LIVE: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાપીમાં બે કલાકમાં 4 ઈંચ

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. • Gujarat Rain Live Update11.32 AMમધ્ય અને દ. ગુજરાતમાં ધોધમાર વરસાદ આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં 3.9, મહુવા (સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.11.05 AMઅમદાવાદમાં વરસાદ શરૂ આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.10.30 AMહવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.9:44 AMઆ જિલ્લામાં મેઘસવારીસુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.9:02 AMઅમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં આજે (29મી જૂન) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.આ પણ વાંચો : અમદાવાદીઓ ફરી એકવાર ભીંજાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહીધોરાજીમાં વહેલી સવારથી વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયુ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટ એરપોર્ટ સર્જાઈ મોટી દુર્ઘટનાછેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદછેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો છે.

LIVE: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાપીમાં બે કલાકમાં 4 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain Update

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. 

Gujarat Rain Live Update

11.32 AM

મધ્ય અને દ. ગુજરાતમાં ધોધમાર વરસાદ 

આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં 3.9, મહુવા (સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

11.05 AM

અમદાવાદમાં વરસાદ શરૂ 

આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

10.30 AM

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.


9:44 AM

આ જિલ્લામાં મેઘસવારી

સુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

9:02 AM

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ 

અમરેલી જિલ્લામાં આજે (29મી જૂન) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ ફરી એકવાર ભીંજાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

ધોરાજીમાં વહેલી સવારથી વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયુ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. 

આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટ એરપોર્ટ સર્જાઈ મોટી દુર્ઘટના

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો છે.