Ahmedabad News: નળ સરોવરમાં ભરઉનાળામાં ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો

નળ સરોવરમાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોનો જોવા મળ્યા આ સરોવર વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભરઉનાળે પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા પંથકમાં આવેલું પક્ષી અભયારણ્ય વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. અહીં દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી શિયાળાના સમય દરમિયાન વિશ્વના અનેક દેશોમાંથી વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. આ સરોવર વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે ચારથી પાંચ મહિના જેટલો સમય નળ સરોવરમાં વિતાવવા બાદ તેઓ પોતાના દેશમાં પરત ફરી જાય છે. પરંતુ આ વખતે ભરઉનાળામાં પણ નળ સરોવરના નાની મજેઠી તેમજ વડલા પંથકમાં લેઝર અને ગ્રેટર પક્ષીઓ ફ્લેમિંગોનો જમાવડો જોવા મળી રહ્યો છે. નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી 4 (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે પરંતુ 60% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય 12,000 હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છેઆ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે.

Ahmedabad News: નળ સરોવરમાં ભરઉનાળામાં ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નળ સરોવરમાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોનો જોવા મળ્યા
  • આ સરોવર વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે
  • સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભરઉનાળે પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા પંથકમાં આવેલું પક્ષી અભયારણ્ય વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. અહીં દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી શિયાળાના સમય દરમિયાન વિશ્વના અનેક દેશોમાંથી વિદેશી પક્ષીઓ મહેમાન બને છે.


આ સરોવર વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે

ચારથી પાંચ મહિના જેટલો સમય નળ સરોવરમાં વિતાવવા બાદ તેઓ પોતાના દેશમાં પરત ફરી જાય છે. પરંતુ આ વખતે ભરઉનાળામાં પણ નળ સરોવરના નાની મજેઠી તેમજ વડલા પંથકમાં લેઝર અને ગ્રેટર પક્ષીઓ ફ્લેમિંગોનો જમાવડો જોવા મળી રહ્યો છે. નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી 4 (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે.


આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે

આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે પરંતુ 60% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય 12,000 હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે

આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે.