ઉચાપત છુપાવવા ચકચારી રૃા.8 કરોડની લૂંટના તરકટમાં જામીન નકારાયા

 સુરતહીરાની પેઢીના કર્મચારી રોહીત ઠુમ્મરે સાગરીતો સાથે મળી જંગી રકમ આઇ.ટી અધિકારીના સ્વાંગમાં લૂંટી લેવાયાનો પ્લાન પાર પાડયો હતો   સચિન એસઈઝેડ સ્થિત ડાયમંડ મશીનરીના ઉત્પાદક યુનિટ સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ.ના  કતારગામ સ્થિત લોકરમાંથી 8 કરોડના નાણાંકીય ઉચાપતને ઢાંકવા લુંટનો બોગસ કારસો રચવાના કેસમાં સંડોવાયેલા આરોપીના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.ડાયમંડ મશીનરીના ઉત્પાદન વેચાણ સાથે સંકળાયેલા સચીનના એસઈઝેડ સ્થિત સહજાનંદ ટેક્લોજીસ પ્રા.લિ.ના કતારગામ સ્થિત લોકરમાં કંપનીના આવક જાવકના નાણાંનો હિસાબ રાખનાર આરોપી નરેન્દ્ર દુધાતે પાંચેક વર્ષોથી ટુકડે ટુકડે કંપનીના લોકરમાંથી આઠ કરોડની ઉચાપત કરી હતી.ત્યારબાદ આરોપીએ પોતાના સગાસંબંધીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને શેરબજારમાં ઉચાપતના નાણાં રોકીને સગેવગે કર્યા હતા.પરંતુ ઉચાપતના નાણાંનો હિસાબ ન આપવો પડે તે માટે નરેન્દ્ર દુધાતે સહ આરોપી રોહીત વિનુભાઈ ઠુમ્મર તથા કલ્પેશ પોપટ કસવાલાના મેળા પિપણામાં પાંચ કોથળામાં કોરા કાગળના બંડલો ભરેલે થેલાં લોકરમાં મુકીને કતારગામ સેફ પર લઈ જતી  વખતે બોગસ લુંટનો કારસો રચ્યો હતો.આ કેસમાં કતારગામ પોલીસે ગઈ તા.9મી માર્ચના રોજ બોગસ લુંટના કારસામાં જેલભેગા કરેલા બોગસ ઈન્કમ ટેક્સ અધિકારી તરીકે ઓળખ આપનાર આરોપી રોહિત ઠુમ્મર(રે.કૈલાશ રો હાઉસ, વેલંજા, કામરેજ)એ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમા ંસરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે તપાસ અધિકારીની એફીડેવિટ  રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનામા ંસક્રીય રોલ છે.સીસીટીવી કેેમેરાના ફુટેજમાં આરોપીની સમગ્ર ગુનામાં સક્રીય સંડોવણી હોવાના પુરાવા છે.નાણાંકીય ઉચાપતને લુંટમાં ખપાવવામાં હેતુથી આરોપીએ ઈન્કમ ટેક્સ અધિકારીની ખોટી ઓળખ આપીને ગન બતાવીને ઈકો કારમાં પાંચ થેલામાં કોરા કાગળના બંડલ સાથે લુંટના કારસામાં સામેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.

ઉચાપત છુપાવવા ચકચારી રૃા.8 કરોડની લૂંટના તરકટમાં જામીન નકારાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 

સુરત

હીરાની પેઢીના કર્મચારી રોહીત ઠુમ્મરે સાગરીતો સાથે મળી જંગી રકમ આઇ.ટી અધિકારીના સ્વાંગમાં લૂંટી લેવાયાનો પ્લાન પાર પાડયો હતો

   

સચિન એસઈઝેડ સ્થિત ડાયમંડ મશીનરીના ઉત્પાદક યુનિટ સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ.ના  કતારગામ સ્થિત લોકરમાંથી 8 કરોડના નાણાંકીય ઉચાપતને ઢાંકવા લુંટનો બોગસ કારસો રચવાના કેસમાં સંડોવાયેલા આરોપીના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

ડાયમંડ મશીનરીના ઉત્પાદન વેચાણ સાથે સંકળાયેલા સચીનના એસઈઝેડ સ્થિત સહજાનંદ ટેક્લોજીસ પ્રા.લિ.ના કતારગામ સ્થિત લોકરમાં કંપનીના આવક જાવકના નાણાંનો હિસાબ રાખનાર આરોપી નરેન્દ્ર દુધાતે પાંચેક વર્ષોથી ટુકડે ટુકડે કંપનીના લોકરમાંથી આઠ કરોડની ઉચાપત કરી હતી.ત્યારબાદ આરોપીએ પોતાના સગાસંબંધીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને શેરબજારમાં ઉચાપતના નાણાં રોકીને સગેવગે કર્યા હતા.પરંતુ ઉચાપતના નાણાંનો હિસાબ ન આપવો પડે તે માટે નરેન્દ્ર દુધાતે સહ આરોપી રોહીત વિનુભાઈ ઠુમ્મર તથા કલ્પેશ પોપટ કસવાલાના મેળા પિપણામાં પાંચ કોથળામાં કોરા કાગળના બંડલો ભરેલે થેલાં લોકરમાં મુકીને કતારગામ સેફ પર લઈ જતી  વખતે બોગસ લુંટનો કારસો રચ્યો હતો.

આ કેસમાં કતારગામ પોલીસે ગઈ તા.9મી માર્ચના રોજ બોગસ લુંટના કારસામાં જેલભેગા કરેલા બોગસ ઈન્કમ ટેક્સ અધિકારી તરીકે ઓળખ આપનાર આરોપી રોહિત ઠુમ્મર(રે.કૈલાશ રો હાઉસ, વેલંજા, કામરેજ)એ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમા ંસરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે તપાસ અધિકારીની એફીડેવિટ  રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનામા ંસક્રીય રોલ છે.સીસીટીવી કેેમેરાના ફુટેજમાં આરોપીની સમગ્ર ગુનામાં સક્રીય સંડોવણી હોવાના પુરાવા છે.નાણાંકીય ઉચાપતને લુંટમાં ખપાવવામાં હેતુથી આરોપીએ ઈન્કમ ટેક્સ અધિકારીની ખોટી ઓળખ આપીને ગન બતાવીને ઈકો કારમાં પાંચ થેલામાં કોરા કાગળના બંડલ સાથે લુંટના કારસામાં સામેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.