Banaskantha News:ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે

ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા કર્યું આહ્વાન તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો: ગેનીબેન ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા છે. જેમાં ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા આહ્વાન કર્યું છે. તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર છે. તેમજ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ધૂણતા-ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલમાં નિવેદન આપ્યુ છે. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા છે.હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યુ ગઇકાલે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રથમ વખત હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યુ હતુ. જેમાં સગાઈ કરવાનું ઉદાહરણ આપી નિશાન સાધ્યું હતુ. તેમાં ગેનીબેન ઠાકારે જણાવ્યું છે કે સામેવાળા PMના નામે વોટ માંગે છે. તેમજ સગાઈ કરવાની હોય તો પહેલા મુરતિયો જોવાય, મુરતિયાના બાપને જોઈ સગાઈ ન થાય. તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું. તમને કહું છું કે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. અડધી રાત્રે ભાભર આવી દરવાજો ખખડાવજો. તમારે બધાને પાલનપુર 15 તારીખે ફોર્મ ભરાવવા આવાનું છે અને પાલનપુરને હિલોળે ચડાવવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે ગઢ ગામમાં રાત્રિસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે. આ સાથે તેમણે કહ્યું કે, વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી. ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. 

Banaskantha News:ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા કર્યું આહ્વાન
  • તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર
  • ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો: ગેનીબેન

ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા છે. જેમાં ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા આહ્વાન કર્યું છે. તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર છે. તેમજ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ધૂણતા-ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલમાં નિવેદન આપ્યુ છે. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા છે.

હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યુ

ગઇકાલે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રથમ વખત હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યુ હતુ. જેમાં સગાઈ કરવાનું ઉદાહરણ આપી નિશાન સાધ્યું હતુ. તેમાં ગેનીબેન ઠાકારે જણાવ્યું છે કે સામેવાળા PMના નામે વોટ માંગે છે. તેમજ સગાઈ કરવાની હોય તો પહેલા મુરતિયો જોવાય, મુરતિયાના બાપને જોઈ સગાઈ ન થાય.

તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું

તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું. તમને કહું છું કે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. અડધી રાત્રે ભાભર આવી દરવાજો ખખડાવજો. તમારે બધાને પાલનપુર 15 તારીખે ફોર્મ ભરાવવા આવાનું છે અને પાલનપુરને હિલોળે ચડાવવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે

ગઢ ગામમાં રાત્રિસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે. આ સાથે તેમણે કહ્યું કે, વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી. ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે.