Rajkot: લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા પરષોત્તમ રૂપાલા માટે ચિંતાજનક સમાચાર,જુઓ વીડિયો

કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છેઃ પ્રતાપભાઈ આ મુદ્દે કોઈ સમાધાન થઇ શકે તેમ નથીઃ પ્રતાપભાઈ "રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે' આગામી 16 મી એપ્રિલ મંગળવારના રોજ રાજકોટ લોકસભા બેઠક પર નામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોતમ રૂપાલા ફોર્મ ભરવાના છે. ત્યારે ફોર્મ ભરતા પૂર્વે પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ લોકસભા મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકઠા થયા હતા. કાઠી દરબારોએ રૂપાલાના મુદ્દે પોતાના વલણને લઈને સ્પષ્ટતા કરી હતી. તો જાણો શું થયું બેઠકમાં. રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો થયા એકઠા કાઠી દરબારોએ રૂપાલા મુદ્દે વલણને લઇ કરી સ્પષ્ટતા કરી છે. કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની સાથે હોવાનું પ્રતાપભાઈએ જણાવ્યું છે. તેઓએ કહ્યું કે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ પ્રકારે છે પણ તમારી અંદર જે પડેલું છે તે બહાર આવે છે. માફી નિખાલસતાથી નથી માંગવામાં આવી એ પણ સ્પષ્ટ છે. અમારી સાથે સમાજના તમામ આગેવાનો હાજર છે. આ સિવાય કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છે. ભાજપના કાર્યાલયમાં કરાયેલી પ્રેસ માન્ય નથીઃ પ્રતાપભાઈ પ્રતાપભાઈનું કહેવું છે કે વિરોધ ભાજપનો નથી, રૂપાલાની ઉમેદવારીનો છે. એકવાર ચોટ લાગી ગઈ તે હવે ભૂલાવાની નથી. આ મુદ્દે કોઈ સમાધાન થઇ શકે તેમ નથી. ભાજપના કાર્યાલયમાં પ્રેસ થાય તેમાં બોલાવવામાં આવે. આ જે પ્રેસ કોન્ફરન્સ છે તે સ્વયંભૂ છે. રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે છીએ. 

Rajkot: લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા પરષોત્તમ રૂપાલા માટે ચિંતાજનક સમાચાર,જુઓ વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છેઃ પ્રતાપભાઈ
  • આ મુદ્દે કોઈ સમાધાન થઇ શકે તેમ નથીઃ પ્રતાપભાઈ
  • "રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે'

આગામી 16 મી એપ્રિલ મંગળવારના રોજ રાજકોટ લોકસભા બેઠક પર નામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોતમ રૂપાલા ફોર્મ ભરવાના છે. ત્યારે ફોર્મ ભરતા પૂર્વે પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ લોકસભા મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો એકઠા થયા હતા. કાઠી દરબારોએ રૂપાલાના મુદ્દે પોતાના વલણને લઈને સ્પષ્ટતા કરી હતી. તો જાણો શું થયું બેઠકમાં. 

રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો થયા એકઠા

કાઠી દરબારોએ રૂપાલા મુદ્દે વલણને લઇ કરી સ્પષ્ટતા કરી છે. કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની સાથે હોવાનું પ્રતાપભાઈએ જણાવ્યું છે. તેઓએ કહ્યું કે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ પ્રકારે છે પણ તમારી અંદર જે પડેલું છે તે બહાર આવે છે. માફી નિખાલસતાથી નથી માંગવામાં આવી એ પણ સ્પષ્ટ છે. અમારી સાથે સમાજના તમામ આગેવાનો હાજર છે. આ સિવાય કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છે. 

ભાજપના કાર્યાલયમાં કરાયેલી પ્રેસ માન્ય નથીઃ પ્રતાપભાઈ

પ્રતાપભાઈનું કહેવું છે કે વિરોધ ભાજપનો નથી, રૂપાલાની ઉમેદવારીનો છે. એકવાર ચોટ લાગી ગઈ તે હવે ભૂલાવાની નથી. આ મુદ્દે કોઈ સમાધાન થઇ શકે તેમ નથી. ભાજપના કાર્યાલયમાં પ્રેસ થાય તેમાં બોલાવવામાં આવે. આ જે પ્રેસ કોન્ફરન્સ છે તે સ્વયંભૂ છે. રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે છીએ.