Vadodaraમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઈ સ્થાનિકોનો વિરોધ

વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ રેસકોર્સ સર્કલ ખાતે બેનરો સાથે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ સ્માર્ટ મીટર લાગ્યા બાદ 4 ગણું બીલ આવે છે તેવી ફરિયાદ વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે,રેસકોર્સ સર્કલ ખાતે કોંગ્રેસ,આપ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બીલ આવે છે,MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવા સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે અને નારા લગાવ્યા છે કે,જુના મીટર પાછા આપો.ગઈકાલે સુભાનપુરા વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું. આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે. આવા સ્માર્ટ મીટરના કારણે ત્રણથી ચાર ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1 ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે. પરંતુ માઇનસમાં વીજબિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે. ગઈકાલે પુરવઠો બંધ થતા થયો હોબાળો હાલ શહેરમાં 27 હજાર જેટલા સ્માર્ટ મીટરો લગાવાયા છે. ડે.ઈજનેર પી.એ.કદમે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાયો છે. તેથી અમે કંઈ કહી શકીએ નહીં, ફતેગંજ અને નિઝામપુરામા 400 ગ્રાહકોનો ચાર્જ ન થવાના કારણે પુરવઠો બંધ થયો હતો. પાદરામાં પણ બિલમાં ચાર ગણો વધારાનો આક્ષેપ પાદરામાં MGVCL દ્વારા હાલ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જે મીટર વપરાશમાં ચાર ગણો વપરાશ થતો હોવાના અક્ષેપો સાથે ગ્રાહકો પાદરા વીજ કંપનીમાં હોબાળો મચાવી બેસી જતા ચકચાર મચી હતી. વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવેલા છે. જેમાં સ્માર્ટ મીટરમાં ચાર ગણો વપરાશ બતાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. જેની સામે પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપની સામે ભારે વિરોધ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી. તંત્ર મુઝવણમા મુકાયું MGVCLની વિભાગ-1ની કચેરી ખાતે ગ્રાહકો બેસી ગયા હતા. વિરોધ કરી જુના મીટરો પરત કરવાની માગ કરી હતી. આક્રોશ સાથે ભારે સુત્રોચ્ચાર કરી વીજ કંપની ગજવી હતી. સ્માર્ટ મીટરનો રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે. જેમાં વડોદરા શહેરમાં ત્રણ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે પાદરા નગરમાં હવે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા MGVCL પણ મુંઝવણમાં મુકાઈ ગઇ છે.

Vadodaraમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઈ સ્થાનિકોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ
  • રેસકોર્સ સર્કલ ખાતે બેનરો સાથે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
  • સ્માર્ટ મીટર લાગ્યા બાદ 4 ગણું બીલ આવે છે તેવી ફરિયાદ

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે,રેસકોર્સ સર્કલ ખાતે કોંગ્રેસ,આપ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બીલ આવે છે,MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવા સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે અને નારા લગાવ્યા છે કે,જુના મીટર પાછા આપો.

ગઈકાલે સુભાનપુરા વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ

સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું. આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે. આવા સ્માર્ટ મીટરના કારણે ત્રણથી ચાર ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1 ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે. પરંતુ માઇનસમાં વીજબિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે.


ગઈકાલે પુરવઠો બંધ થતા થયો હોબાળો

હાલ શહેરમાં 27 હજાર જેટલા સ્માર્ટ મીટરો લગાવાયા છે. ડે.ઈજનેર પી.એ.કદમે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાયો છે. તેથી અમે કંઈ કહી શકીએ નહીં, ફતેગંજ અને નિઝામપુરામા 400 ગ્રાહકોનો ચાર્જ ન થવાના કારણે પુરવઠો બંધ થયો હતો.

પાદરામાં પણ બિલમાં ચાર ગણો વધારાનો આક્ષેપ

પાદરામાં MGVCL દ્વારા હાલ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જે મીટર વપરાશમાં ચાર ગણો વપરાશ થતો હોવાના અક્ષેપો સાથે ગ્રાહકો પાદરા વીજ કંપનીમાં હોબાળો મચાવી બેસી જતા ચકચાર મચી હતી. વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવેલા છે. જેમાં સ્માર્ટ મીટરમાં ચાર ગણો વપરાશ બતાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. જેની સામે પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપની સામે ભારે વિરોધ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

તંત્ર મુઝવણમા મુકાયું

MGVCLની વિભાગ-1ની કચેરી ખાતે ગ્રાહકો બેસી ગયા હતા. વિરોધ કરી જુના મીટરો પરત કરવાની માગ કરી હતી. આક્રોશ સાથે ભારે સુત્રોચ્ચાર કરી વીજ કંપની ગજવી હતી. સ્માર્ટ મીટરનો રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે. જેમાં વડોદરા શહેરમાં ત્રણ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે પાદરા નગરમાં હવે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા MGVCL પણ મુંઝવણમાં મુકાઈ ગઇ છે.