Vadodaraમાં PM મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક કરી મહિલાઓએ કર્યા યોગ

વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી શહેરના અટલ ગાર્ડનમાં યોગ દિવસની કરાઈ ઉજવણી અટલ ગાર્ડનમાં 80 થી વધુ મહિલાઓ યોગમાં જોડાઈ સમગ્ર દેશમાં 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે,ત્યારે વડોદરાના અટલ ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.પીએમ મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક મહિલાઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી.એક મહિલાના પગના લીગામેન્ટ ડેમેજ હોવા છતાં તેમણે યોગ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતુ. સાડી પહેરી મહિલાઓએ યોગ કર્યો સાડીમાં પણ મહિલા યોગ કરી શકે છે તેઓ મહિલાઓએ આપ્યો સંદેશ આપ્યો છે,વડોદરાના અટલ ગાર્ડનમાં મહિલાઓએ સાડી પહેરીને યોગ કર્યો હતો.આ યોગમાં 80થી વધુ મહિલાઓ જોડાઈ હતી. યોગ કરવાથી માનસિક રોગથી મળશે રાહત યોગ કરીને તંદુરસ્ત અને સ્વસ્થ રહે અને નિરોગી રહે. યોગ અત્યારે ઘણા બધા જ રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ઓબેસીટી, ડાયાબિટીસ, થાઈરોઈડ અને નાના બાળકોને પણ અત્યારે બીમારીઓ આવી જતી હોય છે સાથે બેઠાળા જીવનના કારણે ખાસ યુવાઓને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઘરે જાતે જ અથવા તો કોઈ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે યોગ અભ્યાસ કરી તમારા તન-મનને સ્વસ્થ રાખી શકો છો. યોગ તમારા માનસિક રોગોને દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકરક સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇતિહાસ આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  

Vadodaraમાં PM મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક કરી મહિલાઓએ કર્યા યોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી
  • શહેરના અટલ ગાર્ડનમાં યોગ દિવસની કરાઈ ઉજવણી
  • અટલ ગાર્ડનમાં 80 થી વધુ મહિલાઓ યોગમાં જોડાઈ

સમગ્ર દેશમાં 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે,ત્યારે વડોદરાના અટલ ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.પીએમ મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક મહિલાઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી.એક મહિલાના પગના લીગામેન્ટ ડેમેજ હોવા છતાં તેમણે યોગ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.

સાડી પહેરી મહિલાઓએ યોગ કર્યો

સાડીમાં પણ મહિલા યોગ કરી શકે છે તેઓ મહિલાઓએ આપ્યો સંદેશ આપ્યો છે,વડોદરાના અટલ ગાર્ડનમાં મહિલાઓએ સાડી પહેરીને યોગ કર્યો હતો.આ યોગમાં 80થી વધુ મહિલાઓ જોડાઈ હતી.


યોગ કરવાથી માનસિક રોગથી મળશે રાહત

યોગ કરીને તંદુરસ્ત અને સ્વસ્થ રહે અને નિરોગી રહે. યોગ અત્યારે ઘણા બધા જ રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ઓબેસીટી, ડાયાબિટીસ, થાઈરોઈડ અને નાના બાળકોને પણ અત્યારે બીમારીઓ આવી જતી હોય છે સાથે બેઠાળા જીવનના કારણે ખાસ યુવાઓને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઘરે જાતે જ અથવા તો કોઈ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે યોગ અભ્યાસ કરી તમારા તન-મનને સ્વસ્થ રાખી શકો છો. યોગ તમારા માનસિક રોગોને દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકરક સાબિત થઈ શકે છે.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇતિહાસ

આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.