હવામાન વિભાગની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત

Weather In Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે (26મી એપ્રિલ) વહેલી સવારે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં માવઠું થયું હતું. આ ઉપરાંત માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે.આ જિલ્લાઓમાં વરસાદની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર,આગામી 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.અનેક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટોરાજ્યમાં અનેક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોમાં આકરો તાપ અનુભવાયો હતો અને બપોર બાદ ભારે ઉકળાટથી લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે સવારથી જ કેટલાક જિલ્લામાં અચાનક જ વતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ 48 વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Weather In Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે (26મી એપ્રિલ) વહેલી સવારે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં માવઠું થયું હતું. આ ઉપરાંત માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે.

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,આગામી 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.



અનેક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો

રાજ્યમાં અનેક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોમાં આકરો તાપ અનુભવાયો હતો અને બપોર બાદ ભારે ઉકળાટથી લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે સવારથી જ કેટલાક જિલ્લામાં અચાનક જ વતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ 48 વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.