અમિત શાહનો 7.44 લાખ મતોથી વિજય

છેલ્લી આઠ ટર્મથી ભાજપના કબ્જામાં રહેલી ગાંધીનગર બેઠક ઉપરગત ચૂંટણી કરતા ૧.૮૮ લાખ વધુ લીડ મેળવી પોતાનો જ રેકોર્ડ તોડયો : કોંગ્રેસના સોનલબેન પટેલને ૨.૬૬ લાખ મતો મળ્યાગાંધીનગર :  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી આજે વહેલી સવારથી શહેરના સે-૧પમાં આવેલી સરકારી કોલેજ ખાતે શરૃ થઈ હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ-સહકારીતા મંત્રી અમિત શાહ કોંગ્રેસના હરિફ ઉમેદવાર સોનલબેન પટેલ કરતાં આગળ રહયા હતા અને બપોર સુધીમાં પૂર્ણ થયેલી મતગણતરીમાં અમિત શાહને  ૭.૪૪ લાખની જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. સતત આઠમી ટર્મ ભાજપના ઉમેદવારની આ બેઠક ઉપર જીત થતાં પરંપરાગત બેઠક સચવાઈ ગઈ છે અને અમિત શાહે ગત વર્ષે બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડયો છે. ગત વર્ષ કરતા ૧.૮૮ લાખ મતો વધુ મેળવીને તેમણે નવો વિક્રમ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને ૨.૬૬ લાખ મતો જ મળતા કારમો પરાજય થયો છે.સમગ્ર ભારતમાં આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપના ગઢ રહેલી એવી ગાંધીનગર બેઠક ઉપર ખુદ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ સતત બીજી ટર્મ મેદાને ઉતર્યા હતા ત્યારે આ બેઠક ઉપરથી ગુજરાતમાં સૌથી વધુ લીડ અમિત શાહને મળે તે માટે સ્થાનિક નેતાઓ દ્વારા આયોજન તથા મહેનત કરવામાં આવી હતી. કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે અમિત શાહ  ૭,૪૪,૭૧૬ મતોથી વિજયી થયા હતા અને જે ગત ચૂંટણી કરતાં ૧.૮૮ લાખ કરતાં વધુ મતોની લીડ હોવાનું સામે આવી રહ્યું છે.સમગ્ર દેશની નજર ગાંધીનગર બેઠક ઉપર હતી કેમકે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહયા હતા. ત્યારે આજે સવારે આઠ વાગ્યાથી સે-૧પની કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ રાઉન્ડથી જ અમિત શાહ આગળ રહયા હતા અને છેલ્લા રાઉન્ડ સુધી તેમણે તે લીડ ટકાવી રાખી હતી. વિધાનસભા દીઠ નજર કરીએ તો ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠકમાં પણ અમિત શાહે જંગી સરસાઈ મેળવી હતી. ગાંધીનગર ઉત્તર બેઠકમાં અમિત શાહને ૯૮,૮૯૩ જ્યારે કોંગ્રેસના સોનલબેનને ૪૦,૨૯૩ મત મળ્યા હતા. આ બેઠક ઉપર અમિત શાહને ૫૮,૬૦૦ મત વધુ મળ્યા હતા તો કલોલ વિધાનસભા બેઠકમાં અમિત શાહન૧,૧૮,૦૯૯જ્યારે કોંગ્રેસના સોનલબેનને ૩૮,૭૧૬ એટલે કે અમિત શાહને ૭૯,૩૮૩ મત વધુ મળ્યા હતા. આ ઉપરાંત સાણંદ બેઠક પર અમિત શાહને ૧,૩૯,૩૪૮ મત મળ્યા હતા. જ્યારે ઘાટલોડિયામાં સોથી વધુ ૨,૪૩,૨૨૦ મતો હાંસલ થયા હતા. વેજલપુરમાં ભાજપને ૧,૪૫,૨૨૬ મતો, નારણપુરા ૧,૧૮,૯૧૧ મતો તથા સાબરમતીમાં ૧,૩૬,૨૮૭ મતો મળ્યા હતા. આ ઉપરાંત પોસ્ટલ બેલટમાં પણ અમિત શાહને કુલ પોસ્ટલ મતોના ૫૮.૭૪ ટકા મતો એટલે કે, ૧૦,૯૮૮ મતો મળ્યા હતા. આમ, ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર ભાજપના અમિત શાહને ૧૦,૧૦,૯૭૨ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના હરિફ ઉમેદવાર સોનલબેન પટેલને સાતેય વિધાનસભા અને પોસ્ટલ બેલેટના થઇને કુલ ૨,૬૬,૨૫૬ મતો જ મળ્યા હતા. જેથી આ બેઠક ભાજપ વધુ મજબુત કરી છે અને ગત વખતની ચૂંટણી કરતા ૧.૮૮ લાખ મતોની લીડ વધારીને આ વધતે રેકોર્ડબ્રેક ૭.૪૪ લાખની લીડ સાથે અમિત શાહનો ભવ્ય વિજય થયો છે.    

અમિત શાહનો 7.44 લાખ મતોથી વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


છેલ્લી આઠ ટર્મથી ભાજપના કબ્જામાં રહેલી ગાંધીનગર બેઠક ઉપર

ગત ચૂંટણી કરતા ૧.૮૮ લાખ વધુ લીડ મેળવી પોતાનો જ રેકોર્ડ તોડયો : કોંગ્રેસના સોનલબેન પટેલને ૨.૬૬ લાખ મતો મળ્યા

ગાંધીનગર :  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી આજે વહેલી સવારથી શહેરના સે-૧પમાં આવેલી સરકારી કોલેજ ખાતે શરૃ થઈ હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ-સહકારીતા મંત્રી અમિત શાહ કોંગ્રેસના હરિફ ઉમેદવાર સોનલબેન પટેલ કરતાં આગળ રહયા હતા અને બપોર સુધીમાં પૂર્ણ થયેલી મતગણતરીમાં અમિત શાહને  ૭.૪૪ લાખની જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. સતત આઠમી ટર્મ ભાજપના ઉમેદવારની આ બેઠક ઉપર જીત થતાં પરંપરાગત બેઠક સચવાઈ ગઈ છે અને અમિત શાહે ગત વર્ષે બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડયો છે. ગત વર્ષ કરતા ૧.૮૮ લાખ મતો વધુ મેળવીને તેમણે નવો વિક્રમ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને ૨.૬૬ લાખ મતો જ મળતા કારમો પરાજય થયો છે.

સમગ્ર ભારતમાં આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપના ગઢ રહેલી એવી ગાંધીનગર બેઠક ઉપર ખુદ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ સતત બીજી ટર્મ મેદાને ઉતર્યા હતા ત્યારે આ બેઠક ઉપરથી ગુજરાતમાં સૌથી વધુ લીડ અમિત શાહને મળે તે માટે સ્થાનિક નેતાઓ દ્વારા આયોજન તથા મહેનત કરવામાં આવી હતી. કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે અમિત શાહ  ૭,૪૪,૭૧૬ મતોથી વિજયી થયા હતા અને જે ગત ચૂંટણી કરતાં ૧.૮૮ લાખ કરતાં વધુ મતોની લીડ હોવાનું સામે આવી રહ્યું છે.

સમગ્ર દેશની નજર ગાંધીનગર બેઠક ઉપર હતી કેમકે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહયા હતા. ત્યારે આજે સવારે આઠ વાગ્યાથી સે-૧પની કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ રાઉન્ડથી જ અમિત શાહ આગળ રહયા હતા અને છેલ્લા રાઉન્ડ સુધી તેમણે તે લીડ ટકાવી રાખી હતી. વિધાનસભા દીઠ નજર કરીએ તો ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠકમાં પણ અમિત શાહે જંગી સરસાઈ મેળવી હતી. ગાંધીનગર ઉત્તર બેઠકમાં અમિત શાહને ૯૮,૮૯૩ જ્યારે કોંગ્રેસના સોનલબેનને ૪૦,૨૯૩ મત મળ્યા હતા. આ બેઠક ઉપર અમિત શાહને ૫૮,૬૦૦ મત વધુ મળ્યા હતા તો કલોલ વિધાનસભા બેઠકમાં અમિત શાહન૧,૧૮,૦૯૯જ્યારે કોંગ્રેસના સોનલબેનને ૩૮,૭૧૬ એટલે કે અમિત શાહને ૭૯,૩૮૩ મત વધુ મળ્યા હતા. આ ઉપરાંત સાણંદ બેઠક પર અમિત શાહને ૧,૩૯,૩૪૮ મત મળ્યા હતા. જ્યારે ઘાટલોડિયામાં સોથી વધુ ૨,૪૩,૨૨૦ મતો હાંસલ થયા હતા. વેજલપુરમાં ભાજપને ૧,૪૫,૨૨૬ મતો, નારણપુરા ૧,૧૮,૯૧૧ મતો તથા સાબરમતીમાં ૧,૩૬,૨૮૭ મતો મળ્યા હતા. આ ઉપરાંત પોસ્ટલ બેલટમાં પણ અમિત શાહને કુલ પોસ્ટલ મતોના ૫૮.૭૪ ટકા મતો એટલે કે, ૧૦,૯૮૮ મતો મળ્યા હતા. આમ, ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર ભાજપના અમિત શાહને ૧૦,૧૦,૯૭૨ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના હરિફ ઉમેદવાર સોનલબેન પટેલને સાતેય વિધાનસભા અને પોસ્ટલ બેલેટના થઇને કુલ ૨,૬૬,૨૫૬ મતો જ મળ્યા હતા. જેથી આ બેઠક ભાજપ વધુ મજબુત કરી છે અને ગત વખતની ચૂંટણી કરતા ૧.૮૮ લાખ મતોની લીડ વધારીને આ વધતે રેકોર્ડબ્રેક ૭.૪૪ લાખની લીડ સાથે અમિત શાહનો ભવ્ય વિજય થયો છે.