Rajkot: જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર,ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકાયો

સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો પામ ઓઇલનો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે.સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધ્યો છે જેના કારણે ગૃહીઓના બજેટ પર તેની અસર જોવા મળશે.આગામી જન્માષ્ઠમીનાં તહેવાર સુધી તેલના ભાવમાં તેજીમાં જોવા મળશે.સાતમ આઠમના તહેવારો ટાણે જ સીંગતેલ સહિતના તેઓમાં ભાવમાં વધારાને લઈને મધ્યમ વર્ગીય પરિવારો પરેશાન છે. સીંગતેલના ભાવમાં વધારો તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ફરી ડબ્બાના ભાવમાં વધારો થયો છે.સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો છે.કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો છે.પામ ઓઇલનો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો છે.મગફળીની ઓછી આવક અને સિંગતેલ સહિતના તેલોને માંગમાં વધારાને લઈને ભાવ વધ્યા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. ગત વર્ષે પણ ભાવમાં વધારો થયો હતો ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં હતા. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો હતો. 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ રાજ્ય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે. જોકે, આગોતરા વાવેતર થઈ ગયા હતા તેવી મગફળી તો બજારમાં આવવા લાગી છે. તેમજ સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ ખાસ વાંધો નથી. પરંતુ જ્યાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે સારો વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શક્યતા નથી.   

Rajkot: જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર,ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો
  • કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો
  • પામ ઓઇલનો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો

રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે.સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધ્યો છે જેના કારણે ગૃહીઓના બજેટ પર તેની અસર જોવા મળશે.આગામી જન્માષ્ઠમીનાં તહેવાર સુધી તેલના ભાવમાં તેજીમાં જોવા મળશે.સાતમ આઠમના તહેવારો ટાણે જ સીંગતેલ સહિતના તેઓમાં ભાવમાં વધારાને લઈને મધ્યમ વર્ગીય પરિવારો પરેશાન છે.

સીંગતેલના ભાવમાં વધારો

તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ફરી ડબ્બાના ભાવમાં વધારો થયો છે.સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો છે.કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો છે.પામ ઓઇલનો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો છે.મગફળીની ઓછી આવક અને સિંગતેલ સહિતના તેલોને માંગમાં વધારાને લઈને ભાવ વધ્યા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.

ગત વર્ષે પણ ભાવમાં વધારો થયો હતો

ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં હતા. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો હતો.

39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ

રાજ્ય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે. જોકે, આગોતરા વાવેતર થઈ ગયા હતા તેવી મગફળી તો બજારમાં આવવા લાગી છે. તેમજ સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ ખાસ વાંધો નથી. પરંતુ જ્યાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે સારો વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શક્યતા નથી.