વાહનોમાં આરામ કરતા ચાલકોના મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવનાર ધંધૂકાનો શખ્સ પકડાયો

એલસીબી ટીમે બાતમીને આધારે ગોખરવાળાના બોર્ડ પાસેથી ઝડપી લીધોલૂંટના ર બનાવો લીંબડી અને ચુડા પોલીસ મથકે નોંધાયા આ શખ્સને ચુડા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાહનોમાં આરામ કરતા વાહનચાલકોના મોબાઈલ અને રોકડની લૂંટના ર બનાવો લીંબડી અને ચુડા પોલીસ મથકે નોંધાયા હતા. જામનગરના મયુરનગરમાં રહેતા 26 વર્ષીય દુષ્યંતસીંહ રાજેન્દ્રસીંહ તવર ડ્રાઈવીંગ કરે છે. તેઓ તા. 5-10-2023ના રોજ માલસામાન ભરવા પોતાનું છોટાહાથી લઈને જામનગરથી અમદાવાદ જતા હતા. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ પાસે રાત્રે રાજસ્થાની ઢાબામાં જમવા રોકાયા હતા. ત્યારબાદ તેઓ છોટાહાથીના બન્ને કાચ ખુલ્લા રાખી સુઈ ગયા હતા. વહેલી સવારે 4 કલાકે ઉઠી પોતાનો મોબાઈલ જોતા ખીસ્સુ કપાયેલુ નજરે પડયુ હતુ. આથી ખીસ્સામાં રહેલ રૂપીયા 5 હજારનો મોબાઈલ અને રૂપીયા 5 હજાર રોકડા સહિત રૂપીયા 10 હજારની મત્તા ચોરાયાની ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આજ રીતે લીંબડી હાઈવે પર પોતાની અશોક લેલન્ડમાં આરામ કરતા ગાંધીનગરના સરઢવ ગામના વિનોદ ઈશ્વરભાઈ પટેલનો રૂપીયા 31,499ની કિંમતનો મોબાઈલ ચોરાયો હતો. ત્યારે આ બન્ને એક જ મોડેસ ઓપરેન્ડીથી થયેલ બનાવના આરોપીની પોલીસ તપાસ કરી હતી. આ દરમીયાન એલસીબી ટીમને આ બન્ને બનાવનો આરોપી ગોખરવાળા ગામના પાટીયા પાસે હોવાની માહીતી મળી હતી. આથી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ બી.એલ.રાયઝાદાની સુચનાથી સ્ટાફના આર.જી.ઝાલા, ગોપાલસીંહ, સાહીલભાઈ સહિતનાઓએ વોચ રાખી હતી. અને ધંધુકાના ગુંજાર ગામના 32 વર્ષીય ગફાર ઉર્ફે અભલા હબીબીભાઈ મોરીને ઝડપી લીધો હતો. આ શખ્સને ચુડા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વાહનોમાં આરામ કરતા ચાલકોના મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવનાર ધંધૂકાનો શખ્સ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એલસીબી ટીમે બાતમીને આધારે ગોખરવાળાના બોર્ડ પાસેથી ઝડપી લીધો
  • લૂંટના ર બનાવો લીંબડી અને ચુડા પોલીસ મથકે નોંધાયા
  • આ શખ્સને ચુડા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાહનોમાં આરામ કરતા વાહનચાલકોના મોબાઈલ અને રોકડની લૂંટના ર બનાવો લીંબડી અને ચુડા પોલીસ મથકે નોંધાયા હતા.

જામનગરના મયુરનગરમાં રહેતા 26 વર્ષીય દુષ્યંતસીંહ રાજેન્દ્રસીંહ તવર ડ્રાઈવીંગ કરે છે. તેઓ તા. 5-10-2023ના રોજ માલસામાન ભરવા પોતાનું છોટાહાથી લઈને જામનગરથી અમદાવાદ જતા હતા. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ પાસે રાત્રે રાજસ્થાની ઢાબામાં જમવા રોકાયા હતા. ત્યારબાદ તેઓ છોટાહાથીના બન્ને કાચ ખુલ્લા રાખી સુઈ ગયા હતા. વહેલી સવારે 4 કલાકે ઉઠી પોતાનો મોબાઈલ જોતા ખીસ્સુ કપાયેલુ નજરે પડયુ હતુ. આથી ખીસ્સામાં રહેલ રૂપીયા 5 હજારનો મોબાઈલ અને રૂપીયા 5 હજાર રોકડા સહિત રૂપીયા 10 હજારની મત્તા ચોરાયાની ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આજ રીતે લીંબડી હાઈવે પર પોતાની અશોક લેલન્ડમાં આરામ કરતા ગાંધીનગરના સરઢવ ગામના વિનોદ ઈશ્વરભાઈ પટેલનો રૂપીયા 31,499ની કિંમતનો મોબાઈલ ચોરાયો હતો. ત્યારે આ બન્ને એક જ મોડેસ ઓપરેન્ડીથી થયેલ બનાવના આરોપીની પોલીસ તપાસ કરી હતી. આ દરમીયાન એલસીબી ટીમને આ બન્ને બનાવનો આરોપી ગોખરવાળા ગામના પાટીયા પાસે હોવાની માહીતી મળી હતી. આથી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ બી.એલ.રાયઝાદાની સુચનાથી સ્ટાફના આર.જી.ઝાલા, ગોપાલસીંહ, સાહીલભાઈ સહિતનાઓએ વોચ રાખી હતી. અને ધંધુકાના ગુંજાર ગામના 32 વર્ષીય ગફાર ઉર્ફે અભલા હબીબીભાઈ મોરીને ઝડપી લીધો હતો. આ શખ્સને ચુડા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.