Rajkot મનપાના TPO સાગઠીયાનુ ફાર્મહાઉસ બાદ ભવ્ય બંગલો આવ્યો સામે

સાગઠીયાનો પગાર રૂ.75, 000 અને સંપત્તિ કરોડોની એમ.ડી.સાગઠીયા પાસે કરોડોની કિંમતના બંગલા યુનિવર્સિટી રોડ ઉપર બની રહ્યો છે કરોડોનો બંગલો રાજકોટ અગ્નિકાંડ બાદ પોલીસ અને તંત્રની તપાસનો ધમધમાટ શરૂ થયો છે,ત્યારે રાજકોટ મનપાના TPO સાગઠીયાની બેનામી સંપતિ ધીમે ધીમે બહાર આવી રહી છે,પહેલા કરોડોનુ ફાર્મ હાઉસ સામે આવ્યું ત્યારબાદ હવે યુનિવર્સિટી રોડ પર બંગલો બની રહ્યો છે,તે સામે આવ્યો છે, હાલ તો આ બંગલાનું કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે.સાગઠીયાની ધરપકડ બાદ તેની અપ્રમાણસર મિલકતો હોવાનો ખુલાસો સામે આવશે. ACBના અલગ-અલગ જગ્યાએ દરોડા રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટાચારી બાબુઓને ત્યાં ત્રાટક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડયા હતા. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. સાગઠીયાના ઘરે પણ કરાયા દરોડા સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડયાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે.એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. સાગઠીયા આપી રહ્યો હતો માર્ગદર્શન ટીપીઓ સાગઠિયા અને એટીપીઓ મકવાણાએ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટિસ આપ્યા બાદ તેની સામે કોઇ કાર્યવાહી કરી નહોતી. આના બદલામાં બંને અધિકારીઓએ ગેમ ઝોનના સંચાલકો પાસેથી પોતાનો સ્વાર્થ સંતોષ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એટલું જ નહીં નોટીસ મળ્યા બાદ ગેમ ઝોનના સંચાલકોએ મંજૂરી માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. મંજૂરી મેળવી લેવાનું માર્ગદર્શન સાગઠિયાએ આપ્યાનું પણ જાણકારો માની રહ્યા છે.

Rajkot મનપાના TPO સાગઠીયાનુ ફાર્મહાઉસ બાદ ભવ્ય બંગલો આવ્યો સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાગઠીયાનો પગાર રૂ.75, 000 અને સંપત્તિ કરોડોની
  • એમ.ડી.સાગઠીયા પાસે કરોડોની કિંમતના બંગલા
  • યુનિવર્સિટી રોડ ઉપર બની રહ્યો છે કરોડોનો બંગલો

રાજકોટ અગ્નિકાંડ બાદ પોલીસ અને તંત્રની તપાસનો ધમધમાટ શરૂ થયો છે,ત્યારે રાજકોટ મનપાના TPO સાગઠીયાની બેનામી સંપતિ ધીમે ધીમે બહાર આવી રહી છે,પહેલા કરોડોનુ ફાર્મ હાઉસ સામે આવ્યું ત્યારબાદ હવે યુનિવર્સિટી રોડ પર બંગલો બની રહ્યો છે,તે સામે આવ્યો છે, હાલ તો આ બંગલાનું કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે.સાગઠીયાની ધરપકડ બાદ તેની અપ્રમાણસર મિલકતો હોવાનો ખુલાસો સામે આવશે.

ACBના અલગ-અલગ જગ્યાએ દરોડા

રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટાચારી બાબુઓને ત્યાં ત્રાટક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડયા હતા. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે.


સાગઠીયાના ઘરે પણ કરાયા દરોડા

સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડયાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે.એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે.


સાગઠીયા આપી રહ્યો હતો માર્ગદર્શન

ટીપીઓ સાગઠિયા અને એટીપીઓ મકવાણાએ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટિસ આપ્યા બાદ તેની સામે કોઇ કાર્યવાહી કરી નહોતી. આના બદલામાં બંને અધિકારીઓએ ગેમ ઝોનના સંચાલકો પાસેથી પોતાનો સ્વાર્થ સંતોષ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એટલું જ નહીં નોટીસ મળ્યા બાદ ગેમ ઝોનના સંચાલકોએ મંજૂરી માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. મંજૂરી મેળવી લેવાનું માર્ગદર્શન સાગઠિયાએ આપ્યાનું પણ જાણકારો માની રહ્યા છે.