Loksabha election result 2024: અમરેલીમાં ભાજપના ભરત સુતરીયા વિજેતા બન્યા

અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયા સાંસદ બન્યાપાટીદાર અગ્રણીએ જેની ઠુમ્મરને હાર આપીભરત સુરતરિયા બળદગાડામાં ફોર્મ ભરવા ગયા હતાઅમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરીયા ચૂંટણી જીતી ગયા છે. તેમને કોંગ્રેસના જેની ઠુમ્મરને હાર આપી છે.જાણો કોણ છે ભરત સુતરીયા? અમરેલી જિલ્લાના મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. ભરતભાઈએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જેઓ વર્ષ 1991થી ભાજપના કાર્યકર છે. તેમજ વર્ષ-2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી 2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાના જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલ 6 માસથી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. ગા઼ડામાં ફોર્મ ભરવા નીકળ્યા હતાલોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત સમયે ભારે વિરોધ બાદ પણ ભરતભાઈ સુતરિયાએ નામ નોંધાવ્યું હતું. શિસ્ત ગણાતી પાર્ટીમાં ઉમેદવારના નામને લઈ વિખવાદ જોવા મળ્યો હતો. પરંતુ ફોર્મ ભર્યા બાદ રેલીઓ અને પ્રચારમાં સૌએ સાથે મળીને ટેકો આપ્યો હતો. જો કે જરખિયા ગામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ બળદગાડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા હતા. જો કે સોશિયલ મીડિયામાં તેમને એક સમયે એવી ચેલેન્જ પણ આપી હતી કે હું ઓછું ભણેલો પરંતુ ગણેલો છું. પાટીદાર દબદબો ધરાવતી અમરેલી સીટ પર કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને પૂર્વ સાંસદના દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેઓ ઉચ્ચ અભ્યાસ ધરાવે છે અને લંડનમાં ભણેલા છે. તેમનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. જેની સામે ભાજપે ખેડૂત પરિવારના સંગઠનના કાર્યકર્તાને ટિકિટ આપી છે. આમ બંને ઉમેદવારો વચ્ચે સારી એવી સ્પર્ધા રહી હતી.

Loksabha election result 2024: અમરેલીમાં ભાજપના ભરત સુતરીયા વિજેતા બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરિયા સાંસદ બન્યા
  • પાટીદાર અગ્રણીએ જેની ઠુમ્મરને હાર આપી
  • ભરત સુરતરિયા બળદગાડામાં ફોર્મ ભરવા ગયા હતા

અમરેલી લોકસભા બેઠક પર ભરત સુતરીયા ચૂંટણી જીતી ગયા છે. તેમને કોંગ્રેસના જેની ઠુમ્મરને હાર આપી છે.

જાણો કોણ છે ભરત સુતરીયા?

અમરેલી જિલ્લાના મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. ભરતભાઈએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જેઓ વર્ષ 1991થી ભાજપના કાર્યકર છે. તેમજ વર્ષ-2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી 2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાના જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલ 6 માસથી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.

ગા઼ડામાં ફોર્મ ભરવા નીકળ્યા હતા

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત સમયે ભારે વિરોધ બાદ પણ ભરતભાઈ સુતરિયાએ નામ નોંધાવ્યું હતું. શિસ્ત ગણાતી પાર્ટીમાં ઉમેદવારના નામને લઈ વિખવાદ જોવા મળ્યો હતો. પરંતુ ફોર્મ ભર્યા બાદ રેલીઓ અને પ્રચારમાં સૌએ સાથે મળીને ટેકો આપ્યો હતો. જો કે જરખિયા ગામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ બળદગાડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા હતા.

જો કે સોશિયલ મીડિયામાં તેમને એક સમયે એવી ચેલેન્જ પણ આપી હતી કે હું ઓછું ભણેલો પરંતુ ગણેલો છું. પાટીદાર દબદબો ધરાવતી અમરેલી સીટ પર કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને પૂર્વ સાંસદના દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેઓ ઉચ્ચ અભ્યાસ ધરાવે છે અને લંડનમાં ભણેલા છે. તેમનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. જેની સામે ભાજપે ખેડૂત પરિવારના સંગઠનના કાર્યકર્તાને ટિકિટ આપી છે. આમ બંને ઉમેદવારો વચ્ચે સારી એવી સ્પર્ધા રહી હતી.