Bharuch News: ખાનગી બેંકમાં તસ્કરોનો હાથફેરો, આખી તિજોરી જ ઉઠાવી ગ્યા

ભરૂચના આમદરા ગામે બેન્કમાં તસ્કરો ત્રાટક્યાતિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી જ લઈ ગયા તિજોરીમાં રહેલી રૂ.19 લાખની રોકડ સલામત છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. દર બીજા કે ત્રીજા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં તસ્કરો લોકોની પરસેવાની મિલકત લૂંટીને ફરાર થઈ ગયા. પરંતુ ભરૂચમાં એક ચોંકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં તસ્કરોએ બેંકમાં ત્રાટકીને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તિજોરી ન તૂટતાં તસ્કરો આખે આખી તિજોરી જ ઉઠાવી ગયા. છતાં તસ્કરોના હાથમાં કઈ જ ના આવ્યું. વાત છે ભરૂચના આમદરા ગામની જ્યાં આવેલ HDFC બેંકમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ પહેલા તો બેંકમાં ઘૂસીને બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તિજોરી ન તૂટતાં તસ્કરોએ રીતસરનું એક ટ્રેક્ટર મંગાવ્યું અને આખે આખી તિજોરી જ ટ્રેક્ટર સાથે બાંધીને ઉઠાવી ગયા. જોકે, તસ્કરોના એક પણ પ્રયાસો સફળ ન થયા. કારણ કે, તેઓ તિજોરી ઉઠાવી તો ગયા પરંતુ તેને ખોલી ન શક્યા. તિજોરી ન ખૂલતાં તસ્કરોએ બેંકની તિજોરી અને ટ્રેક્ટર બાજુના ખેતરમાં મૂકીને પલાયન થવું પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરો દ્વારા ઉઠાવી જવામાં આવેલ તિજોરી પણ ખેતરમાંથી કબજે કરી છે. તિજોરીમાં રહેલ 19 લાખની રોકડ સલામત હોવાનું સામે આવ્યું છે.

Bharuch News: ખાનગી બેંકમાં તસ્કરોનો હાથફેરો, આખી તિજોરી જ ઉઠાવી ગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચના આમદરા ગામે બેન્કમાં તસ્કરો ત્રાટક્યા
  • તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી જ લઈ ગયા
  • તિજોરીમાં રહેલી રૂ.19 લાખની રોકડ સલામત

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. દર બીજા કે ત્રીજા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં તસ્કરો લોકોની પરસેવાની મિલકત લૂંટીને ફરાર થઈ ગયા. પરંતુ ભરૂચમાં એક ચોંકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં તસ્કરોએ બેંકમાં ત્રાટકીને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તિજોરી ન તૂટતાં તસ્કરો આખે આખી તિજોરી જ ઉઠાવી ગયા. છતાં તસ્કરોના હાથમાં કઈ જ ના આવ્યું.


વાત છે ભરૂચના આમદરા ગામની જ્યાં આવેલ HDFC બેંકમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ પહેલા તો બેંકમાં ઘૂસીને બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તિજોરી ન તૂટતાં તસ્કરોએ રીતસરનું એક ટ્રેક્ટર મંગાવ્યું અને આખે આખી તિજોરી જ ટ્રેક્ટર સાથે બાંધીને ઉઠાવી ગયા.


જોકે, તસ્કરોના એક પણ પ્રયાસો સફળ ન થયા. કારણ કે, તેઓ તિજોરી ઉઠાવી તો ગયા પરંતુ તેને ખોલી ન શક્યા. તિજોરી ન ખૂલતાં તસ્કરોએ બેંકની તિજોરી અને ટ્રેક્ટર બાજુના ખેતરમાં મૂકીને પલાયન થવું પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરો દ્વારા ઉઠાવી જવામાં આવેલ તિજોરી પણ ખેતરમાંથી કબજે કરી છે. તિજોરીમાં રહેલ 19 લાખની રોકડ સલામત હોવાનું સામે આવ્યું છે.