Gandhinagar: કે.કૈલાશનાથનને ન અપાયું એક્સટેન્શન, મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતીકાલે છેલ્લો દિવસ

કે.કૈલાશનાથન મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ હતા, આ વખતે તેમને એક્સટેન્શન અપાયું નથીવર્ષ 2009થી કે.કૈલાસનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાસનાથનને સતત અપાય રહ્યું હતું એક્સ્ટેશન મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા કે.કૈલાસનાથનનો આવતીકાલે 30 જુને મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથનને એક્સસ્ટેશન આપવામાં આવ્યું નથી. વર્ષ 2009થી કે.કૈલાસનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને 2013માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા. કે.કૈલાસનાથનને વય નિવૃત્તિ બાદની જવાબદારી અપાઈ રહી હતી તમને જણાવી દઈએ કે લાંબા સમયથી CMOમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કે.કૈલાસનાથનને વય નિવૃત્તિ બાદની જવાબદારી અપાય રહી હતી. વય નિવૃતિ બાદ પણ કે. કૈલાસનાથનને સતત એકસ્ટેશન આપવામાં આવતું રહ્યું હતું. ત્યારે 30મી જૂનના રોજ કે.કૈલાસનાથનને આપવામાં આવેલા એક્સ્ટેશનનો છેલ્લો દિવસ છે. આ વખતે તેમને એકસ્ટેશન આપવામાં આવ્યું નથી. કૈલાસનાથનને માનવામાં આવે છે ગુજરાત સરકારના સંકટમોચક 1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યુ હતું. જૂન-2013માં સેવાનિવૃત્ત થયા બાદ તરત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી. ત્યારપછી 2014ની લોકસભા ચૂંટણી પછી મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઈ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક-એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ-2016થી ડિસેમ્બર-2017 અને ડિસેમ્બર-2017થી એક્સટેન્શન અપાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા ભુપેન્દ્રભાઈ પટેલે પણ તેમને પોતાના અગ્ર સચિવ તરીકે ચાલુ રાખ્યા હતા અને હવે જ્યારે ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ફરી વખત કે. કૈલાસનાથનને એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું પણ આ વખતે અધિકારીને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી.

Gandhinagar: કે.કૈલાશનાથનને ન અપાયું એક્સટેન્શન, મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતીકાલે છેલ્લો દિવસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કે.કૈલાશનાથન મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ હતા, આ વખતે તેમને એક્સટેન્શન અપાયું નથી
  • વર્ષ 2009થી કે.કૈલાસનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા
  • વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાસનાથનને સતત અપાય રહ્યું હતું એક્સ્ટેશન

મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા કે.કૈલાસનાથનનો આવતીકાલે 30 જુને મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથનને એક્સસ્ટેશન આપવામાં આવ્યું નથી. વર્ષ 2009થી કે.કૈલાસનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને 2013માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા.

કે.કૈલાસનાથનને વય નિવૃત્તિ બાદની જવાબદારી અપાઈ રહી હતી

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી CMOમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કે.કૈલાસનાથનને વય નિવૃત્તિ બાદની જવાબદારી અપાય રહી હતી. વય નિવૃતિ બાદ પણ કે. કૈલાસનાથનને સતત એકસ્ટેશન આપવામાં આવતું રહ્યું હતું. ત્યારે 30મી જૂનના રોજ કે.કૈલાસનાથનને આપવામાં આવેલા એક્સ્ટેશનનો છેલ્લો દિવસ છે. આ વખતે તેમને એકસ્ટેશન આપવામાં આવ્યું નથી.

કૈલાસનાથનને માનવામાં આવે છે ગુજરાત સરકારના સંકટમોચક

1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યુ હતું. જૂન-2013માં સેવાનિવૃત્ત થયા બાદ તરત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી.

ત્યારપછી 2014ની લોકસભા ચૂંટણી પછી મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઈ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક-એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ-2016થી ડિસેમ્બર-2017 અને ડિસેમ્બર-2017થી એક્સટેન્શન અપાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા ભુપેન્દ્રભાઈ પટેલે પણ તેમને પોતાના અગ્ર સચિવ તરીકે ચાલુ રાખ્યા હતા અને હવે જ્યારે ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ફરી વખત કે. કૈલાસનાથનને એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું પણ આ વખતે અધિકારીને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી.