Gujarat News: કેરીનો સસ્તો રસ સ્વાસ્થ્ય માટે મોંઘો પડશે

ફુડ વિભાગ દ્વારા કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગની કાર્યવાહી કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કરાયુ કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો જામનગરમાં ફુડ વિભાગ દ્વારા કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે. કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં જામનગરના ખોડિયાર કોલોની શાક માર્કેટમાં કેરીના રસના વિક્રતાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો આ કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર 15 કિલો કેરીના રસનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય કેરીના રસના વિક્રતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક તૈયાર કેરીનો રસ વેચાવા લાગ્યો અખાધ્ય કલર, એસન્સ ઉપરાંત પપૈયા અને સક્કરટેટીના રસની ભેળસેળ, સડેલી કેરીનો પણ ઉપયોગ આ રોડ પર મળતા કેરીના રસમાં કરવામાં આવે છે. એક તરફ હજુ તો કેરીની સીઝનની શરૂઆત થઇ છે અને પ્રમાણમાં થોડો ભાવ પણ વધુ છે ત્યાં બજારમાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક તૈયાર કેરીનો રસ વેચાવા લાગ્યો છે. કેરી કરતા ઘણા નીચા ભાવે વેચાતા રસમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવી હોય છે.જન આરોગ્ય સાથે ખીલવાડ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય દર વર્ષે ખુબ મોટા જથ્થામાં આવો રસ વેચાય છે. આ રસનો ભાવ પણ નીચો રહેતો હોય લોકો લલચાઇ રહ્યાં છે જામનગર સહિત રાજ્યના વિવિધ શહેરોની બજારમાં કેરીની સાથે સાથે કેરીના રસનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે.પરંતુ મોટા ભાગનો કેરીનો રસ શુધ્ધ નથી હોતો.આ ઉપરાંત તેમાં લોકોના શરીરને ગંભીર પ્રકારનું નુકશાન થાય તે હદે ભેળસેળ કરવામાં આવી હોય છે. હાલમાં બજારમાં સારી કેરીનો ભાવ 70 થી 100 રૂપિયા કિલોનો ચાલી રહ્યો છે. જયારે નબળી કેરીનો ભાવ નીચો છે. પરંતુ કેરીનો રસ તેનાથી પણ નીચા ભાવે વેચાઇ રહ્યો છે. હકીકતમાં કેરીનો રસ જો શુધ્ધ હોય તે તેનાથી ઉંચા ભાવે વેચાવો જોઇએ. શહેરમાં બજારમાં ઠેકઠેકાણે આવા હાનીકારક રસનું વેચાણ થઇ રહ્યું છે.પ્રમાણમાં ભાવ પણ નીચો રહેતો હોય લોકો લલચાઇ રહ્યાં છે.

Gujarat News: કેરીનો સસ્તો રસ સ્વાસ્થ્ય માટે મોંઘો પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફુડ વિભાગ દ્વારા કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગની કાર્યવાહી
  • કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કરાયુ
  • કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો

જામનગરમાં ફુડ વિભાગ દ્વારા કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે. કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં જામનગરના ખોડિયાર કોલોની શાક માર્કેટમાં કેરીના રસના વિક્રતાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો

આ કેરીના રસના વિક્રેતાને ત્યાં કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર 15 કિલો કેરીના રસનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય કેરીના રસના વિક્રતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક તૈયાર કેરીનો રસ વેચાવા લાગ્યો

અખાધ્ય કલર, એસન્સ ઉપરાંત પપૈયા અને સક્કરટેટીના રસની ભેળસેળ, સડેલી કેરીનો પણ ઉપયોગ આ રોડ પર મળતા કેરીના રસમાં કરવામાં આવે છે. એક તરફ હજુ તો કેરીની સીઝનની શરૂઆત થઇ છે અને પ્રમાણમાં થોડો ભાવ પણ વધુ છે ત્યાં બજારમાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક તૈયાર કેરીનો રસ વેચાવા લાગ્યો છે. કેરી કરતા ઘણા નીચા ભાવે વેચાતા રસમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવી હોય છે.જન આરોગ્ય સાથે ખીલવાડ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય દર વર્ષે ખુબ મોટા જથ્થામાં આવો રસ વેચાય છે.

આ રસનો ભાવ પણ નીચો રહેતો હોય લોકો લલચાઇ રહ્યાં છે

જામનગર સહિત રાજ્યના વિવિધ શહેરોની બજારમાં કેરીની સાથે સાથે કેરીના રસનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે.પરંતુ મોટા ભાગનો કેરીનો રસ શુધ્ધ નથી હોતો.આ ઉપરાંત તેમાં લોકોના શરીરને ગંભીર પ્રકારનું નુકશાન થાય તે હદે ભેળસેળ કરવામાં આવી હોય છે. હાલમાં બજારમાં સારી કેરીનો ભાવ 70 થી 100 રૂપિયા કિલોનો ચાલી રહ્યો છે. જયારે નબળી કેરીનો ભાવ નીચો છે. પરંતુ કેરીનો રસ તેનાથી પણ નીચા ભાવે વેચાઇ રહ્યો છે. હકીકતમાં કેરીનો રસ જો શુધ્ધ હોય તે તેનાથી ઉંચા ભાવે વેચાવો જોઇએ. શહેરમાં બજારમાં ઠેકઠેકાણે આવા હાનીકારક રસનું વેચાણ થઇ રહ્યું છે.પ્રમાણમાં ભાવ પણ નીચો રહેતો હોય લોકો લલચાઇ રહ્યાં છે.