Ahmedabad News: ડ્રાઇવરે ચાલુ બસમાં IPLની મેચ જોતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે BRTS બસ ચાલક માટે IPL મહત્ત્વની બની ડ્રાઈવિંગ કરતાં-કરતાં મેચ જોઈ રહેલા ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો અમદાવાદમાં AMTS બાદ હવે BRTS વિવાદમાં આવી છે. જેમાં BRTS બસ ચાલક માટે IPL મહત્ત્વની બની છે. ત્યારે ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલમાં IPLની મેચ જોઈ રહ્યો છે. અંજલીથી મણિનગર રૂટની બસનો વીડિયો વાયરલ થયો છે. ડ્રાઈવિંગ કરતાં-કરતાં મેચ જોઈ રહેલા ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે. ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. જેમાં ડ્રાઈવિંગ સમયે બેદરકારી ભારે પડી શકે છે. બસ ચલાવતા સમયે મોબાઈલ પર મેચ નિહાળવું વધુ અગત્યનું ડ્રાઇવરને લાગ્યુ છે. શા માટે મુસાફરોની જિંદગી સાથે કરાઈ રહી છે રમત ?? હજી 2 દિવસ પહેલા જ AMTS બસ ચાલકનો અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ અમદાવાદના લોકો માટે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ પ્રાણ ઘાતક સાબિત થઈ રહી છે. એ.એમ.ટી.એસ. બસ દ્વારા અકસ્માતના 323 કોર્ટ કેસ હજુ પણ પેન્ડિંગ છે. ખાનગી ઓપરેટરોની બસ દ્વારા અકસ્માત કરવામા આવ્યા હોય એવા 166 કેસ છેલ્લા અઢાર વર્ષથી ચાલી રહયા છે. કુલ 10970 ફરિયાદ લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા કરવામા આવી અકસ્માત તેમજ મૃત્યુના કેસમાં કોર્ટ કાર્યવાહી કરવામા આવ્યા બાદ અસરગ્રસ્ત કે મૃત્યુના કેસમાં પરિવારજનોને વળતર મેળવવા કોર્ટના ધક્કા ખાવા પડી રહયા છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામા આવી છે. ઉપરાંત આ બસ સેવા શહેરીજનો માટે નહી પરંતુ ખાનગી ઓપરેટરો માટે ચલાવવામા આવી રહી હોય એવો આક્ષેપ મ્યુનિ.વિપક્ષનેતા દ્વારા કરવામાં આવ્યો છે. બસ બસસ્ટેન્ડ ઉપર ઉભી રાખવામા આવતી નહી હોવાથી લઈ બસ મળતી નહી હોવા સુધીની વિવિધ પ્રકારની કુલ 10970 ફરિયાદ લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા કરવામા આવી છે.

Ahmedabad News: ડ્રાઇવરે ચાલુ બસમાં IPLની મેચ જોતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે
  • BRTS બસ ચાલક માટે IPL મહત્ત્વની બની
  • ડ્રાઈવિંગ કરતાં-કરતાં મેચ જોઈ રહેલા ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો
અમદાવાદમાં AMTS બાદ હવે BRTS વિવાદમાં આવી છે. જેમાં BRTS બસ ચાલક માટે IPL મહત્ત્વની બની છે. ત્યારે ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલમાં IPLની મેચ જોઈ રહ્યો છે. અંજલીથી મણિનગર રૂટની બસનો વીડિયો વાયરલ થયો છે. ડ્રાઈવિંગ કરતાં-કરતાં મેચ જોઈ રહેલા ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે.

ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે
ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. જેમાં ડ્રાઈવિંગ સમયે બેદરકારી ભારે પડી શકે છે. બસ ચલાવતા સમયે મોબાઈલ પર મેચ નિહાળવું વધુ અગત્યનું ડ્રાઇવરને લાગ્યુ છે. શા માટે મુસાફરોની જિંદગી સાથે કરાઈ રહી છે રમત ?? હજી 2 દિવસ પહેલા જ AMTS બસ ચાલકનો અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ અમદાવાદના લોકો માટે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ પ્રાણ ઘાતક સાબિત થઈ રહી છે. એ.એમ.ટી.એસ. બસ દ્વારા અકસ્માતના 323 કોર્ટ કેસ હજુ પણ પેન્ડિંગ છે. ખાનગી ઓપરેટરોની બસ દ્વારા અકસ્માત કરવામા આવ્યા હોય એવા 166 કેસ છેલ્લા અઢાર વર્ષથી ચાલી રહયા છે.

કુલ 10970 ફરિયાદ લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા કરવામા આવી
અકસ્માત તેમજ મૃત્યુના કેસમાં કોર્ટ કાર્યવાહી કરવામા આવ્યા બાદ અસરગ્રસ્ત કે મૃત્યુના કેસમાં પરિવારજનોને વળતર મેળવવા કોર્ટના ધક્કા ખાવા પડી રહયા છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામા આવી છે. ઉપરાંત આ બસ સેવા શહેરીજનો માટે નહી પરંતુ ખાનગી ઓપરેટરો માટે ચલાવવામા આવી રહી હોય એવો આક્ષેપ મ્યુનિ.વિપક્ષનેતા દ્વારા કરવામાં આવ્યો છે. બસ બસસ્ટેન્ડ ઉપર ઉભી રાખવામા આવતી નહી હોવાથી લઈ બસ મળતી નહી હોવા સુધીની વિવિધ પ્રકારની કુલ 10970 ફરિયાદ લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા કરવામા આવી છે.