આજે શહેરમાં નિકળનારી રથયાત્રામાં 70 કૃતિઓ આકર્ષણ જમાવશે

- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમીત્તે- રથયાત્રા સહિતના આયોજનને ભાવ.જૈન શ્વે.મૂ.પૂ.તપાસંઘ દ્વારા આખરી ઓપ અપાયોભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૈન ધર્મના પરમ શ્રધ્ધેય ૨૪ માં અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આવતીકાલ તા.૨૧ ને રવિવારના રોજ પરંપરાગત રીતે આસ્થાભેર ઉજવણી કરાશે.  આ અવસરે આયોજિત વિશાળ અને રંગદર્શી રથયાત્રામાં એક એકથી ચડીયાતી ૭૦ જેટલી કૃતિઓ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવશે.ગોહિલવાડમાં આવતીકાલ તા.૨૧-૪ ને રવિવારે પૂ. જૈનાચાર્યોની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ધામધૂમથી ઉજવણી કરાશે. ભાવનગર જૈન સંઘમાં બિરાજમાન પૂ.જૈનાચાર્યો, પદસ્થ ગુરૂ ભગવંતો અને શ્રમણી ભગવંતોની નિશ્રામાં આવતીકાલે રવિવારે સવારે ૮-૩૦ કલાકે શહેરના મોટા દેરાસરથી પ્રસ્થાન કરશી નિયત રાજમાર્ગો પર વાજતે-ગાજતે ફરીને દાદાસાહેબના પટાંગણમાં સવારે ૧૦ કલાકે ઉતરશે. જયાં ગુરૂ ભગવંતોના પ્રેરણાદાયી પ્રવચનો થશે. આ રથયાત્રામાં ઈન્દ્રધજા, ૫ ઘોડા,દાદાસાહેબ, તૃપ્તિ, વિદ્યાનગર સહિતના વિવિધ વિભાગોના બેન્ડ,ચાંદીની પાલખી,પ્રભુજીનો રથ,રામણ દિવડો, બાકુળા, પ્રભુજીના અષ્ટમંગલ, અહિંસા રથ,શેત્રુંજય અને પાવાપુરી એકસપ્રેસ ટ્રેઈન તેમજ  કુમાર અને કન્યા પાઠશાળાઓ, પુત્રવધુ મંડળ, મહિલા મંડળ, પૂજા મંડળ, સ્વર સંગમ સંગીત મંડળ, સ્નાત્ર મંડળ, સામાયિક શાળાના એક એકથી ચડીયાતી ૭૦ જેટલી કૃતિઓ સામેલ થશે જે ભાવિકોમાં આકર્ષણરૂપ બનશે. દરમિયાન શનિવારે દાદાસાહેબમાં સવારે વરઘોડાને લગતા આદેશો વ્યાખ્યાન દરમિયાન અપાયા હતા. 

આજે શહેરમાં નિકળનારી રથયાત્રામાં 70 કૃતિઓ આકર્ષણ જમાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમીત્તે

- રથયાત્રા સહિતના આયોજનને ભાવ.જૈન શ્વે.મૂ.પૂ.તપાસંઘ દ્વારા આખરી ઓપ અપાયો

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૈન ધર્મના પરમ શ્રધ્ધેય ૨૪ માં અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આવતીકાલ તા.૨૧ ને રવિવારના રોજ પરંપરાગત રીતે આસ્થાભેર ઉજવણી કરાશે.  આ અવસરે આયોજિત વિશાળ અને રંગદર્શી રથયાત્રામાં એક એકથી ચડીયાતી ૭૦ જેટલી કૃતિઓ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવશે.

ગોહિલવાડમાં આવતીકાલ તા.૨૧-૪ ને રવિવારે પૂ. જૈનાચાર્યોની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ધામધૂમથી ઉજવણી કરાશે. ભાવનગર જૈન સંઘમાં બિરાજમાન પૂ.જૈનાચાર્યો, પદસ્થ ગુરૂ ભગવંતો અને શ્રમણી ભગવંતોની નિશ્રામાં આવતીકાલે રવિવારે સવારે ૮-૩૦ કલાકે શહેરના મોટા દેરાસરથી પ્રસ્થાન કરશી નિયત રાજમાર્ગો પર વાજતે-ગાજતે ફરીને દાદાસાહેબના પટાંગણમાં સવારે ૧૦ કલાકે ઉતરશે. જયાં ગુરૂ ભગવંતોના પ્રેરણાદાયી પ્રવચનો થશે. આ રથયાત્રામાં ઈન્દ્રધજા, ૫ ઘોડા,દાદાસાહેબ, તૃપ્તિ, વિદ્યાનગર સહિતના વિવિધ વિભાગોના બેન્ડ,ચાંદીની પાલખી,પ્રભુજીનો રથ,રામણ દિવડો, બાકુળા, પ્રભુજીના અષ્ટમંગલ, અહિંસા રથ,શેત્રુંજય અને પાવાપુરી એકસપ્રેસ ટ્રેઈન તેમજ  કુમાર અને કન્યા પાઠશાળાઓ, પુત્રવધુ મંડળ, મહિલા મંડળ, પૂજા મંડળ, સ્વર સંગમ સંગીત મંડળ, સ્નાત્ર મંડળ, સામાયિક શાળાના એક એકથી ચડીયાતી ૭૦ જેટલી કૃતિઓ સામેલ થશે જે ભાવિકોમાં આકર્ષણરૂપ બનશે. દરમિયાન શનિવારે દાદાસાહેબમાં સવારે વરઘોડાને લગતા આદેશો વ્યાખ્યાન દરમિયાન અપાયા હતા.