અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતા DYMC આઈ કે પટેલના કોન્ટ્રાકટનો અંત,મ્યુનિ.માં ચર્ચાનો વિષય બન્યો

        અમદાવાદ,શુક્રવાર,7 જુન,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલનો કોન્ટ્રાકટ પિરિયડ ના લંબાવાતા આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.વર્ષ-૨૦૨૧માં આ નિવૃત્ત આઈ એ એસ અધિકારીને ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી સોંપાયા બાદ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવાયા હતા.પલ્લવ બ્રિજ ઉપરાંત નારણપુરા સ્પોટર્સ સંકુલ સહિતના પ્રોજેકટ તેમને સોંપવામા આવ્યા હતા.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ પણ તેમના હસ્તક સોંપવામા આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૮ જુન-૨૦૨૧થી નિવૃત્ત આઈ.એ.એસ. અને કલેકટર સુધીના હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂકેલા આઈ.કે.પટેલ ને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન ઉપરાંત એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગ સહિતના અન્ય વિભાગનો હવાલો સોંપવામા આવ્યો હતો.૬ જુન-૨૦૨૪ના રોજ તેમનો કોન્ટ્રાકટ પિરિયડ લંબાવવાના બદલે અંત લાવી દેવામા આવ્યો હતો.નિવૃત્ત આઈ એ એસ અધિકારીનો કોન્ટ્રાકટ પિરીયડ લંબાવવામા નહિ આવવા પાછળ કેટલાક મુદ્દા જવાબદાર હોવાની ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં દિવસ દરમિયાન ચાલી હતી.જેમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે કેશવનગર ખાતે આવેલી ખાડીયાની ચાલી ખાતે આવેલા ૧૫૦ મકાન તોડી પાડવા સમયે થયેલા ઉગ્ર વિરોધ ઉપરાંત ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા કેટલાક મહત્વના પ્રોજેકટની જવાબદારી તેમને સોંપવામા આવી હતી.જેમાં ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપરાંત પલ્લવ જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ તથા નારણપુરા ખાતે રુપિયા ૬૦૦ કરોડના ખર્ચથી અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા સહિતના પ્રોજેકટમાં સમયસર અને જોઈએ એ પ્રકારની કામગીરી પુરી કરી શકાઈ નહિં હોવા બાબતની ગંભીર નોંધ લેવામા આવી હોવા જેવી ચર્ચાએ જોર પકડયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં આ અધિકારી સિવાય રમેશ મેરજા, સી.આર.ખરસાણ અને સતીષ પટેલ જેવા નિવૃત્ત સનદી અધિકારીઓ ઘણાં સમયથી  ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે ફરજ બજાવી રહયા છે.આ અધિકારીઓનો પણ આવનારા સમયમાં કોન્ટ્રાકટ પિરીયડ લંબાવવામા આવે એવી શકયતા નહીવત હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ ત્રણ પૈકીના બે અધિકારી ભાજપના રાજયકક્ષાના નેતાઓ સાથેના સંબંધના કારણે મ્યુનિ.માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે  કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહયા છે.કોને કયા વિભાગનો હવાલો સોંપાયો? આઈ.કે.પટેલ ના કોન્ટ્રાકટનો અંત આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એકઝિકયુટીવ ડીરેકટર,એસ્ટેટ અને હાઉસીંગ પ્રોજેકટ,સ્લમ નેટવર્કીંગ પ્રોજેકટ અને નોન ટેકસ રેવન્યુ વિભાગ સોંપવામા આવ્યા છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠકકરને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવવામા આવ્યા છે.આ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ,ટી.પી.સ્કીમ તથા સરદાર પટેલ સ્ટેડિયમની જવાબદારી સોંપાઈ છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખને રોડ,બ્રિજ  તથા એન્જિનિયરીંગ જેવા વિભાગ સોંપવામા આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતા DYMC  આઈ કે પટેલના કોન્ટ્રાકટનો અંત,મ્યુનિ.માં ચર્ચાનો વિષય બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શુક્રવાર,7 જુન,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલનો કોન્ટ્રાકટ પિરિયડ ના લંબાવાતા આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.વર્ષ-૨૦૨૧માં આ નિવૃત્ત આઈ એ એસ અધિકારીને ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી સોંપાયા બાદ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવાયા હતા.પલ્લવ બ્રિજ ઉપરાંત નારણપુરા સ્પોટર્સ સંકુલ સહિતના પ્રોજેકટ તેમને સોંપવામા આવ્યા હતા.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ પણ તેમના હસ્તક સોંપવામા આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૮ જુન-૨૦૨૧થી નિવૃત્ત આઈ.એ.એસ. અને કલેકટર સુધીના હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂકેલા આઈ.કે.પટેલ ને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન ઉપરાંત એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગ સહિતના અન્ય વિભાગનો હવાલો સોંપવામા આવ્યો હતો.૬ જુન-૨૦૨૪ના રોજ તેમનો કોન્ટ્રાકટ પિરિયડ લંબાવવાના બદલે અંત લાવી દેવામા આવ્યો હતો.નિવૃત્ત આઈ એ એસ અધિકારીનો કોન્ટ્રાકટ પિરીયડ લંબાવવામા નહિ આવવા પાછળ કેટલાક મુદ્દા જવાબદાર હોવાની ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં દિવસ દરમિયાન ચાલી હતી.જેમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે કેશવનગર ખાતે આવેલી ખાડીયાની ચાલી ખાતે આવેલા ૧૫૦ મકાન તોડી પાડવા સમયે થયેલા ઉગ્ર વિરોધ ઉપરાંત ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા કેટલાક મહત્વના પ્રોજેકટની જવાબદારી તેમને સોંપવામા આવી હતી.જેમાં ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપરાંત પલ્લવ જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ તથા નારણપુરા ખાતે રુપિયા ૬૦૦ કરોડના ખર્ચથી અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા સહિતના પ્રોજેકટમાં સમયસર અને જોઈએ એ પ્રકારની કામગીરી પુરી કરી શકાઈ નહિં હોવા બાબતની ગંભીર નોંધ લેવામા આવી હોવા જેવી ચર્ચાએ જોર પકડયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં આ અધિકારી સિવાય રમેશ મેરજા, સી.આર.ખરસાણ અને સતીષ પટેલ જેવા નિવૃત્ત સનદી અધિકારીઓ ઘણાં સમયથી  ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે ફરજ બજાવી રહયા છે.આ અધિકારીઓનો પણ આવનારા સમયમાં કોન્ટ્રાકટ પિરીયડ લંબાવવામા આવે એવી શકયતા નહીવત હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ ત્રણ પૈકીના બે અધિકારી ભાજપના રાજયકક્ષાના નેતાઓ સાથેના સંબંધના કારણે મ્યુનિ.માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે  કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહયા છે.

કોને કયા વિભાગનો હવાલો સોંપાયો?

આઈ.કે.પટેલ ના કોન્ટ્રાકટનો અંત આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એકઝિકયુટીવ ડીરેકટર,એસ્ટેટ અને હાઉસીંગ પ્રોજેકટ,સ્લમ નેટવર્કીંગ પ્રોજેકટ અને નોન ટેકસ રેવન્યુ વિભાગ સોંપવામા આવ્યા છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠકકરને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવવામા આવ્યા છે.આ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ,ટી.પી.સ્કીમ તથા સરદાર પટેલ સ્ટેડિયમની જવાબદારી સોંપાઈ છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખને રોડ,બ્રિજ  તથા એન્જિનિયરીંગ જેવા વિભાગ સોંપવામા આવ્યા છે.