સુભાનપુરામાં શિક્ષકના ઘરમાંથી રોકડ ચોર્યા બાદ કાર ઉઠાવી ચોરો ફરાર

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં એક મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ રકમની સાથે જતાંજતાં કમ્પાઉન્ડમાંથી કાર પણ ચોરી ગયા હતા.સુભાનપુરામાં વિદ્યાવિહાર સ્કૂલની ગલીમાં શ્રીજી નિર્માણ સોસાયટીમાં રહેતા અને ટયુશન આપતા રેજીનાલ્ડ ડિપેન્હાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧લીએ હું મારા પત્ની સાથે વતનમાં ગયો હતો.તા.૧૧મીએ પાડોશીએ ચોરી થયાની જાણ કરતાં હું સેલવાસથી વડોદરા આવ્યો હતો.મકાનમાં જોયું તો ચોરો નકૂચો તોડીને અંદર સામાન વેરવિખેર કરી ગયા હતા અને રોકડા રૃ.૫૦ હજાર અને કારની ચાવી લઇને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર પણ ઉઠાવી ગયા હતા.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુભાનપુરામાં શિક્ષકના ઘરમાંથી રોકડ ચોર્યા બાદ કાર ઉઠાવી ચોરો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં એક મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ રકમની સાથે જતાંજતાં કમ્પાઉન્ડમાંથી કાર પણ ચોરી ગયા હતા.

સુભાનપુરામાં વિદ્યાવિહાર સ્કૂલની ગલીમાં શ્રીજી નિર્માણ સોસાયટીમાં રહેતા અને ટયુશન આપતા રેજીનાલ્ડ ડિપેન્હાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧લીએ હું મારા પત્ની સાથે વતનમાં ગયો હતો.

તા.૧૧મીએ પાડોશીએ ચોરી થયાની જાણ કરતાં હું સેલવાસથી વડોદરા આવ્યો હતો.મકાનમાં જોયું તો ચોરો નકૂચો તોડીને અંદર સામાન વેરવિખેર કરી ગયા હતા અને રોકડા રૃ.૫૦ હજાર અને કારની ચાવી લઇને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર પણ ઉઠાવી ગયા હતા.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.