Rajkot અગ્રિકાંડ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી ફાયર NOC,વિધાર્થીઓના જીવ જોખમમાં

યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ તેમજ હોસ્ટેલમાં ફાયર NOC નહીં સ્પોર્ટસ કોમ્પ્લેકસની પણ ફાયર NOC ન હોવાનો ખુલાસો સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો રાજકોટ અગ્રિનકાંડ બાદ સમગ્ર ગુજરાતનુ ફાયર વિભાગ એકટિવ મોડ પર આવી ગયુ છે,ત્યારે અલગ-અલગ જગ્યાઓ પર ફાયર વિભાગ દ્રારા એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે,તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ,હોસ્ટેલ,સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ફાયર એનઓસી નહી હોવાનો ખુલાસો થયો છે.તો સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. હજારો વિધાર્થીઓ આ યુનિવર્સિટીમાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કોલેજના સંચાલકો, આચાર્યો, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને મુખ્ય બિલ્ડિંગમાં જુદા જુદા કામ અર્થે આવતા હોય છે ત્યારે ખુદ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં એક-બે જગ્યાને બાદ કરતા મોટાભાગની જગ્યાએ એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા. ત્રણ મોટા બિલ્ડીંગ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિલ્ડિંગ 1978માં બનાવેલા છે. તે સમયે કેમ્પસ મુંજકા ગ્રામપંચાયત હેઠળ આવતું હતું અને યુનિવર્સિટીમાં પણ એક્ઝિક્યુટિવ કક્ષાના અધિકારીએ જ પ્લાન પાસ કરેલા છે એટલે હવે મનપામાંથી BU સર્ટિ. લેવાની જરૂર રહે નહીં. યુનિવર્સિટીમાં 9 મીટરથી ઊંચા ત્રણ બિલ્ડિંગ છે જેમાં મેઈન બિલ્ડિંગ, નવી બોયઝ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલ્ડિંગનું ફાયર NOC લેવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં દરખાસ્ત કરીશું. આણંદની સરદાર યુનિવર્સિટીને નોટીસ સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તક વિવિધ ફેકલ્ટીની કોલેજોમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ જમવા માટે રેસ્ટોરન્ટ, હોસ્ટેલ, ડાઇનીંગ હોલ સતત 24 કલાક સુધી ધમધમતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓની સૌથી વધુ અવરજવર રહેતી હોવા છતાં ફાયર એનઓસી વગર ધમધમતા હોટલ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિત અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કરી દેવાયો હતો. આ અંગે વિદ્યાનગર પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 જેટલા એકમ ધારકોને ફાયર એનઓસી નહીં હોવાથી નોટીસ ફટકારાઈ છે. જેમાં હોસ્ટેલ, હોસ્પિટલ, સહિત સૌથી વધુ વિદ્યાર્થીઓની અવરજવર રહેતા તમામને ફાયરના સાધનો તૈનાત કરી દેવા આદેશ કર્યો છે.

Rajkot અગ્રિકાંડ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી ફાયર NOC,વિધાર્થીઓના જીવ જોખમમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ તેમજ હોસ્ટેલમાં ફાયર NOC નહીં
  • સ્પોર્ટસ કોમ્પ્લેકસની પણ ફાયર NOC ન હોવાનો ખુલાસો
  • સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો

રાજકોટ અગ્રિનકાંડ બાદ સમગ્ર ગુજરાતનુ ફાયર વિભાગ એકટિવ મોડ પર આવી ગયુ છે,ત્યારે અલગ-અલગ જગ્યાઓ પર ફાયર વિભાગ દ્રારા એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે,તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ,હોસ્ટેલ,સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ફાયર એનઓસી નહી હોવાનો ખુલાસો થયો છે.તો સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.

હજારો વિધાર્થીઓ આ યુનિવર્સિટીમાં આવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કોલેજના સંચાલકો, આચાર્યો, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને મુખ્ય બિલ્ડિંગમાં જુદા જુદા કામ અર્થે આવતા હોય છે ત્યારે ખુદ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં એક-બે જગ્યાને બાદ કરતા મોટાભાગની જગ્યાએ એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા.

ત્રણ મોટા બિલ્ડીંગ છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિલ્ડિંગ 1978માં બનાવેલા છે. તે સમયે કેમ્પસ મુંજકા ગ્રામપંચાયત હેઠળ આવતું હતું અને યુનિવર્સિટીમાં પણ એક્ઝિક્યુટિવ કક્ષાના અધિકારીએ જ પ્લાન પાસ કરેલા છે એટલે હવે મનપામાંથી BU સર્ટિ. લેવાની જરૂર રહે નહીં. યુનિવર્સિટીમાં 9 મીટરથી ઊંચા ત્રણ બિલ્ડિંગ છે જેમાં મેઈન બિલ્ડિંગ, નવી બોયઝ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલ્ડિંગનું ફાયર NOC લેવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં દરખાસ્ત કરીશું.

આણંદની સરદાર યુનિવર્સિટીને નોટીસ

સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તક વિવિધ ફેકલ્ટીની કોલેજોમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ જમવા માટે રેસ્ટોરન્ટ, હોસ્ટેલ, ડાઇનીંગ હોલ સતત 24 કલાક સુધી ધમધમતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓની સૌથી વધુ અવરજવર રહેતી હોવા છતાં ફાયર એનઓસી વગર ધમધમતા હોટલ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિત અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કરી દેવાયો હતો. આ અંગે વિદ્યાનગર પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 જેટલા એકમ ધારકોને ફાયર એનઓસી નહીં હોવાથી નોટીસ ફટકારાઈ છે. જેમાં હોસ્ટેલ, હોસ્પિટલ, સહિત સૌથી વધુ વિદ્યાર્થીઓની અવરજવર રહેતા તમામને ફાયરના સાધનો તૈનાત કરી દેવા આદેશ કર્યો છે.