સુરતમાં વધુ ત્રણ યુવાનના અચાનક મોત, તમામની ઉંમર 28થી 30 વર્ષ

- ડિંડોલીમાં સ્ત્રીમિત્ર સાથે હોટલમાં ગયેલો યુવાન ઢળી પડયો, સચિનમાં ચક્કર આવ્યા બાદ તબિયત લથડી, પાંડેસરાના યુવાનનું બાથરૃમમાં મૃત્યું  સુરત :સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે ડીંડોલીની હોટલમાં મહિલા મિત્ર સાથે ગયા બાદ ૨૮ વર્ષીય યુવાન અને સચિનની કંપનીમાં ૨૮ વર્ષીય યુવાન અને પાંડેસરામાં ૩૦ વર્ષના યુવાનની તબિયત બગાડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભેસ્તાન આવાસ પાસે નવા બંધાતા અંજની નંદ રો-હાઉસ ખાતે રહેતો ૨૮ વર્ષીય તારીક અનવર સાદિક ગુરુવારે સાંજે તેની મહિલા મિત્ર સાથે ડીંડોલીમાં પેવલિયન પ્લાઝા હોટલના રૃમમાં ગયો હતો. તે સમયે તે અચાનક બેભાન થઇ જતા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમમાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. તે મૂળ બિહારનો વતની હતો. તે છૂટક મજૂરી કામ કરતો હતો.બીજા બનાવમાં તો સચિન જીઆઇડીસીમાં રામેશ્વર કોલોની માં પિયુષભાઈના મકાનમાં રહેતો ૨૮ વર્ષીય મોહમ્મદ જહાંગીર બેતુલ્લાહ ગઈકાલે મોડી રાત્રે સચિન જીઆઇડીસીમાં હાઈ ચોઇસ કંપનીમાં કામ કરતો હતો. તે સમયે અચાનક તેને ચક્કર આવ્યા બાદ તબિયત લથડતા નવી સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકર નગરનો વતની હતો. તેને બે ભાઈ અને ત્રણ બહેન છે. ત્રીજા બનાવમાં પાંડેસરામાં બમરોલીગામમાં ટેકરી ફળિયામાં રહેતો ૩૦ વર્ષીય એલિન જયંતિભાઇ પટેલ આજે શુક્રવારે સવારે ઘરમાં બાથરૃમમાં ગયા બાદ ઘણા સમય સુધી બહાર નહી આવતા પરિવારે દરવાજો ખખડાવ્યો હતો. છતા અંદરથી જવાબ નહી મળતા દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યાં એલિનને બેભાન હાલતમાં જોઇને ચોંકી ગયા હતા. તેને તરત નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે મહાનગરપાલિકમાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરતો હતો. તેની એક બહેન અને ભાઇ છે.

સુરતમાં વધુ ત્રણ યુવાનના અચાનક મોત, તમામની ઉંમર 28થી 30 વર્ષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ડિંડોલીમાં સ્ત્રીમિત્ર સાથે હોટલમાં ગયેલો યુવાન ઢળી પડયો, સચિનમાં ચક્કર આવ્યા બાદ તબિયત લથડી, પાંડેસરાના યુવાનનું બાથરૃમમાં મૃત્યું

  સુરત :

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે ડીંડોલીની હોટલમાં મહિલા મિત્ર સાથે ગયા બાદ ૨૮ વર્ષીય યુવાન અને સચિનની કંપનીમાં ૨૮ વર્ષીય યુવાન અને પાંડેસરામાં ૩૦ વર્ષના યુવાનની તબિયત બગાડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભેસ્તાન આવાસ પાસે નવા બંધાતા અંજની નંદ રો-હાઉસ ખાતે રહેતો ૨૮ વર્ષીય તારીક અનવર સાદિક ગુરુવારે સાંજે તેની મહિલા મિત્ર સાથે ડીંડોલીમાં પેવલિયન પ્લાઝા હોટલના રૃમમાં ગયો હતો. તે સમયે તે અચાનક બેભાન થઇ જતા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમમાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. તે મૂળ બિહારનો વતની હતો. તે છૂટક મજૂરી કામ કરતો હતો.

બીજા બનાવમાં તો સચિન જીઆઇડીસીમાં રામેશ્વર કોલોની માં પિયુષભાઈના મકાનમાં રહેતો ૨૮ વર્ષીય મોહમ્મદ જહાંગીર બેતુલ્લાહ ગઈકાલે મોડી રાત્રે સચિન જીઆઇડીસીમાં હાઈ ચોઇસ કંપનીમાં કામ કરતો હતો. તે સમયે અચાનક તેને ચક્કર આવ્યા બાદ તબિયત લથડતા નવી સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકર નગરનો વતની હતો. તેને બે ભાઈ અને ત્રણ બહેન છે.

ત્રીજા બનાવમાં પાંડેસરામાં બમરોલીગામમાં ટેકરી ફળિયામાં રહેતો ૩૦ વર્ષીય એલિન જયંતિભાઇ પટેલ આજે શુક્રવારે સવારે ઘરમાં બાથરૃમમાં ગયા બાદ ઘણા સમય સુધી બહાર નહી આવતા પરિવારે દરવાજો ખખડાવ્યો હતો. છતા અંદરથી જવાબ નહી મળતા દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યાં એલિનને બેભાન હાલતમાં જોઇને ચોંકી ગયા હતા. તેને તરત નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે મહાનગરપાલિકમાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરતો હતો. તેની એક બહેન અને ભાઇ છે.