જાણો પાટણ લોકસભા બેઠક પર ભાજપ-કોગ્રેસના ઉમેદવારની અતિ મહત્વની જાણકારી

પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતુ ભાજપે લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે મેદાને કોગ્રેસે લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરને ઉતાર્યા છે મેદાને ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,દેશભરમાં ચૂંટણીને લઈ પર્વનો માહોલ જામ્યો છે,ઘણા ઉમેદવારોની ટિકીટ કપાઈ છે તો,ઘણા ઉમેદવારો એવા છે કે જેને પાર્ટીએ પહેલી વખત ટિકીટ આપી ખુશ કર્યા છે,પાટણ બેઠક પણ ગુજરાત માટે અતિ મહત્વની બેઠક છે,કેમકે પાટણમાં ઠાકોર અને દેસાઈ સમાજનું પ્રભુત્વ પહેલેથી રહ્યું છે,આ વખતે પાટણમાં ભાજપ કે કોગ્રેસ કોણ જીતશે તેને લઈ સ્થાનિકોમાં પણ એક ચર્ચા છે કેમકે ભાજપ અને કોગ્રેસ બન્નેના ઉમેદવારો લોકોની સેવા કરવા વાળા છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વિશે જાણો પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ફરીથી મેદાને ઉતારવાનો નિર્ણય ભાજપે કર્યો હતો. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી શિક્ષિત છે અને તેઓ ખેરાલુ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે.ભરતસિંહ ડાભીને મેદાને ફરીથી ઉતારવા માટેનું ગણિત પણ સામાજિક માનવામાં આવી રહ્યુ છે. પાટણ બેઠકમાં ભૌગોલિક રીતે જોવામાં આવેતો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર અને વિધાનસત્રા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આમ આ બેઠકના ઉમેદવારની પસંદગી ચોક્કસ સમીકરણને ધ્યાને રાખીને દર વખતે કરવામાં આવે છે. ભરતસિંહ ડાભીની રાજકીય સફર ભાજપે પ્રથમ યાદીમાં બંને ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી B.A.,LLB સુધીનો અભ્યાસ કરેલ છે. આમ વકીલ ભરતસિંહને ભાજપે મોકો આપ્યો છે. 68 વર્ષની વય ધરાવતા ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્રણ વાર તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.1955માં જન્મેલા ભરતસિંહ ડાભી 2007માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરતસિંહ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપે ત્યાર બાદ પ્રથમવાર તેઓને 2019માં કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરની સામે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. જેમાં ભરતસિંહે 1.93 લાખ મતથી જગદીશ ઠાકોરને હાર આપી હતી. કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વિશે જાણો ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ અને સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. પાટણનું જ્ઞાતિ સમીકરણ ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે. દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાટીદાર મતદારો પણ બાજી પલટી શકે છે. કુલ 19 લાખ 83 હજારથી વધુ મતદાર છે. પાટણ લોકસભામાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ? વડગામ , કાંકરેજ , રાધનપુર ,ચાણસ્મા ,પાટણ ,સિદ્ધપુર ,ખેરાલુ વર્ષ 2019માં ભાજપની ભગવો લહેરાયો સામાન્ય બેઠક જાહેર થયા બાદની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર જગદીશ ઠાકોરે ભાજપના ઠાકોર ઉમેદવાર ભાવસિંહ રાઠોડને માત્ર 18,054 મતે હરાવ્યા હતા. 2009માં ઠાકોર વિરુદ્ધ ઠાકોર ચૂંટણી જંગ રસપ્રદ રહ્યો હતો. 2009માં કોંગ્રેસે જગદીશ ઠાકોરને તો ભાજપે ભાવસિંહ રાઠોડને ચૂંટણીમાં ઉતાર્યા. જગદીશ ઠાકોરને 283772 મત પ્રાપ્ત થયા તો ભાવસિંહ રાઠોડને 265271 મત પ્રાપ્ત થયા. જેમાં જગદીશ ઠાકોરે 18054 મતે વિજય પ્રાપ્ત કર્યો. 2014 પહેલા ભાવસિંહ રાઠોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. 2014માં ભાજપે 83 વર્ષના લીલાધર વાધેલાને તો કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા. જેમાં લીલાધર વાધેલાનો 138719 વિજય થયો. 2014માં મોદી લહેરમાં ભાજપના લીલાધર વાઘેલા જીત્યા, તો 2019માં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર અને 2009ના સાંસદ જગદીશ ઠાકોરને ચૂંટણીમાં ઉતાર્યા. 2019માં ભરતસિંહ ડાભીનો વિજય 1,93,879 મતે થયો હતો. પાટણના સામાજીક સમીકરણ જાણો પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2007 થી સતત રાજકીય રીતે સફળ નિવડી રહ્યા છે. આ માટે તેઓ સામાજિક સમીકરણમાં ફીટ માનવામાં આવે છે. ભરતસિંહ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. જે વિસ્તારમાં આવે છે, એ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. તો પાટણ બેઠક પર પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેમનું વતન પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં આવે છે. આમ પાટણ અને તેમના વતનના વિસ્તારમાં ઠાકોર મતદારોના પ્રભાવને ધ્યાને રાખીને તેમની પર પસંદગી ઉતારવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પણ મહત્વની પાટણ બેઠક ગુજરાતની પુરાતન રાજધાની પાટણ એ રાજ્યમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે. પાટણ શહેરની રાણકી વાવ આજે વૈશ્વિક મહત્વ ધરાવે છે. દેશની 100નું મૂલ્ય ધરાવતી ચલણી નોટ પર પાટણની રાણકીવાવનું ચિત્રણ છે. પાટણ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા અને પાટણ શહેરની કિલ્લાબંધ અને દરવાજા સાથેના સ્થાપત્યનું કળા અને ઐતિહાસિક મહત્વ અનેરું છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની લોકસભા બેઠક છે. 1967 થી 2009 સુધી પાટણ લોકસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હતી. પાટણમાં પહેલા કોગ્રેસનો ગઢ હતો અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર- અનુસૂચિત જાતિ - ઓબીસી - ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મદાર ઠાકોર મતદારો છે. પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે

જાણો પાટણ લોકસભા બેઠક પર ભાજપ-કોગ્રેસના ઉમેદવારની અતિ મહત્વની જાણકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતુ
  • ભાજપે લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે મેદાને
  • કોગ્રેસે લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરને ઉતાર્યા છે મેદાને

ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,દેશભરમાં ચૂંટણીને લઈ પર્વનો માહોલ જામ્યો છે,ઘણા ઉમેદવારોની ટિકીટ કપાઈ છે તો,ઘણા ઉમેદવારો એવા છે કે જેને પાર્ટીએ પહેલી વખત ટિકીટ આપી ખુશ કર્યા છે,પાટણ બેઠક પણ ગુજરાત માટે અતિ મહત્વની બેઠક છે,કેમકે પાટણમાં ઠાકોર અને દેસાઈ સમાજનું પ્રભુત્વ પહેલેથી રહ્યું છે,આ વખતે પાટણમાં ભાજપ કે કોગ્રેસ કોણ જીતશે તેને લઈ સ્થાનિકોમાં પણ એક ચર્ચા છે કેમકે ભાજપ અને કોગ્રેસ બન્નેના ઉમેદવારો લોકોની સેવા કરવા વાળા છે.

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વિશે જાણો

પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ફરીથી મેદાને ઉતારવાનો નિર્ણય ભાજપે કર્યો હતો. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી શિક્ષિત છે અને તેઓ ખેરાલુ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે.ભરતસિંહ ડાભીને મેદાને ફરીથી ઉતારવા માટેનું ગણિત પણ સામાજિક માનવામાં આવી રહ્યુ છે. પાટણ બેઠકમાં ભૌગોલિક રીતે જોવામાં આવેતો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર અને વિધાનસત્રા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આમ આ બેઠકના ઉમેદવારની પસંદગી ચોક્કસ સમીકરણને ધ્યાને રાખીને દર વખતે કરવામાં આવે છે.


ભરતસિંહ ડાભીની રાજકીય સફર

ભાજપે પ્રથમ યાદીમાં બંને ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી B.A.,LLB સુધીનો અભ્યાસ કરેલ છે. આમ વકીલ ભરતસિંહને ભાજપે મોકો આપ્યો છે. 68 વર્ષની વય ધરાવતા ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્રણ વાર તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.1955માં જન્મેલા ભરતસિંહ ડાભી 2007માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરતસિંહ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપે ત્યાર બાદ પ્રથમવાર તેઓને 2019માં કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરની સામે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. જેમાં ભરતસિંહે 1.93 લાખ મતથી જગદીશ ઠાકોરને હાર આપી હતી.

કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વિશે જાણો

ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ અને સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.


પાટણનું જ્ઞાતિ સમીકરણ

ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે. દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાટીદાર મતદારો પણ બાજી પલટી શકે છે. કુલ 19 લાખ 83 હજારથી વધુ મતદાર છે.

પાટણ લોકસભામાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?

વડગામ , કાંકરેજ , રાધનપુર ,ચાણસ્મા ,પાટણ ,સિદ્ધપુર ,ખેરાલુ


વર્ષ 2019માં ભાજપની ભગવો લહેરાયો

સામાન્ય બેઠક જાહેર થયા બાદની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર જગદીશ ઠાકોરે ભાજપના ઠાકોર ઉમેદવાર ભાવસિંહ રાઠોડને માત્ર 18,054 મતે હરાવ્યા હતા. 2009માં ઠાકોર વિરુદ્ધ ઠાકોર ચૂંટણી જંગ રસપ્રદ રહ્યો હતો. 2009માં કોંગ્રેસે જગદીશ ઠાકોરને તો ભાજપે ભાવસિંહ રાઠોડને ચૂંટણીમાં ઉતાર્યા. જગદીશ ઠાકોરને 283772 મત પ્રાપ્ત થયા તો ભાવસિંહ રાઠોડને 265271 મત પ્રાપ્ત થયા. જેમાં જગદીશ ઠાકોરે 18054 મતે વિજય પ્રાપ્ત કર્યો. 2014 પહેલા ભાવસિંહ રાઠોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. 2014માં ભાજપે 83 વર્ષના લીલાધર વાધેલાને તો કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા. જેમાં લીલાધર વાધેલાનો 138719 વિજય થયો. 2014માં મોદી લહેરમાં ભાજપના લીલાધર વાઘેલા જીત્યા, તો 2019માં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર અને 2009ના સાંસદ જગદીશ ઠાકોરને ચૂંટણીમાં ઉતાર્યા. 2019માં ભરતસિંહ ડાભીનો વિજય 1,93,879 મતે થયો હતો.


પાટણના સામાજીક સમીકરણ જાણો

પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2007 થી સતત રાજકીય રીતે સફળ નિવડી રહ્યા છે. આ માટે તેઓ સામાજિક સમીકરણમાં ફીટ માનવામાં આવે છે. ભરતસિંહ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. જે વિસ્તારમાં આવે છે, એ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. તો પાટણ બેઠક પર પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેમનું વતન પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં આવે છે. આમ પાટણ અને તેમના વતનના વિસ્તારમાં ઠાકોર મતદારોના પ્રભાવને ધ્યાને રાખીને તેમની પર પસંદગી ઉતારવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે.

ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પણ મહત્વની પાટણ બેઠક

ગુજરાતની પુરાતન રાજધાની પાટણ એ રાજ્યમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે. પાટણ શહેરની રાણકી વાવ આજે વૈશ્વિક મહત્વ ધરાવે છે. દેશની 100નું મૂલ્ય ધરાવતી ચલણી નોટ પર પાટણની રાણકીવાવનું ચિત્રણ છે. પાટણ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા અને પાટણ શહેરની કિલ્લાબંધ અને દરવાજા સાથેના સ્થાપત્યનું કળા અને ઐતિહાસિક મહત્વ અનેરું છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની લોકસભા બેઠક છે. 1967 થી 2009 સુધી પાટણ લોકસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હતી.

પાટણમાં પહેલા કોગ્રેસનો ગઢ હતો

અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર- અનુસૂચિત જાતિ - ઓબીસી - ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મદાર ઠાકોર મતદારો છે. પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે એમાં વડગામ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનાત છે જે 2019માં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ જીતી છે. એ ઉપરાંતની કાંકરેજ (જિ - બનાસકાંઠા),, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ (જિ - મહેસાણા) આ છ બેઠકો 2019માં ભાજપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. 1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

1991 બાદ સરેરાશ ભાજપનું બેઠક પર પ્રભુત્વ રહ્યું

ઓબીસી મતદારો અને ઓબીસી કાર્ડ પર લડાતી લોકસભાની ચૂંટણીમાં સામાન્ચ રીતે સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દા હાવી રહે છે. આરંભમાં કોંગ્રેસના દબદબા બાદ 1991 બાદ સરેરાશ ભાજપનું બેઠક પર પ્રભુત્વ રહ્યું છે. દેશમાં 1975ની કટોકટીના કારણે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધી માહોલની અસર ત્યાર બાદની 1977ની ચૂંટણીમાં દેખાઇ. 1977માં દેશમાં અને રાજ્યમાં દેશના વિરોધપક્ષોએ સંગઠીત થઈને કોંગ્રેસને પહેલી વાર હરાવી, તો પાટણ લોકસભા બેઠક પર પણ ક્યારે કોંગ્રેસથી પક્ષાંતર કરી જનતા પક્ષમાં આવેલા ખેમચંદ ચાવડા પાટણ લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1980માં વિરોધપક્ષો સત્તા ન સંભાળી શકતા 1980ની ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસ પરત ફરતા કોંગ્રેસના હિરાલાલ પરમાર પાટણ બેઠક જીત્યા હતા.

1984માં પુનમચંદ પરમારે જીત મેળવી હતી

1989માં બોફોર્સ કાંડના કારણે કોંગ્રેસ આંતરિક રીતે તૂટી, અનેક નેતાઓ બીજા પક્ષમાં ગયા. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી રહેલા વિશ્વ પ્રતાપસિંગે જનતાદળ પક્ષની સ્થાપના કરી. કોંગ્રેસ વિરોધીઓ જનતાદળમાં આવી 1989માં વિશ્વ પ્રતાપસિંગના નેતૃત્વમાં કોગ્રેસ વિરોધી સરકાર રચી, ત્યારે પાટણથી ખેમચંદભાઈ ચાવડા વિજયી થયા હતા. 1991 થી 1998 સુધીની સળંગ ત્રણ ચૂંટણી ભાજપ તરફથી ગુજરાતી ફિલ્મ કલાકાર મહેશ કનોડિયા જીત્યા છે, જ્યારે દેશમાં રામમંદિર આંદોલનનો માહોલ હતો. 1999માં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલ વિજયી બન્યા હતા. 2009માં યુપીએ સરકારના નરેગા, માહિતી અધિકાર કાયદા સાથે વિકાસ કાર્યક્રમોના કારણે કેન્દ્રમાં કોંગ્રેસ અને પાટણ બેઠક પર જગદીશ ઠાકોર જીત્યા હતા. 2014 અને 2019માં ભાજપના ઉમેદવારો જીત્યા સળંગ જીત્યા છે.