Ahmedabad :ઊંચા મેરિટવાળાને પસંદગીની કોલેજ મળતી ન હોવાના આક્ષેપ

કોલેજના અધ્યાપકો-આચાર્યોની બેઠકમાં પ્રવેશમાં સર્જાતી મુશ્કેલીના પ્રશ્નો ઊઠયાપ્રવેશના ધાંધિયાને લઈ વિદ્યાર્થી સંગઠને હલ્લાબોલ સાથે નકલી નોટો ઉછાળી વિરોધ કર્યો GCASના ધાંધિયાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોસ ફેલાયો છે સરકારી યુનિવર્સિટીઓના પ્રવેશ માટે પ્રથમવાર ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીમાં અનેક મૂશ્કેલીઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. GCASના ધાંધિયાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોસ ફેલાયો છે.બીજી તરફ કોલેજના અધ્યાપકો અને આચાર્યોને આજે મળેલી બેઠકમાં પણ અનેક પ્રશ્નો ઉઠયાં હતા. જેમાં એવી પણ ચર્ચા થઈ હતી કે, ઊંચા મેરીટ વાળા વિદ્યાર્થીઓને પસંદગીની કોલજ જ મળતી નથી. બીજી તરફ વિદ્યાર્થી સંગઠ દ્વારા યુનિવર્સિટીમાં હલ્લાબોલ સાથે નોટો ઉછાળી વિરોધ નોંધાવ્યો હતો. કોલેજના અધ્યાપકો અને આચાર્યોની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, વિદ્યાર્થીઓને એક દિવસ રિશફ્લિંગની તક આપવી જોઇએ કે તેથી વિદ્યાર્થીઓ પોતાના મેરિટ પ્રમાણે ઇચ્છીત કોલેજમાં પ્રવેશ મેળવી શકે.આ સિવયા ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) ચાલુ રાખવામાં આવે કે જેથી જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકયા નથી તેઓ ફરીવાર પ્રક્રિયામાં સામેલ થઇ શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીની મોટાભાગની કોલેજોમાં 15થી 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હોવાથી મોટાભાગની બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે ઓફ્લાઇન પ્રક્રિયા કરવી જોઇએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી. બીજી તરફ યુનિવર્સિટીમાં પ્રવેશને લઇને ચાલતાં વિવાદ અંતર્ગત આજે એનએસયુઆઇ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટીની બેવડીનીતિના કારણે મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહ્યા છે. હાલની સ્થિતિમાં 75થી 80 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત છે ત્યારે તાકીદે યુનિવર્સિટી-સરકાર કક્ષાએ યોગ્ય વ્યવસ્થા થવી જોઇએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

Ahmedabad :ઊંચા મેરિટવાળાને પસંદગીની કોલેજ મળતી ન હોવાના આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોલેજના અધ્યાપકો-આચાર્યોની બેઠકમાં પ્રવેશમાં સર્જાતી મુશ્કેલીના પ્રશ્નો ઊઠયા
  • પ્રવેશના ધાંધિયાને લઈ વિદ્યાર્થી સંગઠને હલ્લાબોલ સાથે નકલી નોટો ઉછાળી વિરોધ કર્યો
  • GCASના ધાંધિયાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોસ ફેલાયો છે

સરકારી યુનિવર્સિટીઓના પ્રવેશ માટે પ્રથમવાર ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીમાં અનેક મૂશ્કેલીઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. GCASના ધાંધિયાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોસ ફેલાયો છે.

બીજી તરફ કોલેજના અધ્યાપકો અને આચાર્યોને આજે મળેલી બેઠકમાં પણ અનેક પ્રશ્નો ઉઠયાં હતા. જેમાં એવી પણ ચર્ચા થઈ હતી કે, ઊંચા મેરીટ વાળા વિદ્યાર્થીઓને પસંદગીની કોલજ જ મળતી નથી. બીજી તરફ વિદ્યાર્થી સંગઠ દ્વારા યુનિવર્સિટીમાં હલ્લાબોલ સાથે નોટો ઉછાળી વિરોધ નોંધાવ્યો હતો.

કોલેજના અધ્યાપકો અને આચાર્યોની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, વિદ્યાર્થીઓને એક દિવસ રિશફ્લિંગની તક આપવી જોઇએ કે તેથી વિદ્યાર્થીઓ પોતાના મેરિટ પ્રમાણે ઇચ્છીત કોલેજમાં પ્રવેશ મેળવી શકે.આ સિવયા ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) ચાલુ રાખવામાં આવે કે જેથી જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકયા નથી તેઓ ફરીવાર પ્રક્રિયામાં સામેલ થઇ શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીની મોટાભાગની કોલેજોમાં 15થી 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હોવાથી મોટાભાગની બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે માટે ઓફ્લાઇન પ્રક્રિયા કરવી જોઇએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી. બીજી તરફ યુનિવર્સિટીમાં પ્રવેશને લઇને ચાલતાં વિવાદ અંતર્ગત આજે એનએસયુઆઇ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટીની બેવડીનીતિના કારણે મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહ્યા છે. હાલની સ્થિતિમાં 75થી 80 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત છે ત્યારે તાકીદે યુનિવર્સિટી-સરકાર કક્ષાએ યોગ્ય વ્યવસ્થા થવી જોઇએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી.