Gandhinagar News : નોકરીના બહાને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ

ગાંધીનગર સાઈબર ક્રાઈમે આરોપીની કરી ધરપકડ ટાસ્કના બહાને ક્રીપ્ટો, બીટ કોઈનમાં રોકાણ કરાવતા હતા ફરિયાદી પાસેથી 71 લાખ રૂપિયા પડાવ્યા ગાંધીનગર સાયબર ક્રાઈમે નોકરીની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયુ હોવાનું સામે આવ્યું છે.રૂપિયા કમાવવા માટે 9 જેટલા બેંક અકાઉન્ટ ખોલ્યા હતા,તો ફરીયાદી પાસેથી અલગ અલગ રીતે 71 લાખ જેટલી રકમ પડાવ્યાની ફરીયાદ નોંધાઈ છે સાથે સાથે આરોપીઓ પહેલા ટેલિગ્રામમા રીવ્યુ ટાસ્ક આપી શરુઆતમા પૈસા પરત આપી રોકાણ કરાવતા હતા,પેઈડ ટાસ્કના બહાને ક્રીપ્ટો,બીટ કોઈન, ઈથેરીયમમા રોકાણ કરાવતા હતા.પોલીસ તપાસમાં એક જ બેંક અકાઉન્ટમા ચાર મહિનામા 10 કરોડથી વધુના આર્થિક વ્યવહાર સામે આવ્યા છે,નોકરી ધંધો ન હોવાથી પૈસા કમાવવા પોતાના ડોક્યુમેન્ટના આધારે 9 જેટલા બેંક અકાઉન્ટ ખોલ્યા હતા. પાટણમાં એક મહિના અગાઉ આવી જ ઘટના બની પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી અપાવવાની લાલચ આપીને 12 જેટલા બેરોજગાર યુવાનો પાસેથી 2022-23 અને 2024 નાં વર્ષમાં રૂા.27.50 લાખ ખંખેરી લેનારા યુનિ.માં ફરજ બજાવતા નરેશ સોલંકી સામે વધુ એક યુવાનને નોકરી અપાવવાની લાલચ આપીને તેની પાસેથી રૂા. 50.000 ની રકમ પડાવી લેવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જેથી પાટણની જયુડિસીયલ કોર્ટનાં જજ એસ.એસ. જાનીએ પોલીસને આરોપી નરેશ સામે ફરિયાદ (એફ.આઈ.આર.) રજિસ્ટર્ડ કરીને તેની તપાસ કરવાના હુકમો જારી કર્યા છે. આથી આ બનાવ અંગે પાટણ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નરેશ સોલંકી સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પણ આવી જ ઘટના માધવપુરા વિસ્તારમાં આવેલા શ્રી શિવશક્તિનગરમાં રહેતી પૂજાના ઈન્સ્ટાગ્રામ પર દિલ્હીથી સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થા નામની એક જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયકની ભરતી કરવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી MA B.ed સુધીનો અભ્યાસ કરેલ પૂજાએ સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીની પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું.ફોર્મ ભર્યા બાદ પૂજાના ફોન પર એક મેસેજ આવ્યો હતો અને જેમાં વોટસઅપ પર ડોક્યુમેન્ટ, પાર્સપોર્ટ સાઈઝનો ફોટો મોકલવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ 2750 રૂપિયા ફી ભરવા પણ કહ્યું હતું. જેથી યુવતીએ ફી ગૂગલ પેથી ભરી દીધી હતી અને ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા. 

Gandhinagar News : નોકરીના બહાને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર સાઈબર ક્રાઈમે આરોપીની કરી ધરપકડ
  • ટાસ્કના બહાને ક્રીપ્ટો, બીટ કોઈનમાં રોકાણ કરાવતા હતા
  • ફરિયાદી પાસેથી 71 લાખ રૂપિયા પડાવ્યા

ગાંધીનગર સાયબર ક્રાઈમે નોકરીની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયુ હોવાનું સામે આવ્યું છે.રૂપિયા કમાવવા માટે 9 જેટલા બેંક અકાઉન્ટ ખોલ્યા હતા,તો ફરીયાદી પાસેથી અલગ અલગ રીતે 71 લાખ જેટલી રકમ પડાવ્યાની ફરીયાદ નોંધાઈ છે સાથે સાથે આરોપીઓ પહેલા ટેલિગ્રામમા રીવ્યુ ટાસ્ક આપી શરુઆતમા પૈસા પરત આપી રોકાણ કરાવતા હતા,પેઈડ ટાસ્કના બહાને ક્રીપ્ટો,બીટ કોઈન, ઈથેરીયમમા રોકાણ કરાવતા હતા.પોલીસ તપાસમાં એક જ બેંક અકાઉન્ટમા ચાર મહિનામા 10 કરોડથી વધુના આર્થિક વ્યવહાર સામે આવ્યા છે,નોકરી ધંધો ન હોવાથી પૈસા કમાવવા પોતાના ડોક્યુમેન્ટના આધારે 9 જેટલા બેંક અકાઉન્ટ ખોલ્યા હતા.

પાટણમાં એક મહિના અગાઉ આવી જ ઘટના બની

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી અપાવવાની લાલચ આપીને 12 જેટલા બેરોજગાર યુવાનો પાસેથી 2022-23 અને 2024 નાં વર્ષમાં રૂા.27.50 લાખ ખંખેરી લેનારા યુનિ.માં ફરજ બજાવતા નરેશ સોલંકી સામે વધુ એક યુવાનને નોકરી અપાવવાની લાલચ આપીને તેની પાસેથી રૂા. 50.000 ની રકમ પડાવી લેવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જેથી પાટણની જયુડિસીયલ કોર્ટનાં જજ એસ.એસ. જાનીએ પોલીસને આરોપી નરેશ સામે ફરિયાદ (એફ.આઈ.આર.) રજિસ્ટર્ડ કરીને તેની તપાસ કરવાના હુકમો જારી કર્યા છે. આથી આ બનાવ અંગે પાટણ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નરેશ સોલંકી સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદમાં પણ આવી જ ઘટના

માધવપુરા વિસ્તારમાં આવેલા શ્રી શિવશક્તિનગરમાં રહેતી પૂજાના ઈન્સ્ટાગ્રામ પર દિલ્હીથી સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થા નામની એક જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયકની ભરતી કરવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી MA B.ed સુધીનો અભ્યાસ કરેલ પૂજાએ સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારીની પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું.ફોર્મ ભર્યા બાદ પૂજાના ફોન પર એક મેસેજ આવ્યો હતો અને જેમાં વોટસઅપ પર ડોક્યુમેન્ટ, પાર્સપોર્ટ સાઈઝનો ફોટો મોકલવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ 2750 રૂપિયા ફી ભરવા પણ કહ્યું હતું. જેથી યુવતીએ ફી ગૂગલ પેથી ભરી દીધી હતી અને ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા.