GPSC ભરતી કેલેન્ડર ભૂલી ગઈ, ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત પણ પરીક્ષાના ઠેકાણા જ નહી

GPSC Exam Calendar 2024 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ ખાતામાં ભરતી માટે જાહેરાતો બહાર પાડવામાં આવી છે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે 2023માં કુલ 62 પરીક્ષાઓનું અને વર્ષ 2024માં કુલ 82 કેડરમાં ભરતીનું  કેલેકન્ડર બહાર પાડવામાં આવ્યું  હતું, પરંતુ વહીવટી ગંભીરતા ના હોવાને કારણે અને ઉમેદવારોના ભવિષ્યની ચિંતાના અભાવે હવે GPSC પોતાનું જ કેલેન્ડર નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. ભરતી કેલેન્ડર હોવા છતાં અને અગાઉ વર્ષો સુધી GPSC દ્વારા ભરતી કેલેન્ડર મુજબ, ભરતીની જાહેરાત, પ્રાથમિક કસોટી, મુખ્ય કસોટી, રૂબરૂ મુલાકાત અને પરિણામ જાહેર કરવાનો દિવસ અગાઉથી જાહેર કરવામાં આવતો હતો એ સમય બદલે ગયો છે. હવે માત્ર ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે અને પછી એ મુજબ થતી પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ છે. આ ધીમી ગતિની પ્રક્રિયાને કારણે હવે ઉમેદવારો પણ મૂંઝવણમાં આવી ગયા છે કે કઈ પરીક્ષાની તૈયારી કરવી.  ગુજરાતમાં 24,700 શિક્ષકોની ભરતીની સંભવિત તારીખ જાહેર, જાણી લો કેવા હશે નિયમોGPSC દ્વારા કરવામાં આવી રહેલી ભરતી પ્રક્રિયામાં  Assistant Conservator of Forest- ACF Mains ને એક વર્ષ પૂર્ણ થયું જેમાં પરિણામ હજી બાકી,  AO Mains ને 9 મહિના પૂર્ણ થયા જેમાં પરિણામ હજી બાકી, Deputy Section Officer - (DYSO)  ને 8 મહિના પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય પરીક્ષા નું ઠેકાણું નથી, વર્ગ 1-2 ની Adv-30 હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. જાહેરાત ક્રમાંક  20/2022-23 પ્રાથમિક કસોટીના  13 મહિના પછી Mains લેવાઈ છે, છતાં પરિણામ દૂર દૂર સુધી દેખાતું નથી. - જાહેરાત ક્રમાંક 47 હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ થઈ છે જેમાં આગળ શું થશે કોઈ ઠેકાણું જ નથી, TDO (ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર) ના કંઈ ઠેકાણા નથી.  અને નવા કેલેન્ડરની જાહેરાતો પણ બહાર પડી નથી, એટલે એ પણ પાછળ જવાની પૂરેપૂરી શક્યતા છે. ઉનાળુ વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો ઉભરાયા, 1.35 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાતટૂંકમાં આવી હાલત વર્તમાન  GPSC ભરતી પ્રક્રિયાની છે. અને આ  કાળચક્રમાં ઉમેદવારોના જીવનના અમૂલ્ય વર્ષો હોમાઈ રહ્યા છે. સાથે સાથે  કોર્ટ કેસ તો દરેક ભરતીમાં ઉભા ને ઊભા એટલે નાણાં અને સમયનો બોજ તો ઉમેદવારો ઉપર ઊભો ને ઊભો. GPSC એટલે એ સંસ્થા જ્યાંથી ગુજરાત સરકારના કલાસ 1 અને 2 નાં અધિકારીઓ ની પસંદગી પ્રક્રિયા કરવામાં આવે, હવે વિચારો ત્યાં જ આટલા છબરડા થાય? અને જે અધિકારીઓ તથા ચેરમેનની જવાબદારી બને તે જ ઉમેદવારોને જવાબ ના આપે તો શું કરે. ભ્રષ્ટ અધિકારીઓ જ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને ડુબાડશે! મળતિયાના પ્રોજેક્ટ રાતોરાત પાસ, રોકાણકારોને ઠેંગોએવામાં ઉમેદવારો અંતે કંટાળી કોર્ટના દ્વાર ખખડાવે છે, આ બધા સુધારા કોર્ટમાં ગયા પછી થાય છે અને પછી એફિડેવિટ ફાઈલ થાય અને પછી ભૂલ સ્વીકારાય અને પછી જ પ્રશ્નોના જવાબ સુધરે અને આમાં ભોગવવાનું ઉમેદવારોને આવે છે કેમ કે સમય અને નાણાં વ્યય ઉમેદવારના થાય છે.

GPSC ભરતી કેલેન્ડર ભૂલી ગઈ, ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત પણ પરીક્ષાના ઠેકાણા જ નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

exam preparation

GPSC Exam Calendar 2024 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ ખાતામાં ભરતી માટે જાહેરાતો બહાર પાડવામાં આવી છે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે 2023માં કુલ 62 પરીક્ષાઓનું અને વર્ષ 2024માં કુલ 82 કેડરમાં ભરતીનું  કેલેકન્ડર બહાર પાડવામાં આવ્યું  હતું, પરંતુ વહીવટી ગંભીરતા ના હોવાને કારણે અને ઉમેદવારોના ભવિષ્યની ચિંતાના અભાવે હવે GPSC પોતાનું જ કેલેન્ડર નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. 

ભરતી કેલેન્ડર હોવા છતાં અને અગાઉ વર્ષો સુધી GPSC દ્વારા ભરતી કેલેન્ડર મુજબ, ભરતીની જાહેરાત, પ્રાથમિક કસોટી, મુખ્ય કસોટી, રૂબરૂ મુલાકાત અને પરિણામ જાહેર કરવાનો દિવસ અગાઉથી જાહેર કરવામાં આવતો હતો એ સમય બદલે ગયો છે. હવે માત્ર ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે અને પછી એ મુજબ થતી પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ છે. આ ધીમી ગતિની પ્રક્રિયાને કારણે હવે ઉમેદવારો પણ મૂંઝવણમાં આવી ગયા છે કે કઈ પરીક્ષાની તૈયારી કરવી.  

ગુજરાતમાં 24,700 શિક્ષકોની ભરતીની સંભવિત તારીખ જાહેર, જાણી લો કેવા હશે નિયમો

GPSC દ્વારા કરવામાં આવી રહેલી ભરતી પ્રક્રિયામાં  Assistant Conservator of Forest- ACF Mains ને એક વર્ષ પૂર્ણ થયું જેમાં પરિણામ હજી બાકી,  AO Mains ને 9 મહિના પૂર્ણ થયા જેમાં પરિણામ હજી બાકી, Deputy Section Officer - (DYSO)  ને 8 મહિના પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય પરીક્ષા નું ઠેકાણું નથી, વર્ગ 1-2 ની Adv-30 હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. 

જાહેરાત ક્રમાંક  20/2022-23 પ્રાથમિક કસોટીના  13 મહિના પછી Mains લેવાઈ છે, છતાં પરિણામ દૂર દૂર સુધી દેખાતું નથી. - જાહેરાત ક્રમાંક 47 હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ થઈ છે જેમાં આગળ શું થશે કોઈ ઠેકાણું જ નથી, TDO (ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર) ના કંઈ ઠેકાણા નથી.  અને નવા કેલેન્ડરની જાહેરાતો પણ બહાર પડી નથી, એટલે એ પણ પાછળ જવાની પૂરેપૂરી શક્યતા છે. 

ઉનાળુ વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો ઉભરાયા, 1.35 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ટૂંકમાં આવી હાલત વર્તમાન  GPSC ભરતી પ્રક્રિયાની છે. અને આ  કાળચક્રમાં ઉમેદવારોના જીવનના અમૂલ્ય વર્ષો હોમાઈ રહ્યા છે. સાથે સાથે  કોર્ટ કેસ તો દરેક ભરતીમાં ઉભા ને ઊભા એટલે નાણાં અને સમયનો બોજ તો ઉમેદવારો ઉપર ઊભો ને ઊભો. GPSC એટલે એ સંસ્થા જ્યાંથી ગુજરાત સરકારના કલાસ 1 અને 2 નાં અધિકારીઓ ની પસંદગી પ્રક્રિયા કરવામાં આવે, હવે વિચારો ત્યાં જ આટલા છબરડા થાય? અને જે અધિકારીઓ તથા ચેરમેનની જવાબદારી બને તે જ ઉમેદવારોને જવાબ ના આપે તો શું કરે. 

ભ્રષ્ટ અધિકારીઓ જ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને ડુબાડશે! મળતિયાના પ્રોજેક્ટ રાતોરાત પાસ, રોકાણકારોને ઠેંગો

એવામાં ઉમેદવારો અંતે કંટાળી કોર્ટના દ્વાર ખખડાવે છે, આ બધા સુધારા કોર્ટમાં ગયા પછી થાય છે અને પછી એફિડેવિટ ફાઈલ થાય અને પછી ભૂલ સ્વીકારાય અને પછી જ પ્રશ્નોના જવાબ સુધરે અને આમાં ભોગવવાનું ઉમેદવારોને આવે છે કેમ કે સમય અને નાણાં વ્યય ઉમેદવારના થાય છે.