Weather News : રાજયના મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી વધ્યું

રાજયના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર સૌથી વધુ તાપમાન મહુવામાં 41.4 ડિગ્રી નોંધાયું પવનની દિશા બદલાતા તાપમાનમાં થયો વધારો ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે,એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી વધ્યું છે.શહેરીજનોએ પણ બપોરના સમયે કામવિના બહાર નિકળવાનું ટાળવું જોઈએ,ભાવનગરના મહુવામાં સૌથી વધુ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. જાણો કયા શહેરમાં કેટલુ તાપમાન નોંધાયું ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગુજરાતાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલુ તાપમાન નોંધાયુ તેની વાત કરીએ તો,રાજકોટમાં 41.3 ડિગ્રી, કેશોદમાં 41.3 ડિગ્રી,અમરેલીમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી,વડોદરામાં 40.6 ડિગ્રી, અમદાવાદમાં 40.5 ડિગ્રી,ભુજમાં 40.3 ડિગ્રી, કંડલામાં 40.5 ડિગ્રી,ગાંધીનગર 39.8 ડિગ્રી,ડીસા 39.0 ડિગ્રી,સુરત 39.6 ડિગ્રી,ભુજ 40.3 ડિગ્રી, મહુવા 41.4 ડિગ્રી,કેશોદ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.જાણો અંબાલાલ પટેલની આગાહી શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના ભાગોમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મેં મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટીવ વધી શકે છે. અખાત્રીજ આસપાસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે. મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટીવ થવાની શક્યતા રહેશે. આ સમયે પશ્ચિમ વેસ્ટન ડિસ્ટર્બન્સ મજુબત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં દેખાવાની શરૂ થશે. અરબ સાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી, પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે. ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે. જાણો પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે મે મહિનામાં એપ્રિલ કરતા પણ ભયંકર ગરમી જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. સખત ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હાલ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હાલ ગરમીમાંથી કોઇ રાહત નહીં મળે, છેલ્લા ઘણાં દિવસથી આપણે પવનની દિશા અને સ્પીડમાં ફેરફારો જોઇ રહ્યા છે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય રીતે 10થી 12ની સ્પીડ પ્રતિ કલાક સુધી હોવી જોઇએ. પરંતુ તેની જગ્યાએ હાલ પવનની સ્પીડ 12થી લઇને 16-17 સુધી પ્રતિકલાકની ઝડપના પવન જોવા મળી રહ્યા છે. હાલ પવન વધારે ચાલી રહ્યા છે. પવનની દિશા પણ વારંવાર બદલાતી રહે છે. પવનની દિશા બદલાવવાને કારણે રાજ્યના તાપમાનમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ અસર જોવા મળી રહી છે. જાણો પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે શું કરી આગાહી જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરુર નથી. તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો 20 મે પહેલા ન કરવાની સલાહ છે. 20 મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો તે તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશે,આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 20મી મેથી લઈને 15 જૂન સુધી તમે ઓરવીને કે પ્રીમોનસુન દરમિયાન વાવણી કરતા હોવ તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની માહિતી પરેશ ગોસ્વામી આપી રહ્યા છે. જેમાં તેઓ કહે છે કે, તમે મગફળી, કપાસ, સોયાબીન કે અન્ય તમામ પ્રકારના પાક ઉત્પાદન માટે અનુકૂળ રહેશે. આ તારીખો દરમિયાન વાવેતર કરનારા ખેડૂતો કે જેઓ મગફળીનું વાવેતર કરવા માગે છે તેમણે જી 20, 128, બીટી 32 જેવી મગફળીનો પાક લેવો જોઈએ કે જે 100 દિવસ કે તેથી વધુનો સમય લે છે.

Weather News : રાજયના મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર
  • સૌથી વધુ તાપમાન મહુવામાં 41.4 ડિગ્રી નોંધાયું
  • પવનની દિશા બદલાતા તાપમાનમાં થયો વધારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે,એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી વધ્યું છે.શહેરીજનોએ પણ બપોરના સમયે કામવિના બહાર નિકળવાનું ટાળવું જોઈએ,ભાવનગરના મહુવામાં સૌથી વધુ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.

જાણો કયા શહેરમાં કેટલુ તાપમાન નોંધાયું

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગુજરાતાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલુ તાપમાન નોંધાયુ તેની વાત કરીએ તો,રાજકોટમાં 41.3 ડિગ્રી, કેશોદમાં 41.3 ડિગ્રી,અમરેલીમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી,વડોદરામાં 40.6 ડિગ્રી, અમદાવાદમાં 40.5 ડિગ્રી,ભુજમાં 40.3 ડિગ્રી, કંડલામાં 40.5 ડિગ્રી,ગાંધીનગર 39.8 ડિગ્રી,ડીસા 39.0 ડિગ્રી,સુરત 39.6 ડિગ્રી,ભુજ 40.3 ડિગ્રી, મહુવા 41.4 ડિગ્રી,કેશોદ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જાણો અંબાલાલ પટેલની આગાહી શું કહે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના ભાગોમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મેં મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટીવ વધી શકે છે. અખાત્રીજ આસપાસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે. મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટીવ થવાની શક્યતા રહેશે. આ સમયે પશ્ચિમ વેસ્ટન ડિસ્ટર્બન્સ મજુબત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં દેખાવાની શરૂ થશે. અરબ સાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી, પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે. ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે.

જાણો પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે

મે મહિનામાં એપ્રિલ કરતા પણ ભયંકર ગરમી જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. સખત ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હાલ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હાલ ગરમીમાંથી કોઇ રાહત નહીં મળે, છેલ્લા ઘણાં દિવસથી આપણે પવનની દિશા અને સ્પીડમાં ફેરફારો જોઇ રહ્યા છે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય રીતે 10થી 12ની સ્પીડ પ્રતિ કલાક સુધી હોવી જોઇએ. પરંતુ તેની જગ્યાએ હાલ પવનની સ્પીડ 12થી લઇને 16-17 સુધી પ્રતિકલાકની ઝડપના પવન જોવા મળી રહ્યા છે. હાલ પવન વધારે ચાલી રહ્યા છે. પવનની દિશા પણ વારંવાર બદલાતી રહે છે. પવનની દિશા બદલાવવાને કારણે રાજ્યના તાપમાનમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ અસર જોવા મળી રહી છે.

જાણો પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે શું કરી આગાહી

જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરુર નથી. તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો 20 મે પહેલા ન કરવાની સલાહ છે. 20 મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો તે તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશે,આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 20મી મેથી લઈને 15 જૂન સુધી તમે ઓરવીને કે પ્રીમોનસુન દરમિયાન વાવણી કરતા હોવ તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની માહિતી પરેશ ગોસ્વામી આપી રહ્યા છે. જેમાં તેઓ કહે છે કે, તમે મગફળી, કપાસ, સોયાબીન કે અન્ય તમામ પ્રકારના પાક ઉત્પાદન માટે અનુકૂળ રહેશે. આ તારીખો દરમિયાન વાવેતર કરનારા ખેડૂતો કે જેઓ મગફળીનું વાવેતર કરવા માગે છે તેમણે જી 20, 128, બીટી 32 જેવી મગફળીનો પાક લેવો જોઈએ કે જે 100 દિવસ કે તેથી વધુનો સમય લે છે.