વેઇટર તરીકે નોકરી કરી વાહન ચોરી કરતી રાજસ્થાનની ત્રિપુટી પકડાઈ

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારની હોટલમાંઇન્ફોસિટી પોલીસે ઝડપીને વાહન ચોરીના સાત જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો : ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્તગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા વેઈટરના સ્વાંગમાં ફરતા ત્રણ જેટલા વાહન ચોરોને ઝડપી લેવામાં આવ્યા છે અને ઇન્ફોસિટી તેમજ અડાલજ પોલીસ મથકના વાહન ચોરીના સાત જેટલા ગુનાનો ભેદ ઉકેલી ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે મથી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રિલાયન્સ ચાર રસ્તા ઉપર આવેલી હોટલમાં નોકરી કરતા વેટરો વાહનો ચોરીને પ્રમુખ આર્કેડના ભોયરામાં તેમજ ધોળાકુવા સર્કલ પાસે મૂકી રાખે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બંને સ્થળોએથી સાત જેટલા બાઇક મળી આવ્યા હતા. જેના પગલે અહીં રિલાયન્સ ચોકડી પાસે હોટલમાં નોકરી કરતા નારાયણસિંહ સુખદેવસિંહ રાવત, વિરેન્દ્રસિંહ હેમસિંહ ચૌહાણ અને મોઢેરા ચાર રસ્તા પાસે જગદંબા હોટલમાં કામ કરતા મુળ રાજસ્થાનના દેવેન્દ્રસિંહ ખુમાનસિંહ રાવત અને ઝડપી લીધા હતા. રાજસ્થાનની આ ટોળકી વેઇટર તરીકે નોકરી કરીને વાહનો ચોરી લેતી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેમની પાસેથી ૨.૩૦ લાખના વાહનો કબ્જે કર્યા હતા અને આ વાહનો તબક્કાવાર રાજસ્થાન મોકલી દેવાના હતા તે સમયે કબજે કરી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોરીના અન્ય ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. હાલ પોલીસે ઇન્ફોસિટી પોલીસની હદમાંથી વાહન ચોરીના છ જેટલા અને અડાલજ પોલીસની હદમાંથી એક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વેઇટર તરીકે નોકરી કરી વાહન ચોરી કરતી રાજસ્થાનની ત્રિપુટી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારની હોટલમાં

ઇન્ફોસિટી પોલીસે ઝડપીને વાહન ચોરીના સાત જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો : ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા વેઈટરના સ્વાંગમાં ફરતા ત્રણ જેટલા વાહન ચોરોને ઝડપી લેવામાં આવ્યા છે અને ઇન્ફોસિટી તેમજ અડાલજ પોલીસ મથકના વાહન ચોરીના સાત જેટલા ગુનાનો ભેદ ઉકેલી ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે મથી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રિલાયન્સ ચાર રસ્તા ઉપર આવેલી હોટલમાં નોકરી કરતા વેટરો વાહનો ચોરીને પ્રમુખ આર્કેડના ભોયરામાં તેમજ ધોળાકુવા સર્કલ પાસે મૂકી રાખે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બંને સ્થળોએથી સાત જેટલા બાઇક મળી આવ્યા હતા. જેના પગલે અહીં રિલાયન્સ ચોકડી પાસે હોટલમાં નોકરી કરતા નારાયણસિંહ સુખદેવસિંહ રાવત, વિરેન્દ્રસિંહ હેમસિંહ ચૌહાણ અને મોઢેરા ચાર રસ્તા પાસે જગદંબા હોટલમાં કામ કરતા મુળ રાજસ્થાનના દેવેન્દ્રસિંહ ખુમાનસિંહ રાવત અને ઝડપી લીધા હતા. રાજસ્થાનની આ ટોળકી વેઇટર તરીકે નોકરી કરીને વાહનો ચોરી લેતી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેમની પાસેથી ૨.૩૦ લાખના વાહનો કબ્જે કર્યા હતા અને આ વાહનો તબક્કાવાર રાજસ્થાન મોકલી દેવાના હતા તે સમયે કબજે કરી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોરીના અન્ય ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. હાલ પોલીસે ઇન્ફોસિટી પોલીસની હદમાંથી વાહન ચોરીના છ જેટલા અને અડાલજ પોલીસની હદમાંથી એક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.