Vadodaraમાં હીટવેવને લઈ ઝાડા-ઉલટી અને તાવના કેસમાં થયો વધારો,આરોગ્ય વિભાગ ચિંતિંત

હીટવેવને પગલે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ થયું હતું દોડતું દૂષિત પાણી અને અંગ દઝાડતી ગરમીમાં વીતેલા સપ્તાહમાં આરોગ્ય ટીમો દ્વારા વિસ્તારોમાં કરાયું હતું ચેકિંગ ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 4 અને ટાઈફોડના મળ્યા બે કેસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે લોકોની તબિયત પણ લથડી રહી છે,ત્યારે વડોદરા આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથધર્યુ હતુ.દૂષિત પાણી અને ગરમીને લઈ અનેક લોકોને તબિયત ખરાબ થઈ રહી છે,ત્યારે આરોગ્ય વિભાગની તપાસમાં ઝાડા ઉલટીના 248 અને તાવના 2455 કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 4 અને ટાઈફોડના બે કેસ નોંધાયા છે. ફૂડ સ્ટોલ પર પણ હાથધર્યુ ચેકિંગ ઉનાળામાં શહેરના રાજમાર્ગો પર આડેધડ, પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના, ઘણી જગ્યાએ ઊભા થઈ ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે બીજી તરફ સુરસાગર ખાતે પણ પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય લાગતા ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ સ્વચ્છતાને લઇ નોટિસ પણ આપવામાં આવી હતી. પાણીપુરીનું પાણી અને 12 કિલો બટાટા અખાધ્ય વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર વિસ્તાર કે જ્યાં લોકો ફરવા વધુ આવે છે, ત્યાં પાણીપુરીની લારીઓ પણ વધુ ઉભી રહે છે. આ સ્થળે કોર્પોરેશન દ્વારા 22 પાણીપુરીની લારીઓનું તેમજ ત્રણ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પૂરી સાથે અપાતા પાણીનો કુલ 90 લીટર જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત બગડી ગયેલા 12 કિલો બટેટાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. વડોદરામાં 30 લોકોના મોત વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. 23 વર્ષના રોનાલડ થોમસ રોય, 65 વર્ષના દિલીપભાઈ કાકરે, 75 વર્ષના નવીનભાઈ વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણા, 47 વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે.

Vadodaraમાં હીટવેવને લઈ ઝાડા-ઉલટી અને તાવના કેસમાં થયો વધારો,આરોગ્ય વિભાગ ચિંતિંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હીટવેવને પગલે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ થયું હતું દોડતું
  • દૂષિત પાણી અને અંગ દઝાડતી ગરમીમાં વીતેલા સપ્તાહમાં આરોગ્ય ટીમો દ્વારા વિસ્તારોમાં કરાયું હતું ચેકિંગ
  • ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 4 અને ટાઈફોડના મળ્યા બે કેસ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે લોકોની તબિયત પણ લથડી રહી છે,ત્યારે વડોદરા આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથધર્યુ હતુ.દૂષિત પાણી અને ગરમીને લઈ અનેક લોકોને તબિયત ખરાબ થઈ રહી છે,ત્યારે આરોગ્ય વિભાગની તપાસમાં ઝાડા ઉલટીના 248 અને તાવના 2455 કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 4 અને ટાઈફોડના બે કેસ નોંધાયા છે.

ફૂડ સ્ટોલ પર પણ હાથધર્યુ ચેકિંગ

ઉનાળામાં શહેરના રાજમાર્ગો પર આડેધડ, પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના, ઘણી જગ્યાએ ઊભા થઈ ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે બીજી તરફ સુરસાગર ખાતે પણ પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય લાગતા ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ સ્વચ્છતાને લઇ નોટિસ પણ આપવામાં આવી હતી.

પાણીપુરીનું પાણી અને 12 કિલો બટાટા અખાધ્ય

વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર વિસ્તાર કે જ્યાં લોકો ફરવા વધુ આવે છે, ત્યાં પાણીપુરીની લારીઓ પણ વધુ ઉભી રહે છે. આ સ્થળે કોર્પોરેશન દ્વારા 22 પાણીપુરીની લારીઓનું તેમજ ત્રણ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પૂરી સાથે અપાતા પાણીનો કુલ 90 લીટર જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત બગડી ગયેલા 12 કિલો બટેટાનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં 30 લોકોના મોત

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. 23 વર્ષના રોનાલડ થોમસ રોય, 65 વર્ષના દિલીપભાઈ કાકરે, 75 વર્ષના નવીનભાઈ વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણા, 47 વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે.