Anand Protest: આણંદમાં રસ્તાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ

આણંદ સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય બનું સ્થાનિકો માટે માથાનો દુઃખાવો હોસ્પિટલ પાછળના વિસ્તારના રહીશોને રસ્તા બાબતે સમસ્યા સ્થાનિકોએ ગ્રાઉન્ડ પર એકઠા થઇ રસ્તાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુંઆણંદના વેટરનરી ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બનનાર સિવિલ હોસ્પિટલ પાછળના વિસ્તારના રહીશોને રસ્તા બાબતે સમસ્યા ઉભી થઇ છે. જેને લઇ આજે સ્થાનિકોએ ગ્રાઉન્ડ પર એકઠા થઇ રસ્તાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુંઆણંદના વોર્ડ નં 13માં આવેલ વેટરનરી કોલેજ ગ્રાઉન્ડની પાછળ આવેલ વિસ્તારમાં આશરે 500થી વધુ મકાનો આવેલા છે જે તમામ લોકો વેટરનરી ગ્રાઉન્ડમાં થઇને વર્ષોથી અવરજવર કરતા હતા.નાના બાળકોની સ્કૂલ પણ આ તરફ આવેલ હોઈ તેઓ પણ આજ રસ્તાનો ઉપયોગ કરતા હતા.પરંતુ વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ પર સિવિલ હોસ્પિટલ મંજુર થતા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.જેને લઇ જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.આ વિસ્તારના લોકોને નજીકનો આ એકમાત્ર રસ્તો હતો જે હવે બંધ થતા 4 થી 5 કિલોમીટર ફરીને જવાની નોબત ઉભી થઇ છે સિવિલ હોસ્પિટલ મંજુર થતા જ સ્થાનિકો દ્વારા રસ્તા બાબતે સ્થાનિક ધારાસભ્ય અને કલેકટરને આ બાબતે લેખિતમાં રજુઆત કરવામાં આવી જેમાં સિવિલ હોસ્પિટલની પાસેની દીવાલ પાસેથી રસ્તો આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ આજે સિવિલનું કામકાજ શરૂ થવા છતાં રસ્તો આપવામાં આવ્યો નથી અને જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો દ્વારા આજે ગ્રાઉન્ડ ઉપર એકઠા થઇ ન્યાય આપો ન્યાય આપો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્થાનિકો દ્વારા રસ્તાની માંગ કરવામાં આવી હતી.

Anand Protest: આણંદમાં રસ્તાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આણંદ સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય બનું સ્થાનિકો માટે માથાનો દુઃખાવો 
  • હોસ્પિટલ પાછળના વિસ્તારના રહીશોને રસ્તા બાબતે સમસ્યા 
  • સ્થાનિકોએ ગ્રાઉન્ડ પર એકઠા થઇ રસ્તાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

આણંદના વેટરનરી ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બનનાર સિવિલ હોસ્પિટલ પાછળના વિસ્તારના રહીશોને રસ્તા બાબતે સમસ્યા ઉભી થઇ છે. જેને લઇ આજે સ્થાનિકોએ ગ્રાઉન્ડ પર એકઠા થઇ રસ્તાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું

આણંદના વોર્ડ નં 13માં આવેલ વેટરનરી કોલેજ ગ્રાઉન્ડની પાછળ આવેલ વિસ્તારમાં આશરે 500થી વધુ મકાનો આવેલા છે જે તમામ લોકો વેટરનરી ગ્રાઉન્ડમાં થઇને વર્ષોથી અવરજવર કરતા હતા.નાના બાળકોની સ્કૂલ પણ આ તરફ આવેલ હોઈ તેઓ પણ આજ રસ્તાનો ઉપયોગ કરતા હતા.પરંતુ વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ પર સિવિલ હોસ્પિટલ મંજુર થતા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.જેને લઇ જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.આ વિસ્તારના લોકોને નજીકનો આ એકમાત્ર રસ્તો હતો જે હવે બંધ થતા 4 થી 5 કિલોમીટર ફરીને જવાની નોબત ઉભી થઇ છે

સિવિલ હોસ્પિટલ મંજુર થતા જ સ્થાનિકો દ્વારા રસ્તા બાબતે સ્થાનિક ધારાસભ્ય અને કલેકટરને આ બાબતે લેખિતમાં રજુઆત કરવામાં આવી જેમાં સિવિલ હોસ્પિટલની પાસેની દીવાલ પાસેથી રસ્તો આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ આજે સિવિલનું કામકાજ શરૂ થવા છતાં રસ્તો આપવામાં આવ્યો નથી અને જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો દ્વારા આજે ગ્રાઉન્ડ ઉપર એકઠા થઇ ન્યાય આપો ન્યાય આપો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્થાનિકો દ્વારા રસ્તાની માંગ કરવામાં આવી હતી.