GTUની કોલેજમાં માસ કોપી કેસમાં એન્જિનીયરિંગના 100 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા

પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી એન્જિનીયરિંગમાં સૌથી વધુ 100 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામા આવ્યા કોપી કેસમાં સંડોવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ, જુનિયર સુપરવાઈઝરને હિયરિંગમાં બોલાવાશે GTUની કોલેજમાં માસ કોપી કેસને લઈને રજિસ્ટારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. તેમાં કોપી કેસમાં સંડોવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ, જુનિયર સુપરવાઈઝર, ખંડ નિરીક્ષકને તેમજ વિદ્યાર્થીઓને હિયરિંગમાં બોલાવાશે. વિદ્યાશાખાના 151 જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતીનો કેસ સરકારી કોલેજ હોવાથી ટેનિકલ એજ્યુકેશન વિભાગને આની જાણ કરવામાં આવી છે. તેમજ વિદ્યાશાખાના 151 જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતીનો કેસ કરવામા આવ્યો છે. જેમા ડિપ્લોમાં એન્જિનીયરિંગમાં સૌથી વધુ 100 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામા આવ્યા છે. તથા જીટીયુની પરિક્ષા પુર્ણ થતા જ ઉત્તરવહી અને સીસીટીવીની ચકાસણી કરવામા આવી હતી. જેમા પ્રથમવાર વ્યારાની સરકારી ડિપ્લોમાં કોલેજના વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે.વ્યારામાં આવેલી સરકારી પોલીટેકનિકમાં આ પ્રકારની ઘટના બહાર આવી રાજયની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લો-ડિગ્રી ઇજનેરીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની પરીક્ષાઓમાં અત્યાર સુધી સ્વનિર્ભર ઇજનેરી કોલેજોમાં લેવાતી પરીક્ષાઓમાં માસ કોપીના કેસો બહાર આવતાં હોય છે. પરંતુ પહેલી વખત વ્યારામાં આવેલી સરકારી પોલીટેકનિકમાં આ પ્રકારની ઘટના બહાર આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે પરીક્ષા પુરી થાય બાદ ઉત્તરવહી ચકાસણી દરમિયાન અધ્યાપકના ધ્યાનમાં વ્યારા પોલીટેકનિક કોલેજના ડિપ્લોમા ઇજનેરીના સેમેસ્ટર -1ના વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ.

GTUની કોલેજમાં માસ કોપી કેસમાં એન્જિનીયરિંગના 100 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી
  • એન્જિનીયરિંગમાં સૌથી વધુ 100 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામા આવ્યા
  • કોપી કેસમાં સંડોવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ, જુનિયર સુપરવાઈઝરને હિયરિંગમાં બોલાવાશે

GTUની કોલેજમાં માસ કોપી કેસને લઈને રજિસ્ટારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. તેમાં કોપી કેસમાં સંડોવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ, જુનિયર સુપરવાઈઝર, ખંડ નિરીક્ષકને તેમજ વિદ્યાર્થીઓને હિયરિંગમાં બોલાવાશે.

વિદ્યાશાખાના 151 જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતીનો કેસ

સરકારી કોલેજ હોવાથી ટેનિકલ એજ્યુકેશન વિભાગને આની જાણ કરવામાં આવી છે. તેમજ વિદ્યાશાખાના 151 જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતીનો કેસ કરવામા આવ્યો છે. જેમા ડિપ્લોમાં એન્જિનીયરિંગમાં સૌથી વધુ 100 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામા આવ્યા છે. તથા જીટીયુની પરિક્ષા પુર્ણ થતા જ ઉત્તરવહી અને સીસીટીવીની ચકાસણી કરવામા આવી હતી. જેમા પ્રથમવાર વ્યારાની સરકારી ડિપ્લોમાં કોલેજના વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે.

વ્યારામાં આવેલી સરકારી પોલીટેકનિકમાં આ પ્રકારની ઘટના બહાર આવી

રાજયની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લો-ડિગ્રી ઇજનેરીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની પરીક્ષાઓમાં અત્યાર સુધી સ્વનિર્ભર ઇજનેરી કોલેજોમાં લેવાતી પરીક્ષાઓમાં માસ કોપીના કેસો બહાર આવતાં હોય છે. પરંતુ પહેલી વખત વ્યારામાં આવેલી સરકારી પોલીટેકનિકમાં આ પ્રકારની ઘટના બહાર આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે પરીક્ષા પુરી થાય બાદ ઉત્તરવહી ચકાસણી દરમિયાન અધ્યાપકના ધ્યાનમાં વ્યારા પોલીટેકનિક કોલેજના ડિપ્લોમા ઇજનેરીના સેમેસ્ટર -1ના વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ.