય છે

AMCના 3 કોર્પોરેટરોએ લોકોના સવાલથી ચાલતી પકડી, પ્રશ્નના કોઈ જવાબ તેમની પાસે નહીંકોર્પોરેટર દશરથ પટેલ, ભાવિની પંચાલ અને ગીતા પટેલને ભાગવું પડ્યું સ્થાનિકોએ રજુઆત કરતા જવાબ આપવાના બદલે સ્થળ છોડી રવાના થયા કોર્પોરેટર અમદાવાદના ચેનપુરમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેટરોને ઉભી પુંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. વૃક્ષારોપણ કરવા ગયેલા 3 કોર્પોરેટરને લોકોએના સવાલોથી ભાગી જવું પડ્યુ હતું. ભાજપના 3 કોર્પોરેટરને ગામના સ્થાનિક લોકોએ અલગ અલગ સમસ્યાઓને લઈ પ્રશ્નો કર્યા હતા અને તેના કોઈ જવાબ કોર્પોરેટર પાસે નહતા. સમસ્યાઓના કોઈ જવાબ ન હોવાથી કોર્પોરેટરોએ વિલા મોઢે ત્યાંથી ભાગી જવું પડ્યું કોર્પોરેટર દશરથ પટેલ, ભાવિની પંચાલ અને ગીતા પટેલ પાસે લોકોની સમસ્યાઓના કોઈ જવાબ ન હોવાથી વિલા મોઢે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. ત્યારે આ મામલે ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી ચેનપુર ગામ કોર્પોરેશનમાં ભળી ગયુ છે પણ અત્યાર સુધી ગામના તળાવનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી. ચૂંટણી નજીક આવે ત્યારે જ કોર્પોરેટરો વિસ્તારમાં જોવા મળતા હોય છે: સ્થાનિકો કોર્પોરેટરો માત્ર ચૂંટણી નજીક આવે ત્યારે જ વિસ્તારમાં જોવા મળતા હોય છે, તે સિવાય તેમને આ વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યાઓ સાંભળવાનો કોઈ સમય હોતો નથી. તેઓ આજે પણ અહીં માત્ર વૃક્ષારોપણ કરવાના બહાને ફોટો પડાવવા માટે આવ્યા હતા પણ સ્થાનિકોએ તેમને સમસ્યાઓની રજૂઆતો કરતા તેઓએ અહીંથી ચાલતી પકડી હતી.

Ahmedabad:વૃક્ષારોપણ કરવા ગયેલા BJPના કોર્પોરેટરોને લોકોએ ભગાડ્યા,કહ્યું ચૂંટણી સમયે જ દેખાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCના 3 કોર્પોરેટરોએ લોકોના સવાલથી ચાલતી પકડી, પ્રશ્નના કોઈ જવાબ તેમની પાસે નહીં
  • કોર્પોરેટર દશરથ પટેલ, ભાવિની પંચાલ અને ગીતા પટેલને ભાગવું પડ્યું
  • સ્થાનિકોએ રજુઆત કરતા જવાબ આપવાના બદલે સ્થળ છોડી રવાના થયા કોર્પોરેટર

અમદાવાદના ચેનપુરમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેટરોને ઉભી પુંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. વૃક્ષારોપણ કરવા ગયેલા 3 કોર્પોરેટરને લોકોએના સવાલોથી ભાગી જવું પડ્યુ હતું. ભાજપના 3 કોર્પોરેટરને ગામના સ્થાનિક લોકોએ અલગ અલગ સમસ્યાઓને લઈ પ્રશ્નો કર્યા હતા અને તેના કોઈ જવાબ કોર્પોરેટર પાસે નહતા.

સમસ્યાઓના કોઈ જવાબ ન હોવાથી કોર્પોરેટરોએ વિલા મોઢે ત્યાંથી ભાગી જવું પડ્યું

કોર્પોરેટર દશરથ પટેલ, ભાવિની પંચાલ અને ગીતા પટેલ પાસે લોકોની સમસ્યાઓના કોઈ જવાબ ન હોવાથી વિલા મોઢે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. ત્યારે આ મામલે ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી ચેનપુર ગામ કોર્પોરેશનમાં ભળી ગયુ છે પણ અત્યાર સુધી ગામના તળાવનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી.

ચૂંટણી નજીક આવે ત્યારે જ કોર્પોરેટરો વિસ્તારમાં જોવા મળતા હોય છે: સ્થાનિકો

કોર્પોરેટરો માત્ર ચૂંટણી નજીક આવે ત્યારે જ વિસ્તારમાં જોવા મળતા હોય છે, તે સિવાય તેમને આ વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યાઓ સાંભળવાનો કોઈ સમય હોતો નથી. તેઓ આજે પણ અહીં માત્ર વૃક્ષારોપણ કરવાના બહાને ફોટો પડાવવા માટે આવ્યા હતા પણ સ્થાનિકોએ તેમને સમસ્યાઓની રજૂઆતો કરતા તેઓએ અહીંથી ચાલતી પકડી હતી.