Rajkot TRP GameZone: રાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

પોલીસ હાઈકોર્ટમાં આરોપીઓના રિમાન્ડની કરશે માંગ આરોપીઓની બેદરકારીથી 28 લોકોના જીવ ગયા પોલીસે કુલ 7 આરોપીઓ સામે નોંધ્યો છે ગુનો રાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જેમાં પોલીસ હાઈકોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માગ કરશે. આરોપીઓની બેદરકારીથી 28 લોકોના જીવ ગયા છે. ત્યારે પોલીસે કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. શનિવારે સાંજે ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં આગ લાગ્યાની ઘટનામાં સરકારી ચોપડે 28 લોકો જીવતા ભૂજાયા હતા તેમજ 31 લોકો ગુમ હોવાનું પરિવારજનોએ નોંધાવ્યું છે.સમગ્ર મામલે કુલ 7 આરોપીઓ સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો સમગ્ર મામલે કુલ 7 આરોપીઓ સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ અગ્રિકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેમાં TRP ગેમઝોન દુર્ઘટના મુદ્દે HCએ સુઓમોટો લીધી છે. તેમાં આજે હાઈકોર્ટમાં દુર્ઘટનાને લઈ વધુ સુનવણી થઇ રહી છે. જેમાં સંદેશના અહેવાદ બાદ કોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. મીડિયાના અહેવાલના આધારે સુઓમોટો લીધી હતી. જેમાં HC બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત હતી કે ફાયર સેફટી, જવાબદાર સામે કડક પગલાં લેવા જોઇએ. ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ ગેમઝોન આવેલા છે.ગેમઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા જોઇએ ગેમઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા જોઇએ. તેમજ સિનિયર એડવોકેટ અમિત પંચાલની કોર્ટમાં રજૂઆત છે કે ખૂબ ગંભીર રીતે દર્દનાક હોનારત છે. રાજકોટ ગેમઝોનમાં ફાયર સેફટીનો અભાવ હોવાની રજૂઆત કરાઇ છે. ત્યારે આજે અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી સામે આવી છે. તેમાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. તેમાં માર્ગ મકાન વિભાગના 2 ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે. તથા કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા અને તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ.કોઠિયા સસ્પેન્ડ થયા છે. તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. જેમાં PI વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડ સસ્પેન્ડ થયા છે. તેમજ મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર જેમાં આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી તથા આસિ.એન્જિનિયર જયદીપ ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે.

Rajkot TRP GameZone: રાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ હાઈકોર્ટમાં આરોપીઓના રિમાન્ડની કરશે માંગ
  • આરોપીઓની બેદરકારીથી 28 લોકોના જીવ ગયા
  • પોલીસે કુલ 7 આરોપીઓ સામે નોંધ્યો છે ગુનો

રાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જેમાં પોલીસ હાઈકોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માગ કરશે. આરોપીઓની બેદરકારીથી 28 લોકોના જીવ ગયા છે. ત્યારે પોલીસે કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. શનિવારે સાંજે ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં આગ લાગ્યાની ઘટનામાં સરકારી ચોપડે 28 લોકો જીવતા ભૂજાયા હતા તેમજ 31 લોકો ગુમ હોવાનું પરિવારજનોએ નોંધાવ્યું છે.

સમગ્ર મામલે કુલ 7 આરોપીઓ સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

સમગ્ર મામલે કુલ 7 આરોપીઓ સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ અગ્રિકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેમાં TRP ગેમઝોન દુર્ઘટના મુદ્દે HCએ સુઓમોટો લીધી છે. તેમાં આજે હાઈકોર્ટમાં દુર્ઘટનાને લઈ વધુ સુનવણી થઇ રહી છે. જેમાં સંદેશના અહેવાદ બાદ કોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. મીડિયાના અહેવાલના આધારે સુઓમોટો લીધી હતી. જેમાં HC બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત હતી કે ફાયર સેફટી, જવાબદાર સામે કડક પગલાં લેવા જોઇએ. ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ ગેમઝોન આવેલા છે.

ગેમઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા જોઇએ

ગેમઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા જોઇએ. તેમજ સિનિયર એડવોકેટ અમિત પંચાલની કોર્ટમાં રજૂઆત છે કે ખૂબ ગંભીર રીતે દર્દનાક હોનારત છે. રાજકોટ ગેમઝોનમાં ફાયર સેફટીનો અભાવ હોવાની રજૂઆત કરાઇ છે. ત્યારે આજે અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી સામે આવી છે. તેમાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. તેમાં માર્ગ મકાન વિભાગના 2 ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે. તથા કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા અને તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ.કોઠિયા સસ્પેન્ડ થયા છે. તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. જેમાં PI વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડ સસ્પેન્ડ થયા છે. તેમજ મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર જેમાં આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી તથા આસિ.એન્જિનિયર જયદીપ ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે.