Kutch News: કચ્છમાંથી મળ્યા સૌથી લાંબા પૌરાણિક સાપ વાસુકિના અવશેષ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકીના રિપોર્ટમાં કરાયો દાવોમળી આવેલ સાપના અવશેષોની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીનીઆ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યુંકચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) માં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે.ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધકો દેબાજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ 'સાયન્ટીફિક રીપોર્ટસ'માં પ્રગટ કરવામાં આવતાં સમગ્ર- વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે.આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ-કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે. વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા, ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.

Kutch News: કચ્છમાંથી મળ્યા સૌથી લાંબા પૌરાણિક સાપ વાસુકિના અવશેષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકીના રિપોર્ટમાં કરાયો દાવો
  • મળી આવેલ સાપના અવશેષોની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની
  • આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું

કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) માં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે.

ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધકો દેબાજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ 'સાયન્ટીફિક રીપોર્ટસ'માં પ્રગટ કરવામાં આવતાં સમગ્ર- વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે.આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ-કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે.

વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા, ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.