Kshatriya Samaj: રૂપાલા સામેના વિરોધ મામલે સમાજના આગેવાનો હાઈકોર્ટની શરણે

કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક: અરજદાર શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત થાય તે અયોગ્ય ક્ષત્રિય સમાજના આગેવાનો હાઈકોર્ટની શરણે ગયા છે. જેમાં કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમજ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. તેમાં અરજદારે જણાવ્યું છે કે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક છે. શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત થાય તે અયોગ્ય છે.ક્ષત્રિય સમાજની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાઇકોર્ટનું શરણ લીધું છે. જેમાં ક્ષત્રિય સમાજની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી છે. તેમાં કમિશનરના પરિપત્રને હાઇકોર્ટમાં ક્ષત્રિય સમાજે પડકાર્યો છે. તેમજ કાશ્મીરમાં વાવટા ફરકાવવા પર લાગેલા પ્રતિબંધને હાઇકોર્ટએ ફગાવ્યો હતો. જેથી આ પરિપત્ર રિજકેટ કરવા કોર્ટમાં રજુઆત કરી છે. તેમાં સોમવારે ચૂંટણીપંચ તરફથી કોર્ટમાં જવાબ રજૂ થઈ શકે છે. ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની સાથે ભાજપ પક્ષના વિરોધ સાથે આંદોલન કરશે કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવાથી રોક ન લગાવી શકાય તેમ અરજદારે જણાવ્યું છે. તેમજ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતા અટકાયત થાય તે અયોગ્ય હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની સાથે ભાજપ પક્ષના વિરોધ સાથે આંદોલન કરશે. હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ પાર્ટ 2 આંદોલન વધુ આક્રમક બની રહેશે. જેમાં પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ગીતાબા પરમાર ક્ષત્રિય કરણીસેનાના મહિલા અધ્યક્ષ અને આગેવાન છે તેમણે આ નિવેદન આપ્યું છે. અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં અમદાવાદના ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરાયું છે. તેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તથા અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે. તેમજ અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે. પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠકમાં ચર્ચા થશે. કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે. 

Kshatriya Samaj: રૂપાલા સામેના વિરોધ મામલે સમાજના આગેવાનો હાઈકોર્ટની શરણે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો
  • શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક: અરજદાર
  • શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત થાય તે અયોગ્ય

ક્ષત્રિય સમાજના આગેવાનો હાઈકોર્ટની શરણે ગયા છે. જેમાં કમિશનરના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમજ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. તેમાં અરજદારે જણાવ્યું છે કે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક છે. શાંતિપૂર્ણ વિરોધમાં અટકાયત થાય તે અયોગ્ય છે.

ક્ષત્રિય સમાજની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાઇકોર્ટનું શરણ લીધું છે. જેમાં ક્ષત્રિય સમાજની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી છે. તેમાં કમિશનરના પરિપત્રને હાઇકોર્ટમાં ક્ષત્રિય સમાજે પડકાર્યો છે. તેમજ કાશ્મીરમાં વાવટા ફરકાવવા પર લાગેલા પ્રતિબંધને હાઇકોર્ટએ ફગાવ્યો હતો. જેથી આ પરિપત્ર રિજકેટ કરવા કોર્ટમાં રજુઆત કરી છે. તેમાં સોમવારે ચૂંટણીપંચ તરફથી કોર્ટમાં જવાબ રજૂ થઈ શકે છે.

ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની સાથે ભાજપ પક્ષના વિરોધ સાથે આંદોલન કરશે

કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવાથી રોક ન લગાવી શકાય તેમ અરજદારે જણાવ્યું છે. તેમજ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતા અટકાયત થાય તે અયોગ્ય હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ હવે રૂપાલાની સાથે ભાજપ પક્ષના વિરોધ સાથે આંદોલન કરશે. હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ પાર્ટ 2 આંદોલન વધુ આક્રમક બની રહેશે. જેમાં પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ગીતાબા પરમાર ક્ષત્રિય કરણીસેનાના મહિલા અધ્યક્ષ અને આગેવાન છે તેમણે આ નિવેદન આપ્યું છે.

અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે

ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં અમદાવાદના ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરાયું છે. તેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તથા અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે. તેમજ અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે. પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠકમાં ચર્ચા થશે. કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે.